Ahmedabad : પાલનપુરમાં કરોડોની લૂંટના કેસમાં વેપારીને મારી નાખવાની ધમકી મળી, કેસમાંથી એક આરોપીનું નામ હટાવવા માટે આપી ધમકી
પાલનપુરમાં સાડા ત્રણ કરોડની લૂંટ કેસમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે લૂંટના આરોપીઓને પકડ્યા બાદ વેપારીને ફોનથી મળી ધમકી આપી હતી. એક આરોપીનું નામ હટાવી લેવા માટે ફોન કરીને ધમકી આપવામાં આવી હતી.જોધપુર ગામમાં રહેતા હેનરી શાહ સીજી રોડ પર સુપર મોલમાં ઋષભ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત તા.5મીએ ડીસા પાલનપુર હાઇવે પર ચડોતર પાસે તેમની દુકાનના કર્મચારી અશોક દેસાઇ, પ્રકાશ પરમાર અને જગદીશ દેસાઇ ગાડી લઇને આવતા હતા.
Robbery case : પાલનપુરમાં સાડા ત્રણ કરોડની લૂંટ કેસમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે લૂંટના આરોપીઓને પકડ્યા બાદ વેપારીને ફોનથી મળી ધમકી આપી હતી. એક આરોપીનું નામ હટાવી લેવા માટે ફોન કરીને ધમકી આપવામાં આવી હતી.
જોધપુર ગામમાં રહેતા હેનરી શાહ સીજી રોડ પર સુપર મોલમાં ઋષભ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત તા.5મીએ ડીસા પાલનપુર હાઇવે પર ચડોતર પાસે તેમની દુકાનના કર્મચારી અશોક દેસાઇ, પ્રકાશ પરમાર અને જગદીશ દેસાઇ ગાડી લઇને આવતા હતા. ત્યારે તેમના સવા ત્રણ કરોડના સોનાના દાગીનાની લૂંટ થતાં પાલનપુર તાલુકા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad: ગુરુ શિષ્યના સંબંધો ફરી થયા શર્મસાર, લંપટ શિક્ષકે 12માં ધોરણની વિદ્યાર્થિની સાથે કરી છેડતી
ત્યારે બનાવના બે દિવસ બાદ જન્માષ્ટમીના દિવસે હેનરીભાઇ ઘરે હતા ત્યારે તેઓને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે “હું બીટુ અશોકભાઇ વાઘેલા બોલું છું, તમારી લુંટના આરોપી રમેશ શંકર ગોહિલ પકડાયા છે તે નિર્દોષ છે. તેમનું નામ ફરિયાદમાંથી હટાવડાવી દેજો નહિતર પરિણામ ભોગવવાની તૈયારી રાખજો”. જેથી હેનરીભાઇએ જણાવ્યુ કે તેઓએ કોઇ નામ લખાવ્યા નથી તે આરોપીઓને તો પોલીસે પકડ્યા હોવાથી જે રજૂઆત હોય તે પાલનપુર પોલીસ સ્ટેશન જઇને કરો.
આરોપીનું નામ હટાવી લેવા માટે ફોન કરીને ધમકી આપી
જેથી ફોન કરનાર શખ્સે રોષે ભરાઇને “હું વાવનો બિટુ વાઘેલા બોલુ છું તું મને નહિ ઓળખતો હોય” તેમ કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાદમાં રમેશ શંકર ગોહિલનું નામ નહિ કઢાવે તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.
બાદમાં આ શખ્સે ફરી મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. આ શખ્સે મેસેજમાં કહ્યુ કે રમેશ ગોહિલને પૂરી વાતની ખબર ન હતી અને અંદર ઇન્વોલ્વ થઇ ગયા, જેમનો ગુનો માત્ર સાથે રહ્યા એટલો છે. જો તેમને આ ગુનામાંથી બહાર કાઢવાની ઇચ્છા ના હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો, તું કેટલા દિવસ શાંતિથી કાઢે છે કહીને તમે પ્રેમને લાયક નથી, પહેલી વાર કોઇને માફ કરવા ના માંગતો હોય અને સજા કરાવવાનો શોખ હોય તો કરાય, તું તારી જીંદગીની મોટી ભૂલ કરે છે અને એની સજા હું પોતે આપીશ કહીને ધમકી આપી હતી.
આટલું જ નહિ આ શખ્સે દુશ્મનીનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે, લાંબુ પહોળુ વિચારીને નિર્ણય લેજો, આ અશોક મોચીનું લોહી બિટ્ટુ મોચી બોલે છે પારખા કરવાનો શોખ હોય તો મને અંદર નખાય એટલે ખબર પડે તેવા મેસેજ કર્યા હતા. જેથી આ મામલે હવે હેનરી ભાઇએ આનંદનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.