Rajkot : ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ ! સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દરેક ચૂંટણીના પ્રચાર માટે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. તે વચ્ચે રાજકોટના ધોરાજીમાં ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનના ઉપયોગ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દરેક ચૂંટણીના પ્રચાર માટે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. તે વચ્ચે રાજકોટના ધોરાજીમાં ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનના ઉપયોગ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના પ્રચાર માટે ગોંડલ પાલિકાના વાહનના ઉપયોગનો વીડિયો વાયરલ થયો છે. ગોંડલ નગરપાલિકા પ્રેસિડેન્ટ નામના વાહનનો પ્રચારમાં ઉપયોગ કરાયો હતો.
ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનનો વીડિયો
ડ્રાઈવર તેમજ પ્રમુખે વીડિયો બનાવનારને ઉડાઉ જવાબ આપ્યો છે. અંગત કામ માટે આવ્યા હોવાનું કહી પ્રમુખે લુલો બચાવ કર્યો છે. પ્રચારમાં સરકારી વાહનની મંજૂરી અંગે પૂછતા પ્રમુખે ઉડાઉ જવાબ આપ્યો છે. ચૂંટણીપંચમાં ફરિયાદ કરી દો તેવો પ્રમુખ સાથે આવેલા લોકોનો જવાબ આપ્યો છે. વીડિયો બનાવતા પ્રચાર અધૂરું મૂકી ચાલતી પકડી હતી. સમગ્ર મામલે કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
