4 October Latest News: કચ્છ સિરક્રીક નજીકથી એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2023 | 11:58 PM

Gujarat Live Updates : આજે 04 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 October Latest News: કચ્છ સિરક્રીક નજીકથી એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો
Gujarat Latest Live News And Breaking News Today 20 October 2023 Politics Weather Updates Daily Breaking News

આજે 04 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Oct 2023 11:58 PM (IST)

    અમદાવાદમાં 13 સ્થળોએ હાથ ધરાયું ઘીનું ચેકિંગ

    અંબાજી મંદિરમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘીનો જથ્થો અમદાવાદથી મોકલવામાં આવ્યો હતો આ બાબતે માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ ને સીલ કરવામાં આવ્યું છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન તેમજ ગોડાઉન બંનેને સીલ કરી દેવામાં આવ્યા છે જોકે આ દુકાનનો માલિક હજુ પણ હેલ્થ વિભાગની ટીમના હાથમાં આવ્યો નથી પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

  • 04 Oct 2023 11:42 PM (IST)

    કચ્છ સિરક્રીક નજીકથી એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો

    કચ્છ સિરક્રીક નજીકથી એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો. 1 પાકિસ્તાની બોટ સાથે પાકિસ્તાની ઝડપાયો છે. BSF એ બોટ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા ઝડપાયેલ 50 વર્ષીય મોહમ્મદ ખમેસા સિંધનો માછીમાર હોવાનુ ખુલ્યુ

  • 04 Oct 2023 11:41 PM (IST)

    રાજકોટ જામનગર રોડ પર કાર ચાલકે સર્જયો અકસ્માત

    • જામનગર રોડ પર કાર ચાલકે સર્જયો અકસ્માત
    • કારચાલકે બે બાઇકને લીધા અડફેટે
    • બે બાઇકમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત
    • કારચાલક અકસ્માત સર્જીને થયો ફરાર
    • પોલીસે માધાપર ચોક નજીકથી પકડી પાડ્યો
    • ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
  • 04 Oct 2023 11:05 PM (IST)

    અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામમાં યોજાયો દ્વિતીય મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ

    • અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામમાં યોજાયો દ્વિતીય મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ
    • પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે થઈ મૂર્તિઓની પ્રતિષ્ઠા
    • વૈદિક મંત્રોચ્ચાર સાથે 12 ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા
    • ભગવાન રામ-સીતા, લક્ષ્મણ, હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા
    • ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન શંકર-પાર્વતીની મૂર્તિ પણ પ્રતિષ્ઠિત થઈ
    • ગણપતિ અને હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી
    • રામ જન્મભૂમિ મંદિરના ખજાનચી સ્વામી ગોવિદદેવ ગીરીજીના હસ્તે ભગવાન રામ-સીતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ
    • આઠમી ઓક્ટોબરે મહામંદિર અક્ષરધામમાં અંતિમ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે
    • આઠમીએ સાંજે અક્ષરધામ મંદિરનો ઉદઘાટન વિધિ સમારંભ યોજાશે
  • 04 Oct 2023 10:36 PM (IST)

    વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોનના નામે કૌભાંડ

    ગીર સોમનાથના વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોનના નામે કૌભાંડ થયું છે. વેરાવળ પોલીસમાં બેન્કના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાઈ. બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવાઈ. ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર અને અન્ય 02 કર્મચારીઓ નું કારસ્તાન. પ્રાથમિક તબક્કે 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ નો બનાવ બન્યો છે. ગોલ્ડ લોનના 426 પાઉચની તપાસ શરૂ કરાઇ છે. પ્રથમ 06 પાઉચની તપાસમાં જ 2 કરોડની ઉચાપત સામે આવી છે. હજુ અન્ય પાઉચની તપાસમાં દસેક દિવસ લાગશે. ઉચાપતનો આંક 12 થી 15 કરોડને આંબે તેવી શકયતા છે. ગોલ્ડ લોન બ્રાન્ચના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કીબેન ખેમચંદાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ IPCની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુનો દાખલ કર્યો. પોલીસે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઇ

