AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Iran Israel Us Warની અસર, પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ? ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ! જુઓ Video

રાજકોટમાં કેટલાક પેટ્રોલ પંપ ઇંધણના અપૂરતા પુરવઠાને કારણે બંધ કરાયા છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. પેટ્રોલ-ડિઝલ ડીલર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી છે, જેમાં સપ્લાય નિયમિત કરવા અને અછત દૂર કરવા ચર્ચા થશે. લોકોમાં ભયનો માહોલ છે.

Breaking News : Iran Israel Us Warની અસર, પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ?  ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ! જુઓ Video
iran israel war breaking news panic over petrol diesel crisis rumors in rajkot gujarat
| Updated on: Mar 23, 2026 | 10:02 AM
Share

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વૈશ્વિક અસર હવે સ્થાનિક સ્તરે, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં, ઇંધણના પુરવઠા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક પેટ્રોલ પંપ ઇંધણના અપૂરતા પુરવઠાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. પુરવઠાની અછતને કારણે પેટ્રોલ પંપ સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે તેમણે પંપ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને

પેટ્રોલ-ડિઝલ ડીલર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠક રાજકોટના રેસકોર્સ ખાતે આવેલી IOC (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન)ની ઓફિસ ખાતે સવારે 10:30 વાગ્યે યોજાશે. આ બેઠકમાં પેટ્રોલની અછત અને પુરવઠાને નિયમિત કરવા માટે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડિઝલ એસોસિએશનના હોદ્દેદારો અને એસોસિએશન સાથે જોડાયેલા પેટ્રોલ પંપ સંચાલકો આ બેઠકમાં હાજર રહેશે.

ઇંધણનો પુરવઠો પૂરતો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે

સવાલ એ ઊભો થાય છે કે એક તરફ સરકાર દ્વારા ઇંધણનો પુરવઠો પૂરતો હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં IOC ના મુખ્યત્વે પેટ્રોલ પંપ બંધ થવાના સમાચારો સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ સરકારના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે દર્શાવે છે. ગઈકાલ રાતથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ન હોવાને કારણે પંપ બંધ કરવાની નોબત આવી છે. યુદ્ધની સ્થિતિની અસર હવે ગેસ બાદ પેટ્રોલ અને ડિઝલ પર પણ વર્તાતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

રાજકોટ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ બંધ થયાના અહેવાલો છે

પેટ્રોલ અને ડિઝલ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની અછતને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ બંધ થયાના અહેવાલો છે, જેનાથી સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. તાત્કાલિક બેઠકમાં આગામી દિવસોમાં ઇંધણનો પુરવઠો કેવી રીતે પર્યાપ્ત કરી શકાય અને આગળની સ્થિતિને કેવી રીતે સંભાળી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે આ કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તે અંગે પુરવઠા વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને તેઓ શું માહિતી આપે છે, જેથી લોકોની ચિંતા દૂર થાય અને ઇંધણનો પુરવઠો પૂર્વવત બની શકે

Input Credit : Mohit Bhatt

Breaking News : ‘યાત્રી ગણ કૃપા ધ્યાન દે’, રાતોરાત બંધ થશે રેલવેની મુખ્ય સેવાઓ! ટિકિટ બુકિંગથી લઈને PNR સુધી બધું બંધ! જાણો કારણ. આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
g clip-path="url(#clip0_868_265)">