Ahmedabad Video : મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી, ખુલ્લેમ હથિયાર લઈને ફરતા 6 લોકો સામે ગુનો દાખલ
રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. ત્યારે અમદાવાદના મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કાર્યવાહી કરી છે.અસામાજિક તત્વો રસ્તા પર ખુલ્લે આમ હથિયાર સાથે ફરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. ત્યારે અમદાવાદના મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કાર્યવાહી કરી છે.અસામાજિક તત્વો રસ્તા પર ખુલ્લેઆમ હથિયાર સાથે ફરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેની કાર્યવાહીના ભાગરૂપે મેઘાણીનગર પોલીસે 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો 2 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓ ભાર્ગવ રોડ પર હાથમાં તલવાર લઈને ખુલ્લે આમ ફરતા હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયોમાં કુખ્યાત લલ્લા ભદોરીયા ગેંગના સાગરીતો હોવાનું સામે આવ્યુ છે. તેમજ વીડિયોમાં લલ્લા ભદોરીયા પણ જોવા મળ્યો છે. જેની એક વર્ષ પહેલા એટલે કે 2 ઓગસ્ટ 2023ના દિવસે હત્યા થઈ હતી.