4 જુલાઈના મહત્વના સમાચાર : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર બનતા અજિત અગરકર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 12:07 AM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

4 જુલાