15 મેના મહત્વના સમાચાર : સુરેન્દ્રનગરમાં ફુંકાયેલા ભારે પવનથી નાના મોટા 10 થી વધુ હોર્ડિંગ્સ તૂટી પડ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2024 | 10:07 PM

આજે 15મે 2024ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

15 મેના મહત્વના સમાચાર : સુરેન્દ્રનગરમાં ફુંકાયેલા ભારે પવનથી નાના મોટા 10 થી વધુ હોર્ડિંગ્સ તૂટી પડ્યા

ચાર ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચાર દિવસમાં જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુંઓએ દર્શન કર્યા. 23 લાખ લોકોએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું છે.  ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી નાગરિકોની સહાય માટે રાજ્ય સરકાર એલર્ટ છે. CMએ મુખ્ય સચિવને ત્વરિત પગલાં લેવા આદેશ આપ્યા છે. પોઈચા નર્મદામાં નદીમાં નહાવા પડેલા 7 લોકો ડૂબ્યા છે. એક યુવાનને બચાવી લેવાયો છે. ડૂબનારા 4 એક જ પરિવારના સભ્યો હતા. તમામ એક જ સોસાયટીના રહીશો હતા.  ખેતરમાં ઉભો પાક અને APMCમાં જણસ પલળી જતાં લાખોનું નુકસાન થયુ છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે નુકસાન થયું છે ત્યાં સરવેની  સૂચના આપી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 15 May 2024 10:06 PM (IST)

  નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ

  નીરજ ચોપરાએ ફરી એકવાર અજાયબી કરી છે અને જેવલિન થ્રોમાં ગોલ્ડ જીત્યો છે. ફેડરેશન કપમાં તેણે મેન્સ કેટેગરીમાં 82.27 મીટર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 • 15 May 2024 07:01 PM (IST)

  અમરેલીના લાઠીમાં કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ, નાના ભંડારીયાની સ્થાનિક નદીમાં આવ્યું પૂર

  અમરેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. નાના ભંડારીયા, મોટી કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નાના ભંડારીયાની સ્થાનિક નદીમાં આવ્યું પૂર આવ્યું હતું. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે.

  લાઠી ગામે પણ વરસાદના સમાચાર સામે આવ્યા છે. વીજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ચાવંડ, મતીરાળા, ટોડા, જરખીયા  સહિતના ગામડાઓ પણ વરસાદ વરસ્યો છે.

 • 15 May 2024 06:59 PM (IST)

  યાત્રાધામ વીરપુર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ

  રાજકોટમાં જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે. યાત્રાધામ વીરપુર, અમરનગર સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

 • 15 May 2024 06:35 PM (IST)

  EDએ ઝારખંડના મંત્રી આલમગીર આલમની ધરપકડ કરી છે

  EDએ ઝારખંડના મંત્રી આલમગીર આલમની ધરપકડ કરી છે. તાજેતરમાં જ EDએ તેમને નોટિસ પાઠવી હતી અને ઝારખંડમાં મળી આવેલી કરોડો રુપિયાના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. આલમગીરના સેક્રેટરીના નોકરના ઘરમાંથી કરોડોની રોકડ મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 • 15 May 2024 06:18 PM (IST)

  ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન

  ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે. ડૉ. કમલા બેનીવાલ રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન પણ હતા. તેઓ 7 વખતના ધારાસભ્યપદે રહ્યાં હતા.

 • 15 May 2024 05:56 PM (IST)

  અમરેલીના બાબરામાં અગાશીએ ખાટલો લેવા ગયેલ મહિલા પર વીજળી પડી

  અમરેલીના બાબરામાં જીવનપરા વિસ્તારમાં મહિલા પર વીજળી પડતા ગંભીર રીતે ઘાયલ થયા છે. એકાએક વરસાદ વરસતા, અગાશી પર પડેલો ખાટલો લેવા જતા શીતલબેન રાખોલીયા પર વીજળી પડી હતી. વીજળી પડવાને કારણે શીતલબેનના મોઢાના તેમજ ગળાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. ગંભીર ઈજાઓ થતા તેમને પ્રથમ બાબરા અને ત્યારબાદ આટકોટ ખાતે વધુ સારવાર માટે રિફર કરાયા છે.

