શું હમાસે પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે મિલાવ્યા હાથ? લશ્કર અને જૈશ સાથે મળી કાશ્મીરમાં આતંક ફેલાવવામાં કરશે મદદ?
ઈઝરાયેલ બાદ હમાસ હવે ક્યાંક ભારત તરફ તો દુશ્મનાવટથી નથી જોઈ રહ્યુ ને? આવુ અમે નથી કહી રહ્યા પરંતુ દાવો એવો કરાઈ રહ્યો છે કે તાજેતરમાં પાકિસ્તાન ઓક્યુપાઈટ કાશ્મીરમાં હમાસ અને પાકિસ્તાની આતંકી જૂથો લશ્કર અને જૈશના આતંકીઓ એક મંચ પર આવ્યા હતા અને હમાસના લીડર સાથે આ આતંકીઓએ હાથ મિલાવ્યા છે.

તાજેતરમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એક પ્રોગામમાં લશ્કર-એ-તૈયબા અને પેલેસ્ટાઈની આતંકવાદી સંગઠન હમાસ સાથે મંચ શેર કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પોતાના ‘દુશ્મન’ તરીકે જાહેર કરવામાં આવ્યા. આ પ્રોગ્રામનો એક કથિત વીડિયો પણ વાયરલ થયો છે. જો કે tv9 આ વીડિયોની પુષ્ટિ નથી કરતુ. હાલ આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ વીડિયોમાં જૈશ-એ -મોહમ્મદના (JEM) એક નેતા કાશ્મીરની એક્તા અને લડાઈ વિશે બોલતા જોવા મળ્યા છે.
ISI ચાલી રહ્યુ છે મોટી ચાલ?
ગુપ્તચર એજન્સીઓ તરફથી મળતા ઈનપુટ્સ મુજબ પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિઝ ઈન્ટેલિજન્સ (ISI) ઈચ્છે છે કે હમાસ કાશ્મીર માટે જૈશ-એ- તૈયબા સાથે મળીને લડે. જૈશ-એ- મોહમ્મદ (JEM), લશ્કર-એ- તૈયબા (LET) અને હમાસ પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (JEM) એ રાવલકોટમાં એક કાર્યક્રમમાં મંચ શેર કર્યો. આ દરમિયાન તેમના ભાષણમાં જૈશના નેતાઓ એવુ બોલતા જોવા મળ્યા હતા તે કાશ્મીરની લડાઈમાં અમે એકસાથે છીએ અને મોદી અને શાહ તેમના દુશ્મન છે.
ગઠબંધને વધાર્યુ ટેન્શન
મીડિયા રિપોર્ટ્સ અને આધારભૂત સૂત્રો દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે વીડિયોમાં જૈશના બંદુકધારીઓ હમાસના નેતાઓની સુરક્ષા કરતા મંચ પર દેખાઈ રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો આ વિસ્તારની સુરક્ષા ગતિશીલતમાં એક ચિંતાજનક ઘટનાક્રમ છે. સૂત્રો અનુસાર આ વિસ્તારની સુરક્ષા માટે પણ ચિંતાજનક છે. આ સંગઠનોનું ગઠબંધન તેમની રણનીતિમાં ફેરફારનો સંકેત હોઈ શકે છે. જેનાથી તેમના હુમલાઓ હવે પારંપારિક વિસ્તારોની બહાર સુધી પણ વિસ્તરી શકે છે.
આતંકી ગતિવિધિમાં થશે વધારો
રિપોર્ટ્સ અનુસાર આ પ્રકારનો સહયોગ દક્ષિણ એશિયામાં તણાવ વધારી શકે છે અને જમ્મુ કાશ્મીર તેમજ પાકિસ્તાન બહાર ભારત વિરુદ્ધ નિવેદનબાજીને પ્રોત્સાહન આપી શકે છે. તેમણે જણાવ્યુ કે આ સમૂહોના એકસાથે આવવાથી સીમાપાર આતંકવાદ વધી શકે છે. ખાસ કરીને જમ્મુકાશ્મીરમાં. આ વૈશ્વિક સુરક્ષા માટે પણ ખતરો છે. કારણ કે આ સમૂહોએ ભૂતકાળમાં પણ ક્રુરતાપૂર્વક નાગરિકોને નિશાન બનાવ્યા છે. અને મોટાપાયે હુમલા કર્યા છે.
પાકિસ્તાન આતંકીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન
પાકિસ્તાન પર હંમેશા જૈશ અને લશ્કર જેવા આતંકીઓને સુરક્ષિત આશ્રય પ્રદાન કરવાનો અને સમર્થન કરવાના આરોપ લાગતા આવ્યા છે. જો હમાસ હવે POK માં કામ કરી રહ્યુ છે તો આ આતંકવાદી ગતિવિધિને પ્રોત્સાહન દેવામાં પાકિસ્તાનની ભાગીદારીનો મોટો સંકેત હોઈ શકે છે. હમાસે ઈઝરાયેલ- પેલેસ્ટાઈનના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે પરંતુ ભૂતકાળમાં દક્ષિણ એશિયાઈ આતંકવાદી સમૂહો સાથે તેમના સીમિત સંપર્કની ખબરો આવી ચુકી છે. તેમણે કહ્યુ કે આ પ્રકારનું ગઠબંધન એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે.
