Junagadh: દત્તાત્રેય ચરણપાદુકા પર હુમલા કેસમાં ખુલાસો, વિવાદ કરનારા મધ્યપ્રદેશના હોવાનું પ્રાથમિક તારણ, શિખરના પૂજારી અને સુરક્ષાકર્મીઓના લેવાશે નિવેદન-Video
Junagadh: જુનાગઢમાં ચરણપાદુકા પર હુમલા કેસમાં ખૂલાસો થયો છે. હુમલો કરનાર સંઘ જબલપુરનો હોવાનુ સામે આવ્યુ છે. વિવાદ કરનાર સંઘે તેમને દર્શન ન કરવા દેવાનો આક્ષેપ કર્યો છે. આ તરફ સંત સમાજે આ હુમલાની આકરી નીંદા કરી છે અને ચરણપાદુકા પરના હુમલાને સનાતન પર હુમલો ગણાવ્યો છે.
Junagadh: જુનાગઢમાં દત્તાત્રેય ચરણપાદુકા વિવાદ કેસમાં ખુલાસો થયો છે. તપાસમાં જૈન દિગમ્બર સંઘ મધ્યપ્રદેશના જબલપુરનો હોવાનું સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, બંને પક્ષો દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજી કરાઈ છે. જેમાં વિવાદ કરનાર સંઘે તેમને દર્શન ન કરવા દેવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ સમગ્ર મુદ્દે જૈન સંઘ પર હુમલો કરવો અને હોબાળો મચાવવાનો આરોપ છે.
દત્તાત્રેય મંદિરના સેવકનો આરોપ છે કે જૈન સંઘના 200 લોકોના ટોળાએ મંદિર પરિસરમાં સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો. પોલીસ દ્રારા શિખરના પૂજારી અને તે સમયે હાજર સુરક્ષાકર્મીઓના નિવેદન લેવાશે.
આ તરફ સંત સમાજે હુમલાને વખોડ્યો છે. ખાખી મઢીના સુખરામ બાપુએ સમગ્ર ઘટનાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યુ કે આ પ્રકારે છાશવારે હિંદુ દેવી-દેવતાઓના અપમાન બંધ થવા જોઈએ. સાથે જ તેમણે સનાતન ધર્મના સંતોને વિરોધ નોંધાવવા આહ્વાન કર્યુ છે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો