Dahod Video: દાહોદની ગાંધી હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકના મોત બાદ પરિવારજનોનો હોબાળો
Dahod: દાહોદની ગાંધી હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. પરિવારજનોએ તબીબ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો. પરિવારજનોએ મૃત હાલતમાં બાળક આપ્યુ હોવીનો આરોપ લગાવ્યો
Dahod: દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકનું મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલના તબીબ સામે આરોપ લગાવ્યો કે મૃત હાલતમાં બાળકને રજા આપી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવા છતા રજા આપી ન હતી અને બાળક મૃત્યુ પામ્યા બાદ રજા આપી હતી. ત્યારબાદ પરિવારજનો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતુ. સમગ્ર મામલે દાહોદ ગ્રામ્ય પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ તરફ દાહોદના લીમડી ગામમાં ડમ્પિંગ સાઈટ ગ્રામજનો માટે માથાનો દુઃખાવો બની છે.એક તરફ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છુ.ખુદ નેતાઓ પણ હાથમાં સાવરણો લઈને સફાઈ કરી રહ્યા ત્યારે બીજી તરફ લીમડીમાં માછણ નદીના કિનારે આવેલી ડમ્પિંગ સાઈટે લોકોના આરોગ્યને જોખમમાં મુક્યું છે. આખા ગામનો કચરો અહીં ઠલવાઈ છે. રસ્તા પર જ રહેલા આ કચરાના ઢગલાઓ સ્થાનિકો માટે ત્રાસરૂપ બન્યા છે. રસ્તા પર પસાર થતી વખતે લોકોને મોઢા પર રૂમાલ બાંધવાની ફરજ પડે છે. કારણ કે અહીં માથું ફાટી જાય એવી દુર્ગધ આવે છે. આટલી મુશ્કેલી પુરતી ન હોય તેમ આ કચરાનો ઢગલો નદીકાંઠે હોવાથી કચરો નદીના પાણીમાં ભળી જાય છે અને ગ્રામજનો એ જ પાણી પીવા માટે ઉપયોગમાં લે છે. જે પાણીજન્ય બીમારીને સીધુ આમંત્રણ છે. કચરાયુક્ત પાણી પણ ગ્રામજનો માટે સમસ્યા બની છે
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો