Vadodara: વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદોમાં, કોલ્ડરુમમાં મુકેલ મૃતદેહ કાળો પડી ગયો, તપાસ શરુ કરાઈ, જુઓ Video
વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલ કોલ્ડ રુમને લઈ વિવાદમાં સપડાઈ છે. પહેલાતો કોલ્ડ રુમમાં રાખેલ મૃતદેહ અદલા બદલી થઈ જવાને લઈ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન આ દરમિયાન હવે એક મૃતદેહ ડી કંપોઝ થઈ હોવાનો વિવાદ સર્જાયો છે. ત્રણેક દીવસ પૂર્વ એક અકસ્માતમાં મોતને ભેટલ વ્યક્તિનો મૃતદેહ કોલ્ડ રુમમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તે ડીકંપોઝ થઈ જવા પામ્યો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video
SSG હોસ્પિટલના કોલ્ડ રુમમાં મુકવામાં આવેલ આ મૃતદેહને લઈ થઈ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોલ્ડ રુમમાં કુલ 36 મૃતદેહોને એક સાથે રાખવામાં આવે એ પ્રકારની સગવડ ઉભી કરવામાં આવી છે. આ પૈકી કેટલીક ચેમ્બરમાં મરામતનુ કાર્ય શરુ કરવામાં આવ્યુ છે. જોકે આ મૃતહેદને પણ આવી જ રીતે મરામત વાળી ચેમ્બરમાં રાખવામાં આવ્યો હતો કે, પછી મૃતહેદ રાખ્યા બાદ ટેકનીકલ કોઈ સમસ્યા સર્જાઈ હતી એવા સવાલનો જવાબ મેળવવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.