  • 04 Oct 2023 10:33 PM (IST)

    વડોદરામાં ઘરમાં ચાલતા દેહ વ્યાપાર પર હ્યુમન ટ્રાફીકીંગ યુનિટનો દરોડો

    • વડોદરામાં લક્ષ્મીપુરામાં આવેલ ભાડાનાં મકાનમાં ચાલતુ હતુ કાર્ય
    • 70 વર્ષથી વધુ ઉંંમરની વિધવા મહિલા સંચાલન કરતી હતી
    • સંચાલક અને અન્ય મહિલા એજંટ સહિત બેની ધકપકડ
    • લક્ષ્મીપુરાના સમતા વિસ્તારમાં આવેલ આરાધ્ય ડુપ્લેક્ષની ઘટના
    • મૂળ ઉમરેઠ ની શાંતાબેન પટેલ નામની માહિલા સંચાલક
    • ભાડા નું મકાન રાખી બહારથી યુવતીઓ બોલાવી કરાવતી હતી દેહવ્યાપાર
    • 1000 થી 1200 રૂપિયા ગ્રાહક પાસેથી વસુલવામાં આવતા હતા
    • એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે લક્ષ્મી પુરા પોલીસ મથકે દાખલ કરાવ્યો ગુનો
  • 04 Oct 2023 09:37 PM (IST)

    મહીસાગરમાં બેંક મેનેજર સાથે લૂંટ વિથ મર્ડરની ઘટના

    મહીસાગરમાં બાલાસિનોર ખાતેના ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિના મોતની ઘટના બની છે. સંતરામપુર તેમજ LCB પોલીસ દ્વારા હાલ હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઈ છે. બેંક મેનેજર પાસે થી 1 કરોડ 17 લાખ ની રકમ લઈ જઈ રહ્યો હતો તે સમયે એક ઈસમે ગોળી મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહયું છે. મહીસાગર પોલીસ દ્વારા દેશી કટ્ટા સહિત રોકડ રકમ રિકવર કરવામાં આવી. કડાણા તાલુકાના હદમાંથી ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલનો મૃતદેહ મળ્યો. વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરાઇ છે. હાલ આરોપીની પૂછપરછ કરાઈ રહી છે.

  • 04 Oct 2023 08:53 PM (IST)

    નારોલમાં માનસિક બીમાર યુવતી સાથે છેડતીની ઘટના

    અમદાવાદના નારોલમાં માનસિક બીમાર યુવતી સાથે છેડતીની ઘટના બની છે. પાર્કિંગમાં રમી રહેલી યુવતીને કંઈક બતાવવાના બહાને યુવકે છેડતી કરી. જન્માષ્ટમીના દિવસે બનેલી ઘટનામાં હવે ફરિયાદ નોંધાઈ. પાર્કિંગમાં આવેલા બાથરૂમમાં લઈ જઈને કર્યા શારીરિક અડપલાં કર્યા. નિખિલ વાઘેલા નામના શખ્સ સામે નારોલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

  • 04 Oct 2023 08:13 PM (IST)

    સુરેન્દ્રનગર તાલુકા ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ પર લેન્ડ ગ્રેબીંગ દાખલ કરવાનો આદેશ

    સુરેન્દ્રનગરમાં તાલુકા ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ પર લેન્ડ ગ્રેબીંગનો કલેક્ટરે આદેશ કર્યો છે. ધ્રાંગધ્રાના ભરાડા ગામની મંદિરની જમીન ભાજપ નેતાએ કબજે કરી છે. નેતા નંદલાલ પટેલે ચરમાળીયા દાદાની જમીન પર કબજો જમાવ્યો હોવાની વાત હતી. મંદિરના મહંત પરિવાર દ્વારા કલેક્ટરને આ અંગે રજુઆત કરાઈ છે. કલેક્ટરે રજુઆત બાદ લેન્ડ ગ્રેબીંગ દાખલ કરવાનો આદેશ કર્યો છે.

  • 04 Oct 2023 07:44 PM (IST)

    અબડાસાના રાયધણજર ગામે ખનીજ ચોરી પકડાઇ

    કચ્છમાં અબડાસાના રાયધણજર ગામે ખનીજ ચોરી પકડાઇ છે. ભુજ ખાણખનીજ વિભાગે રેડ કરી વાહનો જપ્ત કર્યા છે. બેન્ટોનાઇટ ખનીજનુ ગેરકાયદે ખોદકામ થતુ હતુ. 2 હીટાચી, 8 ડમ્પર ખાણ ખનીજ વિભાગે સિઝ કર્યા. ખાણખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી. ખાણખનીજની કાર્યવાહી દરમ્યાન ખનીજચોર ભાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ગાડીના નંબર આધારે હવે તપાસ કરાશે.

  • 04 Oct 2023 07:06 PM (IST)

    મોરબીમાં 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાને લઈ ફરિયાદ

    મોરબીમાં બાળકીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 4 વર્ષની બાળકી સાથે એક વ્યક્તીએ શારીરિક અડપલા કર્યા. જાવેદ પીજારા નામના વ્યક્તિએ અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીને રમાડવાના બહાને લઇ જઈને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હતા. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

  • 04 Oct 2023 06:55 PM (IST)

    દાહોદમાં MGVCLના જુનિયર ક્લાર્કે કર્યો આપઘાત

    દાહોદમાં MGVCLના જુનિયર ક્લાર્કે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. દેવગઢબારિયા ખાતે MGVCL માં ફરજ બજાવે છે. મૃતક નિરજ ડામોરે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 04 Oct 2023 06:34 PM (IST)

    દાહોદ LCB એ આઈશર ગાડીમાંથી દારુનો જથ્થો ઝડપ્યો

    દાહોદમાં LCB એ આઈશર ગાડીમાંથી દારુનો જથ્થો ઝડપ્યો છે. ચોખાના ભુસાની આડમાં દારુ લવાતો હતો. 283 પેટીમાં 13 લાખથી વધુનો દારુ ઝડપ્યો છે. ગાડી સહિત 23.56લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. એલસીબીને એમપીથી ગાડી ગુજરાત તરફ દારુ ભરેલ હોવાની માહિતી મળી હતી. પોલીસે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી દરમ્યાન પકડ્યો છે.

  • 04 Oct 2023 06:27 PM (IST)

    સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી

    સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. સાયણ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી ગઈ. રીક્ષામાં ઘેટાં બકરાની જેમ વિદ્યાર્થીઓ ભર્યા હતા. રીક્ષા પલટી જતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા ન પામી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

  • 04 Oct 2023 06:05 PM (IST)

    એશિયન ગેમ્સમાં Neeraj Chopraએ જેવલિન થ્રોમાં ભારતને અપાવ્યો મેડલ

    નીરજ ચોપરા બે રાઉન્ડ થ્રો બાદ પ્રથમ સ્થાને હતો. નીરજનો બીજો થ્રો 84.49 મીટર હતો.ભારતના કિશોર જેણા 81.26 મીટરના થ્રો સાથે બીજા સ્થાને હતો. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતાડી ઈતિહાસ રચ્યો છે. ભારત માટે એશિયન ગેમ્સમાં આ રેકોર્ડતોડ 17મો ગોલ્ડ છે.

  • 04 Oct 2023 05:51 PM (IST)

    દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પર તેની પકડ વધુ કડક કરી રહ્યું છે. બુધવારે લાંબી પૂછપરછ બાદ EDએ રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. આબકારી કૌભાંડ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં AAP સાંસદ સંજય સિંહનું નામ પણ હતું. આ મામલામાં આજે સવારે જ EDએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ED દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યું હતું કે 15 મહિનામાં 1000થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ તપાસ એજન્સીને હજુ સુધી કંઈ મળ્યું નથી.

  • 04 Oct 2023 05:45 PM (IST)

    સુરતમાં પબ્લિક શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત લવાયેલી 120 સાયકલ ભંગારમાં

    • સુરત મહાનગર પાલિકાની 120 સાયકલ ભંગાર ગોડાઉનમાં ખડકી દેવાઈ
    • પાલિકાએ પબ્લિક શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત આ સાયકલ ખરીદેલી હતી
    • સુરત શહેરના લોકોએ સાયકલની આવી હાલત કરી
    • સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2019 માં પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેકટ અમલ માં મૂકી હતી
    • પાલિકા દ્વારા ચાર્ડડ કંપનીને કોન્ટ્રાકટ 9 કરોડમાં આપવામાં આવ્યો હતો
    • જેમાં 1200 જેટલી સાયકલો ખરીદાઈ હતી
    • જે પૈકી 120 જેટલી સાયકલ ભંગાર સ્થિતિમાં આવી ગઈ
    • આ ભંગાર સાયકલો પાલિકાના વર્કશોપમાં પડી
    • પ્રત્યેક સાયકલની કિંમત અંદાજીત 60 હજાર રૂપિયા છે.
    • પરંતુ અધિકારીઓના મોનીટરીંગના અભાવ અને કેટલાક બેજવાબદાર લોકોના કારણે પ્રજાના પૈસાનો વ્યય
    • સુરતમાં કુલ 120 પોઇન્ટ પર સાયકલ શેરિંગ રાખવામાં આવ્યું છે
  • 04 Oct 2023 05:43 PM (IST)

    અંબાજીમાં ભેળસેળ વાળા ઘી મુદ્દે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિરનાથનું નિવેદન

    • ભેળસેળ વાળા ઘી મુદ્દે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિરનાથનું નિવેદન
    • ભેળસેળિયું ઘી વાપરી મોહનથાળ બનાવી ભક્તોના આસ્થા સાથે ચેડાં કર્યા
    • રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વહેલા કામગીરી કરવાની જરૂર હતી
    • સનાતન સંત સમિતિ પ્રસાદમાં ભેળસેળ યુક્ત ઘી વાપરનારા લોકો સામે કડક કાર્યવાહીની કરી છે માંગણી
    • પ્રસાદમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ કર્યો આક્ષેપ
    • વડોદરામાં પણ ભેળસેળિયું પનીર અને ચીઝ બહારથી આવે છે તેવો આક્ષેપ કર્યો
  • 04 Oct 2023 05:18 PM (IST)

    અંબાજી ના ત્રિશુલિયા ઘાટ પાસે ટ્રક પલટી

    બનાસકાંઠા અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ટ્રક પલટી હોવાની ઘટના બની છે. અંબાજીથી માર્બલ ભરીને પાલનપુર જતી ટ્રક પલટી મારી છે. ઘટનાને પગલે ત્રિસુલિયા ઘાટનો એક તરફનો રસ્તો બ્લોક થયો છે.ટ્રક પલટી જતાં ચાલકને ઇજા

  • 04 Oct 2023 05:02 PM (IST)

