5 જૂનના મહત્વના સમાચાર : સુમુલ ડેરીએ દૂધ ખરીદના ભાવમાં કર્યો વધારો, ગાયના દૂઘમાં કિલોફેટે 15, ભેંસના દૂધમાં કિલોફેટે 20નો કર્યો વધારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 10:50 PM

આજે 5 June 2024ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

5 જૂનના મહત્વના સમાચાર : સુમુલ ડેરીએ દૂધ ખરીદના ભાવમાં કર્યો વધારો, ગાયના દૂઘમાં કિલોફેટે 15, ભેંસના દૂધમાં કિલોફેટે 20નો કર્યો વધારો

લોકસભા ચૂંટણીના પરિણામમાં એનડીએને ફરી બહુમતી મળી. PM મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. ઓડિશામાં પહેલીવાર ભાજપના CM બનશે. ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર પર પ્રચંડ પ્રહાર માટે PM મોદી કટીબદ્ધ છે. તેમણે કહ્યુ, આ વિકસિત ભારતના પ્રણની જીત છે, દેશ હવે મોટા નિર્ણય લેશે. યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 36 બેઠકો જીતી છે.  ગુજરાતમાં ભાજપનો 25 સીટ પર કબજો, પણ તમામ સીટો જીતવાનું સપનું રોળાયું. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બાજી મારી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jun 2024 07:58 PM (IST)

    અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આ દિવસે રદ રહેશે

    ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર પિંડવારા-બનાસ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 742 કિમી 557/8-9 પર આરસીસી બૉક્સ લોન્ચિંગ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

    1. 7 અને 8 જૂન 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે. 2. 6 અને 7 જૂન 2024 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • 05 Jun 2024 06:47 PM (IST)

    સુમુલ ડેરીએ દૂધ ખરીદના ભાવમાં કર્યો વધારો, ગાયના દૂઘમાં કિલોફેટે 15, ભેંસના દૂધમાં કિલોફેટે 20નો કર્યો વધારો

    સુમુલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદાતા દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભેંસના દૂધમાં કિલોફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયા હતા જે વધારે 850 રૂપિયા કરવામાં આવ્યા છે. ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારી 810 રૂપિયા કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના આ નિર્ણયને પગલે, સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને ફાયદો થશે.

  • 05 Jun 2024 04:48 PM (IST)

    અંકલેશ્વર જીઆઇડીસીમાં લાગી આગ

    અંકલેશ્વર જીઆઇડીસી ભીષણ આગ લાગી છે. ખ્વાજા ચોકડી નજીક આવેલ કલર બનાવતી સ્ટાર્ક કલર કંપનીમાં આગ લાગી છે. આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા હતી. 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

  • 05 Jun 2024 03:15 PM (IST)

    રાજકોટ TRP ગેમ ઝોન કાયમી સ્ટ્રકચર ગણીને પગલા લેવા સરકારે હાઈકોર્ટમાં કર્યું સોગંદનામુ

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યુ છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટીસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે. જાણો હાઈકોર્ટમાં સરકારે કરેલ સોગંદનામાના મુખ્ય મુદ્દાઓ.

    • રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કર્યું સોગંદનામુ
    • ગૃહ વિભાગનાં જોઇન્ટ સેક્રેટરી એ વિગતવાર એફિડેવિટ કોર્ટમાં કર્યું રજૂ
    • TRP ગેમ ઝોનમાં આગ બાદ એક્શન ટેકન રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં કર્યો રજૂ
    • આગ દુર્ઘટનામાં 27 મોત થયા હોવાની જાણ કોર્ટને કરાઈ
    • ઘટના સંદર્ભે 05:43 કોલ મળ્યા બાદ 5:48 એ કામગીરી શરૂ કરી દીધી હોવાનો સરકારનો દાવો
    • 70-80 સ્ટાફ ઉપરાંત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઘરના સ્થળે મોકલ્યા હોવાની સરકારની રજૂઆત
    • શરૂઆતમાં એમ લાગતું હતું કે 28 મૃતદેહો મળ્યા છે પરંતુ DNA ટેસ્ટ બાદ 27 નાં મોતની જાણકારી મળી: સરકાર
    • ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ
    • સરકારે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક SIT નું ગઠન કર્યું અને 72 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો
    • દુર્ઘટનામાં મૃતકોને રાજ્ય અને કેન્દ્ર સરકારે વળતર ચૂકવ્યા હોવાની જાણ પણ કોર્ટના રેકોર્ડ પર મુકાઈ
    • ઘટનામાં નોંધાયેલ ફરિયાદ બાદથી અશોક સિંહ જાડેજા હજુ પકડથી દૂર, લુક આઉટ નોટિસ જાહેર, જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મોત
    • રાજ્ય સરકારે ઘટના બાદ તમામ જગ્યાઓ પર કડક કામગીરી માટેની સૂચના આપી
    • DM, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે આપી સૂચના
    • ટેમ્પરરી સ્ટ્રક્ચર અને કાયમી સ્ટ્રક્ચરના વિવાદ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કબૂલાત
    • ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે, અને તે મુજબ જ કાર્યવાહી થશે: રાજ્ય સરકાર
    • રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર્યું કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી.
    • આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે
  • 05 Jun 2024 02:56 PM (IST)

    રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો

    રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. SITએ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો. પોલીસ, RMC, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો SITના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યુ. ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી  સામે આવી. 3 વર્ષથી ગેમઝોન ચાલતુ હોવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ઉલ્લેખ છે.

  • 05 Jun 2024 02:40 PM (IST)

    સુરત : લૂંટ કરનાર બે આરોપીની પોલીસે કરી ધરપકડ

    સુરત: કામ માટે બોલાવી યુવકને મારી પૈસા પડાવી લેવાના કેસમાં લૂંટ કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી. જાહેરાતમાં નંબર જોઈ કામકાજ માટે લોકોને બોલાવતા. આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાયા છે. એક આરોપી ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલો છે. એક આરોપી જામીન પર બહાર હોવા છતા કારસ્તાન આચર્યુ. બનેની પૂછપરછ માં અન્ય ખુલાસા થાય તેવી શકયતા છે.

  • 05 Jun 2024 01:39 PM (IST)

    હવામાન વિભાગનીઆગામી 7 દિવસ વરસાદની આગાહી

    હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 5 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદર નગર હવેલી, દાહોદમાં વરસાદ પડી શકે છે. 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદ પડશે. 8 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આંનદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડશે. 9 જૂન 11 જૂન સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે.

  • 05 Jun 2024 11:55 AM (IST)

    સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત

    સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ અસર જોવા ન મળી, સૌરાષ્ટ્રની સીટો પર પાટીદારો ભાજપ સાથે રહ્યા. રાજકોટ,અમરેલી અને પોરબંદરમાં ભાજપને મોટી જીત મળી. જામનગર અને જુનાગઢમાં ભાજપને જીત મળી.સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીના નામે લોકોએ ભાજપને મત આપ્યા.

  • 05 Jun 2024 11:39 AM (IST)

    સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત

    સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ક્ષત્રિય આંદોલનની સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ અસર જોવા ન મળી. સૌરાષ્ટ્રની સીટો પર પાટીદારો ભાજપ સાથે રહ્યા. રાજકોટ,અમરેલી અને પોરબંદરમાં ભાજપને મોટી જીત મળી છે. જામનગર અને જુનાગઢમાં ભાજપને જીત મળી છે. સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીના નામે લોકોએ ભાજપને મત આપ્યા.

  • 05 Jun 2024 11:31 AM (IST)

    ATSએ ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો કોકેઈન જપ્ત કર્યુ

    કચ્છ: બિનવારસી હાલતમાં ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. ATSએ SOG અને પોલીસની મદદથી કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો. તપાસ ટીમે ડ્રોન દ્વારા વિસ્તારમાં સર્ચ કર્યું. અગાઉ 2023માં આજ વિસ્તારમાંથી 800 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.

