આજનું હવામાન : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહશે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ છે.
નવરાત્રીમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહની આગાહી અનુસાર નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં ઉકળાટ વધશે અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.