Jamnagar News : ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડુ, જુઓ Video

Jamnagar News : ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2024 | 3:01 PM

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન ગણેશજીને પ્રિય મોદક 15,500થી વધુ લાડુનો પ્રસાદ બનાવીને ભોગ સ્વરૂપે ધરાવવામાં આવ્યા છે.

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન ગણેશજીને પ્રિય મોદક 15,500થી વધુ લાડુનો પ્રસાદ બનાવીને ભોગ સ્વરૂપે ધરાવવામાં આવ્યા છે. જય અંબે મિત્ર મંડળના મહિલાઓ સહિતના 300 થી વધુ સભ્ય અને આસપાસના રહેવાસીઓએ ગણપતિ દાદા માટે લાડુ તૈયાર કર્યા. ગણપતિજીના ચરણોમાં પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવ્યા છે, અને તેનું ગણેશ ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ બનાવડાવ્યા લાડુ

જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત આ વિસ્તારના લોકો દ્વારા લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપતિ દાદાના 15,500 લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં વિસ્તારની સ્થાનિક મહિલાઓ સાથે ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ સેવા આપી હતી. સામાન્ય મહિલાની જેમ ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહિલાઓની સાથે નીચે બેસીને જેમ વિસ્તારના રહેવાસી હોય એવી રીતે ગણપતિજીના લાડુ તૈયાર કરવામાં સેવા આપી હતી.

( વીથ ઈનપુટ – દિવ્યેશ વાયડા, જામનગર ) 

Published on: Sep 15, 2024 01:49 PM
g clip-path="url(#clip0_868_265)">