 • 15 May 2024 05:52 PM (IST)

  કચ્છના નખત્રાણામાં કરા સાથે વરસાદ પડ્યો, ઠેર ઠેર ભરાયા પાણી

  કચ્છના નખત્રાણામાં કરા સાથે વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણા, સાંગનારા સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર આવ્યા છે. નખત્રાણામાં પડેલા તોફાની વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે.

 • 15 May 2024 04:59 PM (IST)

  પોઇચાની નર્મદા નદીમાં ગરકાવ થયેલા સાત પૈકી વધુ એકનો મૃતદેહ 6 કિમી દૂરથી મળ્યો

  સુરતના 7 લોકો નર્મદા જિલ્લામાં આવેલ પોઇચા સ્થિત નર્મદા નદીમાં ગઈકાલે ગરકાવ થયા હતા. નર્મદા નદીમાં ડૂબેલા સાત વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે ઘટનાસ્થળથી 6 કિલોમીટર દૂર પુલ પાસેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે પણ એક મૃતદેહ મળી આવ્યો હતો. હજુ પણ ડૂબેલા પાંચ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

 • 15 May 2024 04:49 PM (IST)

  પોરબંદરના બરડામાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતા એકનુ મોત

  પોરબંદરના બરડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બરડાના શિશલી ગામે બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ પર પર વીજળી પડતા, તેમનુ  મોત થયું છે. અસહ્ય ગરમી અને ભારે બફારા વચ્ચે અચાનક જ ગ્રામ્ય પંથકમા માવઠું થયું છે. બરડાના રોઝડા, બખરલા, કાટવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ઉનાળુ મોસમ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બરડાના શિશલી ગામે બાલુભાઈ કારાભાઈ ઓડેદરા ઉપર પર વીજળી પડતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયું હતું.

 • 15 May 2024 04:46 PM (IST)

  અમરેલીઃ બાબરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

  અમરેલી જિલ્લાના બાબરા અને આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર અમરેલીના બાબરામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે,  જીનિંગ મિલમાં ખુલ્લામાં પડેલી કપાસ પલળી ગઈ છે. તો બીજી બાજુ ખેતરોમાં ઉભા તલ, મગ, બાજરી જેવા પાકોને પણ નુકસાની ભીતિ સેવવામાં આવી રહી છે. બાબરા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી છે.

 • 15 May 2024 03:33 PM (IST)

  પહેલા કાશ્મીરમાં પથ્થરમારો થતો હતો, હવે PoKમાં થાય છેઃ અમિત શાહ

  પશ્ચિમ બંગાળના હુગલીમાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ કહેતી હતી કે કલમ 370 હટવી ન જોઈએ. મેં પૂછ્યું તો તેણે કહ્યું કે લોહીની નદીઓ વહેશે. 5 વર્ષ થઈ ગયા અને કાશ્મીરમાં પથ્થર ફેંકવાની કોઈની હિંમત નથી. પહેલા અહીં પથ્થરમારો થતો હતો, હવે PoKમાં થાય છે.

 • 15 May 2024 03:27 PM (IST)

  ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ, 13 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે

  ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થવા પામી છે. આ વર્ષે સેમી કંડક્ટર બનાવતી કંપનીઓ ગુજરાતમાં આવતા EC અને ICT કોર્સમાં ધસારાની શક્યતા વધુ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઈટી અને ક્મ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ છે. આગામી 13 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે ડિપ્લોમા એન્જનિયિરિંગની કુલ 68 હજાર બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં 107 સેલ્ફ ફાયનાન્સ, 5 ગ્રાન્ટેડ અને 31 સરકારી પોલીટેકનીક એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી થશે. 80% સીટો ભરાવવાનો કમિટીનો અંદાજ છે. ગત વર્ષે થયેલ 47000 રજીસ્ટ્રેશન સામે 80 હજારથી વધુ રજીટ્રેશનનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ધોરણ 10નું ઊંચું પરિણામ આવતા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વધુ વિદ્યાર્થીઓ મળવાની શક્યતા છે.

 • 15 May 2024 03:01 PM (IST)

  અંબાજીમાં કડાકા અને ભડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ

  બનાસકાંઠાના અંબાજી ખાતે આજે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉતર ગુજરાતના અંબાજી ખાતે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જેના પગલે, ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી. સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસતા, ઉનાળુ બાજરીને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 • 15 May 2024 02:53 PM (IST)

  સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે PGVCL કચેરી ખાતે નવા ગામ ઘેડના રહીશોએ કર્યો વિરોધ

  જામનગરમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે, નવા ગામ ઘેડના રહીશો એવા સ્થાનિકોએ PGVCL કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને સ્માર્ટ વીજ મીટર લગાવવાના મુદ્દે  વિરોધ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, સ્માર્ટ વીજ મીટર માટે જે તે વ્યક્તિ પાસે એન્ડ્રોઇડનો સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અભણ અને ટેકનોલોજીથી જ્ઞાત ના હોવાને કારણે સમસ્યા સર્જાશે. PGVCL કચેરી ખાતે સ્થાનિક મહિલા નગરસેવિકાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

 • 15 May 2024 02:28 PM (IST)

  રાજકોટ: બજારમાં મળતા બરફ લેતા પહેલા સાવધાન

  રાજકોટ: બજારમાં મળતા બરફ લેતા પહેલા સાવધાન થઇ જજો. બરફ બનાવતી 5 ફેકટરીને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે.4 ફેકટરી પાસે બરફ બનાવવાનું લાઇસન્સ નથી. બરફ બનાવવામાં આવતી જગ્યામાં સાફસફાઇનો અભાવ હોવાથી કાર્યવાહી કરવામાં આવી. લાભ,મહાદેવ,નવદુર્ગા,નૂતન સૌરાષ્ટ્ર અને ક્રિષ્ના આઇસ ફેકટરીને નોટિસ આપવામાં આવી.

 • 15 May 2024 02:10 PM (IST)

  હવામાન વિભાગની વરસાદ અને હીટવેવની અગાહી

  હવામાન વિભાગે વરસાદ અને હીટવેવને લઇને અલગ અલગ આગાહી કરી છે. આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુરમાં થન્ડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. તો આગામી 3 દિવસ હીટવેવની આગાહી છે. વલસાડ, સુરત હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગરમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલે કચ્છમાં પણ હીટવેવની આગાહી છે.

 • 15 May 2024 01:56 PM (IST)

  નાફેડના ડિરેક્ટર પદની ચૂંટણી બિનહરીફ, મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા

  નાફેડના ડિરેક્ટર પદની ચૂંટણી બિનહરીફ થઇ છે. મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ બન્યા છે. સહકારી આગેવાનોની મધ્યસ્થી કરતા તેઓ બિનહરીફ ચુંટાયા છે.

 • 15 May 2024 01:26 PM (IST)

  વડોદરાઃ MLA મનીષા વકીલના નામે ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવાયું

  વડોદરાઃ MLA મનીષા વકીલના નામે ફેક ફેસબૂક એકાઉન્ટ બન્યુ છે. મનીષા વકીલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યુ છે કે ફેક ફેસબૂક એકાઉન્ટથી કોઈપણ મેસેજ આવે તો રિસ્પોન્સ આપવો નહીં. ફેક એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરવાની ધારાસભ્યએ અપીલ કરી છે.

 • 15 May 2024 01:22 PM (IST)

  કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન

  કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. સવારે 9.28 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારની રાણી માતા છેલ્લા કેટલાક દિવસોથી એઈમ્સમાં વેન્ટિલેટર પર હતા.

 • 15 May 2024 01:11 PM (IST)

  રાજકોટમાં ડિલાઈટ આઈસ્ક્રીમમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

  ગરમીમાં રાહત મેળવવા બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો. વેપારીઓ વધુ કમાઈ લેવાની લાલચે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. રાજકોટમાં આવા જ લેભાગુ વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે. આરોગ્ય વિભાગે ઠેર ઠેર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. જેમાં મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઈટ આઈસ્ક્રીમમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને તપાસ દરમિયાન લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો છે. આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

 • 15 May 2024 12:16 PM (IST)

  નર્મદાઃ પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ ચાલુ

  નર્મદાઃ પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ ચાલુ  છે. 6 કિમી દૂર પુલ પાસેથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે. ભાવેશ હડિયા નામના 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો છે. અન્ય 6 લોકોની શોધખોળ શરૂ છે. NDRFની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. નર્મદા નદીમાં નહાવા ગયેલા બાળકો અને કિશોરો સહિત સાત ડૂબ્યાં હતા.

