આજનું હવામાન : ગુજરાત પર મેઘરાજાનું સંકટ ! રાજ્યના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાત તરફ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છૂટા છવાયો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવી છે. આવનારા ચાર દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત હતા. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહે તેવી શક્યતા છે.
Gujarat to receive rain on 7 & 8 September: Ambalal Patel predicts #GujaratRain #Monsoon2024 #GujaratFlood #GujaratWeather #Rain #Weather #TV9Gujarati #TV9News pic.twitter.com/giJBDoK2uS
— Tv9 Gujarati (@tv9gujarati) September 6, 2024
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અનુસાર 7 થી 8 સપ્ટેમબરે બંગાળના ઉપ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. 10મી સપ્ટેમ્બરે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશનને લીધે 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ધોધમારના વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે.