Breaking News : મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, નાગપુર અને વાશિમમાં હિંસક ઝઘડાના વીડિયો થયા વાયરલ ! જુઓ Video
મહારાષ્ટ્રના નાગપુરમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. નાગપુરથી પેટ્રોલ પંપ પર મારામારી અને હુમલાની ઘટના સામે આવી છે. નાગપુરમાં પેટ્રોલ પંપ પર બોલાચાલી બાદ 6 શખ્સોએ કર્મચારી પર ચપ્પુના ઘા માર્યા હતા ત્યારબાદ પોલીસે CCTVના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. પેટ્રોલ પંપ પર મારામારી અને હુમલાની ઘટના સામે આવી છે. નાગપુરમાં પેટ્રોલ પંપ પર બોલાચાલી બાદ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. પેટ્રોલ મામલે બોલાચાલી થતાં 6 શખ્સોએ કર્મચારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ ઘટનાને પગલે કર્મચારીને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે CCTVના આધારે આરોપીઓની ધરપકડ પણ કરી છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલ માટે માથાકૂટ
મહત્વનું છે કે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલ માટે માથાકૂટ થઈ રહીં છે. પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવા ડરથી લોકો પડાપડી કરી રહ્યા છે. અનેક લોકો 20 લિટર સુધીના મોટા કેન અને પ્લાસ્ટિકના કન્ટેનર લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યી રહ્યા છે. તેવામાં પેટ્રોલ પંપ પર હિંસક હુમલા અને મારામારીના બનાવ બની રહ્યા છે. વાશિમ જિલ્લામાં પણ પેટ્રોલ-ડીઝલને લઈને હિંસક મારામારીનો મુદ્દો સામે આવ્યો છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કટોકટી વચ્ચે બે જૂથ આમને-સામને આવ્યા હતા. પેટ્રોલ ભરવા જેવી બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો થઈ ગયો. બોલાચાલી બાદ શખ્સોએ એકબીજાને પ્લાસ્ટિકના કેન વડે માર માર્યો હતો. પેટ્રોલ માટે થયેલી મારામારીનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો, Breaking News : રાજકોટ એરપોર્ટ પરથી અંદાજિત 10 કરોડની કિંમતનો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જુઓ Video
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
