ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે PM મોદી, એરપોર્ટ પર કરાયું સ્વાગત, જુઓ Video
PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલ દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસના બે દિવસ પહેલા જ વતનમાં આવી ગયા છે. પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલ દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદી અમદાવાદથી વડસર એરફોર્સ સ્ટેશન પર નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યાર બાદ સીધા રાજભવન પહોંચશે. રાજભવન ખાતે PM મોદી સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને મંદિરના વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
Latest Videos