ગુજરાતમાં આ દિવસ પછી સ્ટેમ્પ પેપર એક ઈતિહાસ બની જશે, સરકાર દ્વારા રજૂ E-Stampના ફાયદા જાણો
સ્ટેમ્પ પેપરની સંગ્રહખોરી દ્વારા નાગરિકો પાસેથી સ્ટેમ્પની વધુ રકમ વસૂલતા વેન્ડરો હવે આવું કરી શકેશે નહીં. ઓક્ટોબર મહિનાથી રાજ્ય સરકાર દ્વારા રજૂ ઈ-સ્ટેમ્પિંગ અમલમાં આવી જશે. અને આ સાથે સ્ટેમ્પ પેપર એક ઈતિહાસ બની જશે. આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસ-NCPના ગઠબંધન નહીં, રાધનપુર બેઠક પર પેટાચૂંટણી માટે NCPના ઉમેદવાર જાહેર Web Stories View more Garlic […]

સ્ટેમ્પ પેપરની સંગ્રહખોરી દ્વારા નાગરિકો પાસેથી સ્ટેમ્પની વધુ રકમ વસૂલતા વેન્ડરો હવે આવું કરી શકેશે નહીં. ઓક્ટોબર મહિનાથી રાજ્ય સરકાર દ્વારા રજૂ ઈ-સ્ટેમ્પિંગ અમલમાં આવી જશે. અને આ સાથે સ્ટેમ્પ પેપર એક ઈતિહાસ બની જશે.
ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ દ્વારા 1 ઓક્ટોબરથી ઈ-સ્ટેમ્પિંગ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી 30 સપ્ટેમ્બર પછી સ્ટેમ્પ પેપરના સ્વરૂપમાં અમાન્ય ગણાશે. સ્ટેમ્પ પેપરનો ઉપયોગ મકાન, જમીન જેવી સ્થાવર મિલક્તોના વેચાણ-ખરીદી તબદીલી, ગીરોખત તેમજ કરાર, સોગંદનામું, લોન તેમજ જામીનગીરી માટે થાય છે. ઈ-સ્ટેમ્પિંગ અમલમાં આવતા 30 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં તમામ વેન્ડરોએ પોતાની પાસે રહેલા સ્ટેમ્પ પેપરને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જમા કરાવવાના રહેશે. જેનું રિફંડ તેમને નિયમ પ્રમાણે મળી જશે. જો કે ઈ-સ્ટેમ્પિંગ અમલમાં આવતા નાગરિકો સાથે થતી છેતરપિંડીની ફરિયાદો ઓછી થઈ જશે.
ગુજરાત સરકારની તિજોરીમાં અત્યારે 350 કરોડ રૂપિયાના સ્ટેમ્પ પેપર પડ્યા છે. જે હવે ઈતિહાસ બની જશે. સ્ટેમ્પ વેન્ડરો પાસે એક અંદાજ પ્રમાણે 70 કરોડના સ્ટેમ્પ પડ્યા છે. જે 30 સપ્ટેમ્બર સુધીમાં સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જમા કરાવવા પડશે. જો કે વેન્ડરોને સ્ટેમ્પ તો કચેરીમાં જમા કરાવી દેશે પણ વેન્ડર્સને સ્ટેમ્પ માટેનું રિફંડ સમયસર મળશે કે કેમ તેની ચિંતા મનમાં છે.
સ્ટેમ્પ પેપર બંધ થતા નાગરિકોને ઈ-સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઈ-સ્ટેમ્પિંગના અલગ-અલગ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. એ સિવાય શિડ્યૂલ બેંકો તેમજ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ, એકમો તેમજ પોસ્ટ ઓફિસમાંથી ઈ-સ્ટેમ્પિંગ સરળતાથી મેળવી શકાશે. ઈ-સ્ટેમ્પિંગ અમલમાં આવતા જ દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનશે. તેમજ સ્ટેમ્પ સર્ટીફિકેટની છેતરપિંડી કે ડુપ્લીકેશનનો કોઈ અવકાશ રહેશે નહીં.