 • 15 May 2024 11:41 AM (IST)

  કમોસમી વરસાદથી પાકના નુકસાન અંગે સરવેની સૂચના અપાઇ

  કમોસમી વરસાદથી પાકના નુકસાન અંગે કૃષિ પ્રધાનનું નિવેદન સામે આવ્યુ છે. કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે. જ્યા નુકસાન થયું છે ત્યાં સરવેની સૂચના અપાઇ છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યુ કે હજુ પણ માવઠાની આગાહી છે. સંપુર્ણ રિપોર્ટ 17 મે બાદ જાણવા મળશે.

  #Gujarat Agriculture Minister Raghavji Patel orders survey of #cropdamage due to #Rains #GujaratRains #Weather #TV9News pic.twitter.com/jAukVJKpsN

  — Tv9 Gujarati (@tv9gujarati) May 15, 2024

 • 15 May 2024 11:06 AM (IST)

  આંધ્રપ્રદેશ: ગમખ્વાર અકસ્માતમાં 6 લોકો જીવતા સળગી ગયા

  આંધ્રપ્રદેશ: બાપટલામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ અને ટ્રકની ટક્કર થતા 6 લોકો જીવતા સળગી જતા મોત થયા છે. માર્ગ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

 • 15 May 2024 08:41 AM (IST)

  ગુજરાતમાં કમોસમી માવઠાથી ભારે નુકસાન, 4 લોકોના વીજળી પડવાથી થયા મોત

  ગુજરાતમાં કમોસમી માવઠાથી ભારે ખાનાખરાબી થઇ છે. કુલ 7 પૈકી 4 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. કુલ 107 પશુઓના મોત થયા છે, 11 ટાઉનમાં વીજળી ડૂલ છે. 12 સબસ્ટેશનો અસરગ્રસ્ત થયા હતા છે, તમામ પૂર્વવ્રત કરાયા છે. કુલ 1,023 થાંભલા  જમીનદોસ્ત થયા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં અસર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદામાં સૌથી વધુ અસર છે.

 • 15 May 2024 08:39 AM (IST)

  આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે મેઘરાજા

  આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે  વરસાદની  આગાહી વ્યક્ત કરી છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.

 • 15 May 2024 08:21 AM (IST)

  દેશમાં ચોમાસું વહેલું બેસવાના મળ્યા સંકેત

  ભીષણ ગરમી વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ચોમાસું વહેલું બેસવાના  સંકેત મળ્યા છે. નૈઋત્યનું ચોમાસું બેથી ત્રણ દિવસ વહેલું બેસી શકે છે. 19મી મેથી અંદમાન નિકોબારના ટાપુ પર દસ્તક દઈ શકે ચોમાસું. 2024ના ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન છે. અલનીનોની અસર નબળી પડતા ચોમાસું વહેલું આવી શકે છે.

 • 15 May 2024 07:32 AM (IST)

  તાપી: સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી

  તાપીના સોનગઢના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઇ છે. જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે મોત થયુ છે. અન્ય 3 મજૂરોને હોસ્પિટલમાં ખસેડાયા છે. આશરે 18 મીટર ઊંચી પાણીની ટાંકીનો સ્લેબ ભરતી વખતે આ ઘટના બની છે. હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

 • 15 May 2024 07:26 AM (IST)

  સુરેન્દ્રનગર: મીની વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને નુકસાન

  સુરેન્દ્રનગરમાં મીની વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ભારે પવન સાથે વરસાદ થચા પાક ખરી પડ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે. લીંબુ, સરગવો, દાડમ સહિત બાગાયતી પાકને નુકસાન પહોંચ્યુ છે. વઢવાણ, મૂળી, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારો જગતના તાતને નુકસાન થયુ છે. નુકસાનનો સર્વે ટુક સમયમાં હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર બાગાયત ખેતી વિભાગે  જાણકારી આપી છે.

Published On - May 15,2024 7:25 AM

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">