નર્મદા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા નર્મદા જિલ્લાના અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્થળાંતરિત શ્રમિકો અન્ય સ્થળે કામ માટે જવાથી સરકારી યોજનાના લાભથી વંચિત રહેવાની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રએ ઈ-શ્રમ કાર્ડધારકોને રેશનકાર્ડના લાભાર્થી તરીકે સમાવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરાવી છે.
અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકોજેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, ફેરીયાઓ, ઘરેલુ કામદારો, સાગર ખેડુઓ, રીક્ષા ડ્રાઈવરો, દૂધ મંડળીના સભ્યો અને આવા અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતા લોકો માટે યોજના બનાવાઈ છે. રેશનકાર્ડના વંચિત શ્રમિકોને નવું રેશનકાર્ડ આપવા તેમજ તે રેશનકાર્ડ ધરાવે છે પરંતુ રાહત દરે મળતા રેશનની યોજનાના લાભથી વંચિત હોય તેવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને એન.એફ.એસ.એ. હેઠળ સમાવેશ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
નવા રેશનકાર્ડ મેળવવા અથવા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ સમાવેશ થવા માટે અરજી કરવાઅને વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે નાંદોદ તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકશે.મામલતદાર કચેરીના સંપર્ક કરી વધુ માહિતી જાણી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી નર્મદા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.
દેશના ગરીબ વર્ગને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર ઘણી લોક કલ્યાણ યોજનાઓ ચલાવી રહી છે. આ ક્રમમાં સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઈ-શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ અંતર્ગત સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારોને મફત અકસ્માત વીમો આપી રહી છે. તે જ સમયે ઈ-શ્રમ કાર્ડ યોજનાના નોંધાયેલા સભ્યોને પેન્શન આપવાની યોજના છે.દેશભરમાંથી 28.78 કરોડ લોકોએ ઈ-શ્રમ કાર્ડ યોજના માટે નોંધણી કરાવી છે અને તેમને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવ્યા છે.
ઇ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ ફક્ત તે જ લોકો મેળવી શકે છે જેઓ EPFO ના સભ્ય નથી અને ITR ફાઇલ કરતા નથી. આ સિવાય અરજદારોને કોઈપણ પ્રકારની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો નથી. આ ઉપરાંત, યોજના હેઠળ ઘણી પાત્રતા શરતો છે જે અરજદારે પૂર્ણ કરવી જરૂરી છે.
આ પણ વાંચો : સુરતમાં આયોજિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પરિણામ અંગે વિવાદ સર્જાયો, જુઓ વીડિયો