કચ્છની દિકરી દેશભરમાં છવાઈ, સુર્યકુમાર યાદવની સ્ટાઈલમાં ક્રિકેટ રમતી દિકરીનો સચિને શેર કર્યો VIDEO

એક કચ્છની દિકરીનો વીડિયો એક સોશિયલ મીડિયા પર છવાયો છે. આ વીડિયોમાં તે ખેતરમાં ક્રિકેટથી ચોગા-છક્કા મારતી જોવા મળે છે.

કચ્છની દિકરી દેશભરમાં છવાઈ, સુર્યકુમાર યાદવની સ્ટાઈલમાં ક્રિકેટ રમતી દિકરીનો સચિને શેર કર્યો VIDEO
Kutch girl video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 2:04 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોની પ્રતિભાના વીડિયો જોવા મળતા હોય છે. જેમાં કેટલાક બાળકોનુ ટેલેન્ટ જોઈને લોકો પણ આશ્વયમાં મુકાઈ જતા હોય છે. તાજેતરમાં આવો જ એક  કચ્છની દિકરીનો વીડિયો એક સોશિયલ મીડિયા પર છવાયો છે. આ વીડિયોમાં ખેતરમાં એક છોકરી ક્રિકેટથી ચોગા-છક્કા મારતી જોવા મળે છે.

જુઓ વીડિયો

સુર્ય કુમાર યાદવની સ્ટાઈલમાં ક્રિકેટ !

ભારતીય ક્રિકેટર સુર્ય કુમાર યાદવની સ્ટાઈલમાં ક્રિકેટ રમતી આ દિકરીને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. સાંસદ પી પી ચૌધરી, bcci અધ્યક્ષ જય શાહ અને ક્રિકેટર સચિન પણ આ વીડિયોને શેર કરતા રહી શક્યો નહી.સચિન તેંડુલકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં દિકરી ખેતરની આસપાસ ક્રિકેટની રમતમાં શોટ્સ લેતી જોવા મળી રહી છે.સચિન તેંડુલકરે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘હરાજી ગઈકાલે થઈ અને આજથી જ મેચની શરૂઆત થઈ ગઈ……

યુઝર્સ કચ્છની દિકરીની કરી રહ્યા છે પ્રશંશા

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ  થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા  સાથે શેર કરી રહ્યા છે અને છોકરીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">