હમાસ અંગે શું છે ભારતનું સ્ટેન્ડ?
આ અંગે ભારતનું સ્ટેન્ડ શું છે તે પણ જાણી લો. ભારતે અત્યાર સુધી હમાસને આતંકી જાહેર જ નથી કર્યુ. ભારતની નજરમાં હમાસ એક આતંકી સમૂહ છે જ નહીં. કારણ કે ભારત સરકારનું માનવુ છે કે હમાસે ભારતમાં અત્યાર સુધી કોઈ આતંક ફેલાવ્યો જ નથી. જ્યારે હમાસનો આતંક ભારતમાં નથી તો તેને આતંકી કેવી રીતે માની શકાય? જો કે જ્યારે ઈઝરાયલમાં હમાસે આ પ્રકારની હત્યાને અંજામ આપ્યો, અલઅક્સા ફ્લડ નામથી મિશન ચલાવ્યુ. ત્યારે ઈઝરાયલે ભારતને કહ્યુ હતુ કે તમે અમારો સપોર્ટ કરો અને હમાસને આતંકી ઘોષિત કરો. પરંતુ ભારતે એવુ કહીને વાત ટાળી હતી કે તેનો અમારા પર કોઈ પ્રભાવ નથી એટલે હાલ તુરંત અમે કોઈપણ સ્ટેપ ન લઈ શકીએ. ભવિષ્યમાં જો કંઈ થશે તો અમે જોશુ.
ભારત પેલેસ્ટાઈન અને ઈઝરાયલ બંને માંથી કોની સાથે છે?
જ્યારે જ્યારે આતંકીઓને મારવા માટે ઈઝરાયેલ તરફથી બોંબમારો કરવામાં આવે છે ત્યારે એવુ લાગે કે ભારત ઈઝરાયેલ સાથે છે. પરંતુ બીજી તરફ ભારત સરકારને પેલેસ્ટાઈનના મુદ્દા પર યુનાઈટેડ નેશન્સની અંદર ઈઝરાયેલ વિરુદ્ધ વોટીંગ કરતા જોયુ છે અથવા તો ટુ સ્ટેટ નેશન થ્યોરીને પ્રમોટ કરતા જોઈએ છીએ.
ભારતનો બહુ લાંબા સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈનને લઈને ટુ સ્ટેટ થિયરી સમાધાનની તરફ ટુ નેશન થિયરીની તરફ સ્ટેન્ડ રહ્યુ છે. ભારત બંને દેશોને સ્વીકારે છે. બંનેના કો એક્ઝિટેન્સને સ્વીકારે છે. કારણ કે યુનાઈટેડ નેશન્સ બંને દેશોના સહ અસ્તિત્વની પરમિશન આપે છે. હવે સવાલ એ આવે છે કે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષમાં ભારત કોની તરફ છે ? આ તરફ પેલેસ્ટાઈન કહે છે કે અમારો પુરો વિસ્તાર અમારો પોતાનો છે. એવામાં ઈઝરાયેલનું અસ્તિત્વ છે જ નહીં. આ રીતે પેલેસ્ટાઈનમાં કેટલાક લોકો રેડિકલ થઈ જાય છે. બોમ્બ, બંદુકો હાથમાં લઈ લે છે અને આતંકનો પર્યાય બની જાય છે. આતંકના રૂપમાં તેઓ પેલેસ્ટાઈનથી નીકળી ઈઝરાયલ પહોંચે છે. ગાઝાપટ્ટી જે પેલેસ્ટાઈનનો જ હિસ્સો છે. એવામાં ગાઝાપટ્ટીમાંથી નીકળી ઈઝરાયેલમાં જઈને બોમ્બાર્ડીંગ કરે છે. ઈઝરાયેલ આ હમાસને આતંકી માને છે પરંતુ પેલેસ્ટાઈનની સરકારનું પણ તેના તરફ કોઈ સ્ટેન્ડ નથી. હમાસ ,પેલેસ્ટાઈનમાં ખુદને સરકાર ગણે છે.
અમેરિકા અફઘાનિસ્તાનના ઉદાહરણ થી સમજો
જેમ અમેરિકા અફઘાનિસ્તાનમાં હતુ તો તાલિબાન આતંકી સમૂહ ગણાતુ હતુ. પરંતુ જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા નીકળી ગયુ તો એ જ તાલિબાન સાથે આજે ભારત ચર્ચા કરી રહ્યુ છે. જરૂર લાગે ત્યા મદદ પણ કરી રહ્યુ છે અને તેને બહુ બધી જગ્યાએ સપોર્ટ પણ આપી રહ્યુ છે. અફઘાનિસ્તાનના મુદ્દે ભારત તાલિબાન સાથે જ વાર્તા કરી રહ્યુ છે. તેનો અર્થ તો એવો જ થયો જે પહેલા આતંકવાદી હતા આજે તેની સાથે ડિપ્લોમેટીક વાર્તા થઈ રહી છે. પેલેસ્ટાઈનમાં પણ આ જ પ્રકારની વિચીત્ર સ્થિતિ છે કે આપણે કોની સાથે છીએ તે ખુદ ભારત સરકાર પણ સ્પષ્ટ કરી શકવાની સ્થિતિમાં જણાતી નથી.
