સુરતમાં આયોજિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પરિણામ અંગે વિવાદ સર્જાયો, જુઓ વીડિયો
સુરત : રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 19 ડિસેમ્બરના રોજ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ -અલગ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરતમાં સ્પર્ધા વિવાદનું મૂળ બન્યું છે.
સુરત : રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 19 ડિસેમ્બરના રોજ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ -અલગ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્થળ પર યોગ કોચ અને ટ્રેનરની હાજરીમાં સાધકો દ્વારા સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. સુરતમાં સ્પર્ધા વિવાદનું મૂળ બન્યું છે.
સુરતમાં સ્પર્ધાના પરિણામને લઈ કેટલાક સ્પર્ધકોએ નારાજગી વ્યક્ત કરાઈ હતી. પરિણામ અયોગ્ય જાહેર કરાયા હોવાનો વિવાદ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ સ્પર્ધામાં 9થી 18 વર્ષ, 19થી 40 વર્ષ અને 41 વર્ષથી વધુના એમ કુલ ત્રણ વય જૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.નાના ભૂલકાઓથી લઈ વયો વૃધ્ધ લોકો ઉત્સાહભેર સ્પર્ધાના આયોજનમાં જોડાયા હતા.