JAMNAGAR : અંબાણી પરિવારે કેમ મુંબઇ છોડયું ? એક મહિનાથી રિલાયન્સ ટાઉનશીપમાં વસવાટ

JAMNAGAR : રિલાયન્સ કંપનીના ચેરમેન MUKESH AMBANI અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી MUMBAI છોડીને JAMNAGARમાં છે. અંબાણી પરિવાર જામનગર પાસે આવેલી તેમની Reliance ટાઉનશિપમાં રહી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

JAMNAGAR : અંબાણી પરિવારે કેમ મુંબઇ છોડયું ? એક મહિનાથી રિલાયન્સ ટાઉનશીપમાં વસવાટ
અંબાણી પરિવાર
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 12:56 PM

JAMNAGAR : રિલાયન્સ કંપનીના ચેરમેન MUKESH AMBANI અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી MUMBAI છોડીને JAMNAGARમાં છે. અંબાણી પરિવાર જામનગર પાસે આવેલી તેમની Reliance ટાઉનશિપમાં રહી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Reliance ટાઉનશિપની સિક્યોરિટી વધારાઈ

JAMNAGARમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા TMC બંગલોઝની બાજુમાં તેમનું ભવ્ય નિવાસસ્થાન છે. જ્યાં આ AMBANI પરિવાર રહેતો હોવાનું સૂત્રો કહે છે. જોકે આ વાતને Reliance ગ્રુપ દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે Reliance ટાઉનશિપમાં સિક્યોરિટી વધારી દેવાઈ છે. જેના પરથી ચોક્કસપણે AMBANI પરિવાર જામનગરમાં હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. જોકે આટલા લાંબા સમયથી MUMBAI છોડીને અહીં રહેવા પાછળનાં કારણો વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

MUMBAI છોડવાનું કારણ હજું અકબંધ

MUMBAIમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી CAR મળ્યા બાદ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ એપીઆઈ Sachin Vazeની ધરપકડ કરી છે. ત્યાર બાદ રોજેરોજ નવા વળાંકો આવી રહ્યા છે. અંબાણી પરિવાર એક મહિનાથી JAMNAGARમાં હોવા પાછળ પણ આ-જ પ્રકરણ કારણભૂત હોવાનું મનાય છે.

જોકે બીજી તરફ MUMBAIમાં કોરોનાના વધતા કેસોને પગલે AMBANI પરિવાર જામનગરમાં આવી ગયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જોકે સત્તાવાર સૂત્રોએ અંબાણી પરિવાર આટલા લાંબા સમયથી જામનગર શા માટે રહી રહ્યો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતાં તેમના જામનગરના વસવાટ અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

શું છે એન્ટિલિયાની બહાર વિસ્ફોટકનો મામલો? 25 ફેબ્રુઆરીએ દક્ષિણ MUMBAIના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો CAR ઊભેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાતે 1 વાગ્યે આ CAR એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે એ પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટીનની સ્ટિક્સ મળી હતી. 5 માર્ચે સ્કોર્પિયો CARના માલિક મનસુખ હિરેનનું શબ મળ્યું હતું. .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">