AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 માં 15 વર્ષના Vaibhav Sooryavanshi એ પહેલા જ બોલે Mitchell Starc ને પણ તારા બતાવ્યા, જુઓ Video

Vaibhav Sooryavanshi vs Mitchell Starc: IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મિશેલ સ્ટાર્કને પણ નથી છોડ્યા, પહેલા જ બોલ પર ફટકાર્યો જોરદાર ચોગ્ગો

IPL 2026 માં 15 વર્ષના Vaibhav Sooryavanshi એ પહેલા જ બોલે Mitchell Starc ને પણ તારા બતાવ્યા, જુઓ Video
| Updated on: May 17, 2026 | 8:57 PM
Share

IPL 2026માં રાજસ્થાન રોયલ્સનો 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સતત પોતાની ધમાકેદાર બેટિંગથી ચર્ચામાં છે. ટૂર્નામેન્ટની 62મી મેચ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક સામે પણ નિડર અંદાજમાં બેટિંગ કરી અને સૌને ચોંકાવી દીધા.

આ મેચ વૈભવ સૂર્યવંશી માટે ખાસ હતી, કારણ કે IPL કારકિર્દીમાં પહેલીવાર તેનો સામનો મિશેલ સ્ટાર્ક જેવા અનુભવી બોલર સાથે થયો હતો. પરંતુ યુવા બેટ્સમેન પર કોઈ દબાણ જોવા મળ્યું નહીં. તેણે સ્ટાર્કના પહેલા જ બોલ પર જોરદાર ચોગ્ગો ફટકારી પોતાની મનોદશા સ્પષ્ટ કરી દીધી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર તેણે શાનદાર છગ્ગો ફટકારીને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને ઉત્સાહિત કરી દીધા.

વૈભવનો આક્રમક અંદાજ હવે IPLમાં દરેક ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તે અત્યાર સુધી અનેક મોટા બોલરો સામે પહેલી જ બોલથી હુમલો કરતો આવ્યો છે. જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને હવે મિશેલ સ્ટાર્ક પણ તેની આક્રમક બેટિંગનો સામનો કરી ચૂક્યા છે.

ટોચના બોલરો સામે વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. તેણે જસપ્રીત બુમરાહ અને પેટ કમિન્સના પહેલા બોલ પર છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કના પહેલા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.

IPL 2026 Playoff Race, RCB vs PBKS Match Highlights, Royal Challengers Bangalore Playoffs, Punjab Kings Sixth Loss, Virat Kohli IPL 2026 Score, Venkatesh Iyer RCB Performance, આઈપીએલ 2026 પરિણામ, RCB પ્લેઓફ ટિકિટ, પંજાબ કિંગ્સ હાર, વિરાટ કોહલી આઈપીએલ સ્કોર

આ મેચમાં વૈભવે માત્ર 21 બોલમાં 46 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેણે 219.04ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જોકે, મોટી શોટ રમવાના પ્રયાસમાં તે માધવ તિવારીના બોલ પર કેચ આઉટ થયો હતો.

આ ઇનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીના IPL 2026માં કુલ 481 રન થઈ ગયા છે. હાલમાં તે રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને ઓરેન્જ કેપની રેસમાં પણ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

IPL 2026 માં RCB ને મળી પ્લેઓફની ટિકિટ, પંજાબની સતત છઠ્ઠી હાર

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">