    વડોદરામાં દિનદહાડે આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો

    • વડોદરામાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ગઠિયાઓ 16 લાખ રૂપિયા લૂંટી ફરાર થયા
    • અલકાપુરીના H.M આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો
    • પોલીસની ખોટી ઓળખ આપી લૂંટારુઓએ લૂંટ ચલાવી
    • પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી
    • ભીમનાથ બ્રિજ પાસે લૂંટની બની ઘટના
    • 36 લાખ રૂપિયા લઈને જતો હતો આંગડીયા પેઢીનો કર્મચારી
    • સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો
    • જોઇન્ટ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા
    • પોલીસે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરા ચકાસવાની કરી શરૂઆત
    • ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર લૂંટનો બનાવ બનતા પોલીસ પર સવાલો ઉઠ્યા
    • કર્મચારી અલકાપુરી થી એક્ટિવ પર સવાર થઈ પસાર થતો હતો
    • કર્મચારીની એક્ટિવને ઓવરટેક કરી અટકાવી બેગ તલાશીના બહાને રોકડ રકમ કાઢી લઈને થયા ફરાર
    • કર્મચારી હરપાલ સિંહ જાડેજા અલકાપુરી સેન્ટર સ્થિત પેઢી માંથી રોકડ રકમ લઈને નીકળ્યો હતો
    • બુલેટ સવાર સહિત અન્ય બે અજાણ્યા પણ ધસી આવ્યા હતા
    • સ્થાનિક શ્રમજીવીના ઝુંપડા પાસે રહેતી મહિલાને પણ પોલીસના માણસ કહી ધમકાવ્યા હતા
  • 04 Oct 2023 05:01 PM (IST)

    અમદાવાદ હાઈબ્રીડ ગાંજા અને ચરસ સાથે બે શખ્સો ઝડપાયા

    • અમદાવાદમાં ગંજાની હેરફેરીનો મામલો યથાવત છે.
    • હાઈબ્રીડ ગાંજા અને ચરસ સાથે બે શખ્સો ઝડપાયા
    • ગ્રામ્ય SOG ટીમે ઉલારીયા ગામ પાસેથી કરી ધરપકડ
    • 10.05 ગ્રામ ગાંજો અને 27.45 ગ્રામ ચરસ કબ્જે કરાયું
    • લલિત બૈસ અને અર્ચિત અગ્રવાલ નામના શખ્સોની ધરપકડ
  • 04 Oct 2023 03:46 PM (IST)

    ગેમિંગ એપ મામલે બોલિવુડ એક્ટર રણબીર કપૂરને EDનું સમન, 6 ઓક્ટોમ્બેરે કરશે પૂછતાછ

    બોલિવુડ અભિનેતા રણબીર કપૂરને ગેમિંગ એપ્લિકેશન મામલે ઈડીએ સમન પાઠવ્યું છે. ત્યારે આ મામલે 6 ઓક્ટોમ્બરે એક્ટરની પૂછતાછ કરવામાં આવશે

  • 04 Oct 2023 03:21 PM (IST)

    કોટામાં વધુ એક આત્મહત્યા, વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લીધો

    કોટામાં બીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. અભ્યાસનો તણાવ હોવાનું કહેવાય છે. તેણે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો. પરિવારના સભ્યો તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં વિદ્યાર્થીનું મોત થયું.

  • 04 Oct 2023 02:40 PM (IST)

    એશિયન ગેમ્સમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું- ગર્વની ક્ષણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ભારતના ઐતિહાસિક પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક મેડલ સખત મહેનત અને જુસ્સો દર્શાવે છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. અમે અમારા તમામ રમતવીરોને અભિનંદન પાઠવીએ છીએ.

  • 04 Oct 2023 02:10 PM (IST)

    અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા, ઘીના સેમ્પલ લેવાની કામગીરી શરુ

    રાજ્યમાં અવારનવાર હેલ્થ વિભાગના દરોડા પડતા હોય છે. ત્યારે અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુર અને માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.

  • 04 Oct 2023 01:54 PM (IST)

    સિક્કિમમાં પૂરને કારણે અનેક વાહનો અને ઈમારતોને નુકસાન

    સિક્કિમમાં પૂરને કારણે અનેક વાહનો અને ઘણી ઇમારતોને નુકસાન થયું છે. કેટલાક લોકોના મોતના સમાચાર પણ છે. 20 લોકો ગુમ છે. 3 થી 4 હજાર લોકોનો બચાવ થયો છે.

  • 04 Oct 2023 01:14 PM (IST)

    મધ્ય પ્રદેશમાં કુલ 64,523 મતદાન કેન્દ્ર : ચૂંટણી પંચ

    મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી ચૂંટણી અનુપમ રાજને માહિતી આપી છે કે રાજ્યમાં 64,523 મતદાન કેન્દ્ર છે. કુલ 50 કરોડ 60 લાખ 6 હજાર 925 મતદાતા છે. ફર્સ્ટ ટાઇમર્સ 22 લાખ 32 હજાર 564 છે.

  • 04 Oct 2023 12:34 PM (IST)

    રોગચાળો વકર્યો ! અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા

    અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.

  • 04 Oct 2023 12:19 PM (IST)

    અભિષેક બેનર્જીને EDનું સમન્સ, પત્નીને પણ બોલાવ્યા

    કોલકાતા શિક્ષક ભરતી કૌભાંડ મામલે EDએ અભિષેક બેનર્જીને 9 ઓક્ટોબર અને તેમની પત્નીને 11 ઓક્ટોબરે સમન્સ પાઠવ્યા છે.

  • 04 Oct 2023 11:18 AM (IST)

    લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારને મોટી રાહત, લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવીને મળ્યા જામીન

    લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવીને જામીન આપી દીધા છે. કોર્ટે રૂ. 50 હજારના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આ મામલામાં આગામી સુનાવણી હવે 16 ઓક્ટોબરે થશે.

  • 04 Oct 2023 10:46 AM (IST)

    વારાણસીમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 8ના મોત

    વારાણસીમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરખિયાવમાં વારાણસી લખનૌ હાઈવે પર કારઅને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે કારમાં સવાર એક નિર્દોષ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. કારમાં સવાર તમામ મૃતકોની ઓળખ પીલીભીતના રહેવાસી તરીકે કરવામાં આવી છે.

  • 04 Oct 2023 10:35 AM (IST)

    ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત, અકસ્માતમાં 55 લોકોના મોતની આશંકા

    ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માતમાં 55 લોકોના મોતની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સબમરીન બ્રિટિશ જહાજોને ફસાવવા માંગતી હતી, પરંતુ તે પોતે જ દુર્ઘટનાનો શિકાર બની હતી. યુકેના ગુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

  • 04 Oct 2023 10:11 AM (IST)

    બોલિવુડની અભિનેત્રી ગાયત્રી જોશીને ઈટાલીમાં નડ્યો અકસ્માત, જુઓ-VIDEO

    શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી ગાયત્રી જોશીનો ઈટાલીમાં મોટો કાર અકસ્માત થયો છે. ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે લેમ્બોર્ગિની કારમાં મુસાફરી કરી રહી હતી. આ અકસ્માતમાં બંનેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમની સાથે અથડાતા ફરારી કારના સ્વિસ દંપતી મુસાફરનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

     

  • 04 Oct 2023 10:08 AM (IST)

    રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, સુરતમાં વધુ 2 લોકોના મોત

    Surat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. તો સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનીના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

  • 04 Oct 2023 09:27 AM (IST)

    વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી, 23 જવાન લાપતા

    વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. સિંગતમ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ગુવાહાટી સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.

  • 04 Oct 2023 09:22 AM (IST)

    સાગરાબારાની નાની દેવરૂપણ ગામે શિક્ષકો બાખડતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

    Narmada : નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે શિક્ષકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક શિક્ષકને ફરજ મોકૂફ કરાયો છે. શિક્ષકોની મારામારી બાદ 3 શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ઉત્તમ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શિક્ષકને ફરજ પરથી મોકૂફ કર્યો છે.

  • 04 Oct 2023 09:21 AM (IST)

    Madhya Pradesh : કોલેજમાં ઝેરી ખોરાક ખાતા 100 વિદ્યાર્થીઓ પહોંચ્યા હોસ્પિટલ, બેડ ન મળતા જમીન પર શરુ કરાઈ સારવાર

    મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થિત લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE)ના 100થી વધુ વિદ્યાર્થીઓ એકાએક બીમાર પડતા દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ બધાને એક સાથે ફૂડ પોઇઝનિંગની સમસ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓએ મંગળવારે બપોરે સંસ્થાના મેસમાં ભોજન લીધું હતું.

