આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
દુનિયાનું એક અનોખું ગામ છે, જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું પ્લેન છે. આ ગામમાં તમને દરેક ઘર પાસે પાર્ક કરેલા વિમાનો જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે આ ગામના લોકો પોતાના વિમાનનો ઉપયોગ ઓફિસ અને રોજિંદા કામ માટે કરે છે. ત્યારે આ લેખમાં અમે તમને આ અનોખા ગામ વિશે જણાવીશું.
આજના સમયમાં તમને દરેક ઘરમાં ચોક્કસપણે બાઇક અથવા કાર જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ સામાન્ય માણસે વિમાન ખરીદ્યું હોય એવું સાંભળ્યું છે ? દુનિયાનું એક અનોખું ગામ છે, જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું પ્લેન છે. ત્યારે આ લેખમાં અમે તમને આ અનોખા ગામ વિશે જણાવીશું.
આ અનોખું ગામ બીજે ક્યાંય નહીં પણ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે, જ્યાં રસ્તાઓ ખૂબ પહોળા છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના રસ્તાઓ એરપોર્ટના રનવે કરતા પહોળા છે. કેલિફોર્નિયામાં આવેલું આ ગામ કેમેરોન એર પાર્ક તરીકે ઓળખાય છે. આ ગામમાં તમને દરેક ઘર પાસે પાર્ક કરેલા વિમાનો જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે આ ગામના લોકો પોતાના વિમાનનો ઉપયોગ ઓફિસ અને રોજિંદા કામ માટે કરે છે.
Latest Videos
Latest News