નીતિન ગડકરીનો મોટો દાવો, “વિપક્ષના એક મોટા નેતાએ કહ્યુ હતુ- તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશુ”
નીતિન ગડકરીએ કહ્યું કે જે વિપક્ષી નેતાએ મને આ ઓફર કરી હતી તેમને મેં કહ્યું હતું કે, "તમે શા માટે મને વડાપ્રધાન પદ માટે સમર્થન કરવા માંગો છો. પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી વિચારધારા અને સંગઠન પત્વેર અડગ છું. હું કોઈપણ પદ માટે સમાધાન નહીં કરું."
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા તેમને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. ગડકરીએ કહ્યું કે આ ઑફર વિપક્ષના એક મોટા નેતાએ કરી હતી પરંતુ મેં એ કહીને ના પાડી દીધી કે મને આ પદની કોઈ ઈચ્છા નથી.
“વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટે કરી હતી ઓફર”
નાગપુરમાં જર્નાલિઝમ ઍવોર્ડ દરમિયાન ગડકરીએ એ તે ઘટનાનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે ” કોઈનું નામ નહીં લઉં પરંતુ જે નેતાએ મને આ ઓફર કરી હતી તેણે કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું. તેને પૂછ્યું કે તમે મને કેમ ટેકો આપવા માંગો છો અને હું શા માટે તમારો ટેકો લઉં? મેં તેમને કહ્યું કે પીએમ બનવું મારા જીવનનું લક્ષ્ય નથી.”
#WATCH | Nagpur, Maharashtra | Union Minister Nitin Gadkari says, “I do not want to name anyone but a person said to me, if you are going to become a Prime Minister, we will support you. I said, why you should support me, and why I should take your support. To become a Prime… pic.twitter.com/yo6QDpqq5b
— ANI (@ANI) September 15, 2024
હું મારી વિચારધારા પ્રત્યે વફાદાર છું
મેં તેમને કહ્યું કે હું મારી વિચારધારા અને સંગઠન પ્રત્યે વફાદાર છું. હું એ પાર્ટીમાં છું જેણે મને તે બધું આપ્યું છે જેનું મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. કોઈ ઓફર મને લલચાવી શકતી નથી. હું કોઈ પણ હોદ્દા માટે બાંધછોડ કરીશ નહીં કારણ કે હું દૃઢ વિશ્વાસનું પાલન કરનારો વ્યક્તિ છું. આ દરમિયાન ગડકરીએ પત્રકારત્વ અને રાજકારણ બંનેમાં નૈતિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ગડકરીએ નૈતિકતા પર વિશેષ ભાર મૂક્યો હતો
પોતાના ભાષણમાં ગડકરીએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિ ઈમાનદારીથી વિરોધ કરે છે તેનું સન્માન કરવું જોઈએ. ન્યાયતંત્ર, કારોબારી, ધારાસભા અને મીડિયા જેવા ચારેય સ્તંભો નૈતિકતાને અનુસરે ત્યારે જ લોકશાહી સફળ થઈ શકે. ગડકરીએ સમારોહમાં ચાર વરિષ્ઠ પત્રકારોને 2023-24 માટે પત્રકારત્વમાં શ્રેષ્ઠતા માટે અનિલકુમાર એવોર્ડથી સન્માનિત કર્યા.
પક્ષ-સંઘમાં ગડકરીની વિશેષ ઓળખ
2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમનું નામ વડાપ્રધાન પદ માટે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્રીય મંત્રીએ તેને ફગાવી દીધું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં છે. અમે બધા તેની પાછળ છીએ. મારા પીએમ બનવાનો સવાલ જ નથી. ગડકરી નાગપુર લોકસભા સીટથી ત્રણ ટર્મથી સાંસદ છે. પાર્ટી અને સંઘમાં તેમની એક અલગ ઓળખ છે.