    મેસમાં જમ્યા પછી વિદ્યાર્થીઓની હાલત બગડી

    થોડા સમય પછી, જ્યારે તેમની તબિયત બગડવા લાગી, ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આટલા વિદ્યાર્થીઓને મેડિસિન વોર્ડમાં જગ્યા ન મળી હોવાથી તેમને હોસ્પિટલની લેબમાં બનાવેલા સ્લેબ પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આમા થી કેટલાક વિદ્યાર્થીઓને બેડના અભાવે જમીન પર સૂવુ પડ્યું હતુ અને તેમની સારવાર જમીન પર શરુ કરવામાં આવી હતી.

  • 04 Oct 2023 08:08 AM (IST)

    રાજસ્થાનમાં ટ્રેન પર પથ્થરમારો, મચી નાસભાગ, આ ટ્રેક પર કરવામાં આવ્યો હતો વંદે ભારતને ઉથલાવવાનો પ્રયાસ

    ઉદયપુરથી ચાલતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. એક દિવસ પહેલા, અરાજકતાવાદીઓએ જયપુર-ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હતા.

    હવે જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બની હતી. માહિતી મળતાં જ રેલવે પોલીસ, આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવી રહી છે, પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાનો પણ હોઈ શકે છે.

  • 04 Oct 2023 08:07 AM (IST)

    ગોત્રીના શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર કર્યો હુમલો, મારામારીની ઘટના CCTVમાં કેદ

    Vadodara : રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે વડોદરામાં ફરી એકવાર અસામજિક તત્વો બેફામ બન્યા છે. વડોદરાના ગોત્રીની શ્રીનાથજી કોમ્પલેક્સમાં 8 વ્યક્તિએ વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ વેપારી સાથે કરેલી મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે.

  • 04 Oct 2023 08:07 AM (IST)

    Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના, આગામી કેટલાક દિવસ બેવડું વાતાવરણ રહેવાની શક્યતા

    Gujarat Weather : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ સુધી વરસાદની નહિવત સંભાવના છે. તેમજ હવે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.

  • 04 Oct 2023 08:06 AM (IST)

    કુલ્લુમાં વિદેશી ટૂરિસ્ટ 2 જુલાઈથી ગુમ! ઓસ્ટ્રેલિયન હાઈ કમિશને પોલીસને મોકલ્યો ઈમેલ

    હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક ઓસ્ટ્રેલિયન નાગરિક ગુમ થયાની આશંકા છે. આ અંગે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન નવી દિલ્હીએ ઈ-મેલ દ્વારા કુલ્લુ પોલીસને જાણ કરી છે. ગુમ થયેલા ઓસ્ટ્રેલિયન નાગરિક જ્હોન રોયસ્ટન લે મ્યુનિયરની છેલ્લે 2 જુલાઈ, 2023ના રોજ તેના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો.

  • 04 Oct 2023 08:06 AM (IST)

    આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે EDની તપાસ

    Breaking News: રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. હાલમાં, ઇડીના અધિકારીઓ કયા કેસમાં દરોડા પાડી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

  • 04 Oct 2023 06:34 AM (IST)

    Surat: કામરેજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી, પ્રવેશદ્વાર પાસે જ શ્વાને જમાવ્યો અડીંગો

    Surat: સુરતની કામરેજ સરકારી આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે. સરકારી આરોગ્ય કેન્દ્રમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા છે. આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પાસે જ શ્વાનના અડિંગાથી દર્દીઓમાં ભય ફેલાયો હતો. મહત્વનું છે કે અગાઉ અહિં શ્વાને અનેક બાળકો તેમજ રાહદારીઓને બચકાં ભર્યાની ઘટના બની ચૂકી છે.

