સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ખનિજ માફિયાઓએ ફરિયાદીના ઘર પર ખુલ્લેઆમ કર્યુ રાઉન્ડ ફાયરિંગ- Video

સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ખનિજ માફિયાઓએ ફરિયાદીના ઘર પર ખુલ્લેઆમ કર્યુ રાઉન્ડ ફાયરિંગ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2024 | 12:10 PM

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓએ આતંક મચાવ્યો છે. ખનીજ ચોરીની ફરિયાદ કરનારના ઘર પર 15થી 17 રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની ઘટના બની છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડાં ગામમાં આ ઘટના બની હતી.

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓએ આતંક મચાવ્યો છે. ખનીજ ચોરીની ફરિયાદ કરનારના ઘર પર 15થી 17 રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની ઘટના બની છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામમાં આ ઘટના બની હતી. ખનીજ માફિયાઓએ ફાયરિંગ કર્યું હોવાનો પરિવારજનો દાવો કરી રહ્યાં છે. કાયદાનો કે ખાખીનો ખૌફ રાખ્યા વગર ખનીજ માફિયાઓએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. 3થી 4 કાર લઈ આવેલ 15થી વધુ લોકોએ હુમલો કર્યો હતો.

સુદામડાં ગામમાં ચૂસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવામાં

ફાયરિંગમાં ઘરમાં પડેલા વાહનો અને અન્ય ઘરવખરીને પણ નુકસાન થયુ છે. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયુ નથી. 15થી 17 રાઉન્ડ બેફામ ફાયરિંગ બાદ સુદામડામાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ફાયરિંગ કરનાર તમામ ઈસમો હુજ સુધી પોલીસ પકડથી દૂર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ જોવા મળી છે. સુદામડાં ગામે ખનિજની ચોરી બંધ કરવા પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.

ગેરકાયદેસર પથ્થરના ખોદકામની ધમધમતી ખાણો બંધ કરવા અંગે કલેક્ટરને અરજી કરી હતી. ફાયરિંગની ઘટનાને લઈ ગામમાં ચૂસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ મોડી રાતથી તપાસમાં જોડાયા હતા. લીંબડી DySP , લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભોગબનનાર પરિવારે ખનિજ માફિયાઓના ડરથી આત્મવિલોપનની ચીમકી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">