શું હમાસ ભવિષ્યમાં કાશ્મીરમાં આતંક ફેલાવવાની ધમકી આપશે?
જો હમાસ POK માં આવી જૈશ-એ- મહોમ્મદ કે લશ્કરે તૌયબા સાથે મંચ શેર કરી કાશ્મીરની સ્થિતિ એક્તાના નામ પર ભારતમાં આતંક ફેલાવવાની ધમકી આપવા લાગે તો આ સમયે ભારતે પણ તેનુ સ્ટેન્ડ ક્લિયર કરી લેવુ જોઈએ. પરંતુ અત્યાર સુધીની સ્થિતિમાં પાકિસ્તાન જ તેને લલચાવીને આ તરફ લાવી રહ્યુ છે. જ્યારે હકીકત એવી છે કે પેલેસ્ટાઈનીઓ તેના જ અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.
ભારત અમેરિકાની સાથે રશિયાનું પણ સારુ મિત્ર છે. યુનોની તમામ વાતો ભારત માને છે એ એક તરફનું સત્ય છે જ્યારે ભારત રશિયાની પણ વાતો માને છે કારણ કે વર્ષોથી રશિયા ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યુ છે. જ્યારે હમાસ પણ રશિયાને બહુ માને છે. હમાસ રશિયા દ્વારા જ સમાધાનની દિશામાં આગળ વધવા માગે છે. તે ઈચ્છે છે કે રશિયા દરમિયાનગીરી કરે, વિશ્વમાં પ્રેશરગૃપ બનીને સામે આવે. જેમા નવુ અપડેટ એ પણ છે કે આજથી ત્રણ દિવસ પહેલા જ હમાસના લીડરે રશિયા જઈને ત્યાંના લીડર્સ સાથે મુલાકાત કરી આવ્યા છે. તેનો અર્થ એ થયો કે હમાસને લઈને ભારતની જે વિચારધારા છે તે કોઈ એક પક્ષ પૂરતી સિમિત નથી. આ અગાઉ કેરળમાં પણ હમાસ લીડર્સે વર્ચ્યુઅલી કેરળના લોકોને સંબોધ્યા હતા. એ સમયે પણ ભારતે કોઈ એક્શન લીધી ન હતી.
પાકિસ્તાન શું કરવા માગે છે?
પેલેસ્ટાઈનની જેમ હમાસે અલ અક્સા ફ્લડ નામનું મિશન ચલાવ્યુ હતુ. આ અલ અક્સા ફ્લડ મિશનથી પાકિસ્તાની લીડર મોટિવેટ થયા છે. તે અલ અક્સા ફ્લડ મિશન અંતર્ગત હમાસના આતંકીઓએ પોતાના પેરાશુટ અને હથિયારો સાથે ઈઝરાયેલમાં ઘુસ્યા. આ દરમિયાન તેમણે ઈઝરાયેલીઓને બંધક બનાવ્યા. મોટી સંખ્યામાં ઘાતકી રીતે કતલેઆમ કરી. અલ અક્સા ફ્લડની આ તસવીરો જોયા બાદ પાકિસ્તાનમાં બેસેલા આકાઓ ઘણા મોટિવેટ થઈ રહ્યા છે.
પાકિસ્તાન હમાસના અલ અક્સા ફ્લડ મિશનથી પૂરેપુરુ કન્વીન્સ
1947માં જ્યારે કાશ્મીર ભારતમાં ભળ્યુ એ સમયે કબિલા બની પાકિસ્તાનીઓ કાશ્મીરમાં ઘુસી ગયા હતા અને હુમલા કર્યા હતા અને કંઈક એ જ પ્રકરની થિયરી તેઓ જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં આવી હરકતો ફરી કરવા માટે જ તેમણે કહયુ કે અમે અલ અક્સા ફ્લડથી સંપૂર્ણ કન્વીન્સ છીએ. આ જ કારણ હતુ કે ભારતના ઈઝરાયેલી રાજદૂત નાયર ગિલોને એ સમયે પણ કહયુ હતુ કે તમે અમને સપોર્ટ કરો અને હમાસને આતંકી માનો. જો કે, ભારતે તેમ છતા હમાસને ટેરરગૃપ ગણી બેન નહોંતુ કર્યુ. એ સમયે ભારત તરફથી એક જ સ્ટેન્ડ હતુ કે તેમણે અમારે ત્યાં કોઈ જ નુકસાન નથી પહોંચાડ્યુ. ભારતે તેને ત્યા સુધી છોડી દીધુ હતુ કે જ્યાં સુધી UAPA અંતર્ગત તેને આતંકી સંગઠન ઘોષિત ન કરવામાં આવે.