Bharuch : સરકારી શાળામાં જોવા મળ્યુ ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન, માતૃ-પિતૃ પૂજન યોજાયુ, જુઓ Video
ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન થાય તે માટે ભરૂચની સરકારી શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો. પશ્વિમી સંસ્કૃતિના પ્રભાવ કોલેજમાં વેલેન્ટાઈન ડે જેવી વિવિધ ઉજવણી થતી હોય છે, ત્યારે ભરૂચની શાળામાં ભારતી સંસ્કૃતિને અનુરૂપ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો.
નવી પેઢીમાં પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખીના સ્થાને ભારતીય સંસ્કૃતિના વિચારોનું સિંચન થાય તે માટે ભરૂચની સરકારી શાળામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો. પશ્વિમી સંસ્કૃતિના પ્રભાવ કોલેજમાં વેલેન્ટાઈન ડે જેવી વિવિધ ઉજવણી થતી હોય છે, ત્યારે ભરૂચની શાળામાં ભારતી સંસ્કૃતિને અનુરૂપ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો.
બાળકોએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને તેમના પ્રત્યેની લાગણી અને સન્માન વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. પોતાના માતા-પિતાને ભેટીને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ હતી.
કહેવાઈ છે કે.માતા એ બાળકની પ્રથમ શિક્ષક છે અને પિતાએ બાળકની સુરક્ષા ઢાલ છે. આજના સમયમાં બાળકને નિઃસ્વાર્થ પ્રેમ માત્ર માતા-પિતા કરી શકે. બાળકો ભવિષ્યમાં મોટા થઈને પોતાના માતા-પિતા પ્રત્યેનું સન્માન જાળવે અને પોતાની જિંદગી શ્રેષ્ઠ બનાવવા માટે માતા-પિતાએ આપેલા બલિદાનને સમજે તે હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે

ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