    તંત્રની આ ઘોર બેદરકારીથી આ ઘટનાનું પુનરાવર્તન થઈ શકે છે. આરોગ્ય કેન્દ્રમાં આ શ્વાનને દૂર કરવા ન તો કોઈ વ્યવસ્થા છે. કે ન કોઈ સિક્યુરિટી ગાર્ડ. ત્યારે સવાલ એ છે કે,, જો આ શ્વાન લોકો પર હુમલો કરે તો જવાબદાર કોણ ? શું તંત્રને રખડતા શ્વાનને પકડવામાં કોઈ રસ નથી ? હવે આ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને નક્કર કામગીરી કરે તે જરૂરી છે.

  • 04 Oct 2023 06:33 AM (IST)

    Vadodara : નોકરી આપવાના બહાને 29 વર્ષીય નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે આચર્યું દુષ્કર્મ

    Vadodara : સુરતથી રોજી રોટી મેળવવાના આશયથી વડોદરાના અલકાપુરીમાં આવેલ સ્પામાં પોતાના મંગેતરની મદદથી નોકરી મેળવનાર નાગાલેન્ડના એક આર્મીમેનની યુવાન દીકરી પર સ્પા સેન્ટરના માલિકે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સયાજીગંજ પોલીસે બળાત્કારના આરોપી સ્પા સેન્ટરના મલિક અને તેને આ પાપમાં સહયોગ આપનાર બે મેનેજરની ધરપકડ કરી છે.

  • 04 Oct 2023 06:33 AM (IST)

    દાહોદની ગાંધી હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકના મોત બાદ પરિવારજનોનો હોબાળો

    Dahod: દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકનું મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલના તબીબ સામે આરોપ લગાવ્યો કે મૃત હાલતમાં બાળકને રજા આપી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવા છતા રજા આપી ન હતી અને બાળક મૃત્યુ પામ્યા બાદ રજા આપી હતી. ત્યારબાદ પરિવારજનો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતુ. સમગ્ર મામલે દાહોદ ગ્રામ્ય પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

  • 04 Oct 2023 06:32 AM (IST)

    Maharashtra: કેબિનેટ બેઠકમાં સામેલ ન થયા અજીત પવાર, તબિયતનો આપ્યો હવાલો, શું શિંદે સરકારથી નારાજ છે પવાર?

    Maharashtra Politics: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવિસ દિલ્હીની મુલાકાતે છે. સીએમ શિંદે અને ફડણવીસ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો બીજી તરફ ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે આ દિલ્હી મુલાકાત પાછળ અજીત પવારની નારાજગી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વધતુ દબાણ છે. રાજ્યના હાલની રાજકીય પરિસ્થિતિમને જોતા ફડણવિસ શિંદેની આ દિલ્હી મુલાકાત ઘણી મહત્વની મનાઈ રહી છે.

  • 04 Oct 2023 06:32 AM (IST)

    ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ

    ભારત-કેનેડા વિવાદ પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા, વેદાંત પટેલે જણાવ્યું હતું કે અમે વડા પ્રધાન ટ્રુડોના આક્ષેપોથી ખૂબ જ ચિંતિત છીએ અને અમે અમારા કેનેડિયન ભાગીદારો સાથે નિયમિત સંપર્કમાં છીએ. તે મહત્વનું છે કે કેનેડિયન તપાસ આગળ વધે અને ગુનેગારોને ન્યાયમાં લાવવામાં આવે, અમે જાહેર અને ખાનગી રીતે ભારત સરકારને કેનેડિયન તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે.

  • 04 Oct 2023 06:30 AM (IST)

    વેનિસ બ્રિજ પરથી બસ પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા

    સિટી હોલને ટાંકીને એએફપીના અહેવાલ મુજબ વેનિસ બ્રિજ પરથી બસ પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.

Published On - Oct 04,2023 6:27 AM

Follow Us:
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન
g clip-path="url(#clip0_868_265)">