  • 05 Jun 2024 11:16 AM (IST)

    મોરબી: બાપા સીતારામ ચોકમાં વોકળામાં ડમ્પર ઘુસી ગયું

    મોરબી: બાપા સીતારામ ચોકમાં વોકળામાં ડમ્પર ઘુસી ગયું. બે મોપેડ ચાલક યુવતિઓ પર કપચી ભરેલુ ડમ્પર પડ્યુ હતુ. જો કે મોપેડ ચાલક બે યુવતિઓનો આબાદ બચાવ થયો છે. વોકળા પરથી પસાર થતા અચાનક ડમ્પર અંદર ધસી ગયો હતો.

  • 05 Jun 2024 10:29 AM (IST)

    સુરત: નકલી ઇનો, હેર રીમુવલ ક્રીમ વીટ અને અગરબત્તીનો જથ્થો પકડાયો

    સુરત: અસલીના નામે નકલીનો ખેલ યથાવત્ છે. નકલી ઇનો, હેર રીમુવલ ક્રીમ વીટ અને અગરબત્તીનો જથ્થો પકડાયો છે. નવી પારડી અને ઘલુડીથી નકલી સામાન પકડાયો છે. પોલીસે રૂ.10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 લોકોને પકડ્યા છે. નવી પારડી ગામની ઇન્ડસ્ટ્રીઝમાં નકલી પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. ઘલુડી ગામે બોક્સ પેક કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

  • 05 Jun 2024 09:16 AM (IST)

    સુરત શહેરમાં વરસાદી વાતાવરણ

    સુરત શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યો છે. વેડ રોડ,રિંગ રોડ,કતારગામ,વિસ્તારમાં વરસાદના અમી છાંટા પડ્યા છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદી છાંટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.

  • 05 Jun 2024 09:08 AM (IST)

    બનાસકાંઠા: બેફામ કારચાલકે લીધો બે બાળકનો ભોગ

    બનાસકાંઠામાં બેફામ કારચાલકે  બે બાળકનો ભોગ લીધો છે. પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં બાળકો રમતા હતા. કારચાલ બાળકોને અડફેટે લેતા બેના મોત થયા છે અને એક કિશોરી  ઘાયલ થઇ છે. એક બાળકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત થયુ છે. ઘાયલ કિશોરીને પાલનપુર સારવાર અર્થે ખસેડાઇ છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

  • 05 Jun 2024 09:00 AM (IST)

    અમદાવાદ : 17 પશુઓને કતલખાને લઇ જતા બે આરોપી ઝડપાયા

    અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 17 પશુઓને કતલખાને લઇ જતા બે આરોપી ઝડપાયા છે. શહેરના કાસમપુરા નાકા પાસેથી આઇસરમાં ભરીને લઇ જતા ઝડપાયા છે. વિરમગામ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન  કાર્યવાહી કરી. રૂ. 85 હજારના 17 પશુઓ અને આઇસર સહિત કુલ 8.20 લાખનો મુદામાલ કબ્જે કરાયો. પોલીસે સરફરાજ ખાન અને સાહિલ વોરા સામે ગુનો નોંધ્યો. પોલીસે પશુઓને વીરપુર પાંજરાપોળ મોકલી આપ્યા.

  • 05 Jun 2024 08:54 AM (IST)

    NDA આજે ​​સરકારનો દાવો રજૂ કરી શકે છે

    NDA આજે ​​સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. એનડીએને 292 બેઠકો મળી છે જ્યારે ભારતને 234 બેઠકો મળી છે.

  • 05 Jun 2024 08:46 AM (IST)

    નવસારી : ગણદેવી બીલીમોરાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદ થયો છે. ગણદેવી બીલીમોરાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. ગ

  • 05 Jun 2024 07:27 AM (IST)

    પૂનમ માડમ જીત બાદ દ્વારકા મંદિર પહોંચ્યા

    જામનગરનાં લોકસભા પરિણામો બાદ ભાજપનાં વિજયી ઉમેદવાર પૂનમ માડમ દ્વારકા પહોંચ્યા હતા. તેમણે દ્વારકા જગત મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તરત જ તે જગત મંદિરે પહોંચ્યા હતા અને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ સાથે ધૂન કરી હતી.

Published On - Jun 05,2024 7:22 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">