આઝાદીના 75 વર્ષ પછી પણ સ્થિતિ ઠેરની ઠેર, રાઠડા બેટના લોકો માટે બહારની દુનિયા સાથે જોડાવા માત્ર હોડી જ એકમાત્ર સહારો
આઝાદીના આટલા વર્ષો પછી પણ મહીસાગરના રાઠડા બેટની સ્થિતિ ઠેરની ઠેર છે. ગામમાં લગ્ન પ્રસંગે આવેલી એક જાનને પુલના અભાવે પોતાની ગાડીઓ કિનારે મૂકીને, મજબૂરીમાં હોડી મારફતે નદી પાર કરવી પડી હતી.
ગુજરાતમાં વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે મહીસાગર અને સંતરામપુર તાલુકાના સરહદી વિસ્તારોનું એક વરવું સત્ય સામે આવ્યું છે. અહીં આવેલા 9 જેટલા બેટ પૈકીના રાઠડા બેટ પર આજે પણ આઝાદીના આટલા વર્ષો પછી વિકાસ શબ્દ કોઈ અર્થ નથી. તાજેતરમાં ગામમાં એક જાન આવી પહોંચી હતી, પરંતુ નદી પર પુલ ન હોવાને કારણે જાનૈયાઓએ પોતાની મોંઘીદાટ ગાડીઓ નદી કિનારે જ મૂકી દેવી પડી હતી. ત્યારબાદ વરરાજા સહિત તમામ જાનૈયાઓએ મજબૂરીમાં ઓવરલોડ હોડીમાં સવાર થઈને જીવના જોખમે બેટ પર જવું પડ્યું હતું.
ગામના સરપંચના જણાવ્યા મુજબ, અહીં આશરે એક હજારની વસ્તી અને 700 જેટલું મતદાન છે, છતાં બહારની દુનિયા સાથે જોડાવા માટે માત્ર હોડી જ એકમાત્ર સહારો છે. લગ્ન હોય, કોઈ બીમાર દર્દીને હોસ્પિટલ લઈ જવાનો હોય કે માસૂમ બાળકોને શાળાએ જવાનું હોય, આખો દિવસ સુરક્ષા સાધનો કે લાઈફ જેકેટ વગર જ લોકો મોતના મુખમાં મુસાફરી કરે છે. ખાસ કરીને ચોમાસામાં પાણી વધતા સ્થિતિ ભયાવહ બને છે.
જોકે, સરપંચે ઉમેર્યું કે પુલનું કામ મંજૂર થયું છે અને ચાલુ પણ છે, પરંતુ તે વહેલી તકે પૂરું થાય તે જરૂરી છે. બીજી તરફ, વહીવટી તંત્ર આ બાબતે ઉદાસીન છે. તાલુકા વિકાસ અધિકારી રજા પર હોવાથી એટીડીઓ (ATDO) એ મોડા આવીને ટૂંકો જવાબ આપ્યો કે, “કામ શરૂ છે અને ટૂંક સમયમાં પૂરું થઈ જશે.” તંત્ર ભલે ખાતરી આપે, પણ અધૂરું કામ ક્યારે પૂરું થશે તેની રાહ જોઈને ગ્રામજનો આજે પણ લાચાર આંખોથી સવાલ પૂછી રહ્યા છે.
Census 2027 Rules: જનગણનામાં ખોટી માહિતી આપી તો જેલ ભેગા થવાનો વારો આવશે, જાણી લો આ કડક નિયમો અને દંડની જોગવાઈ
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
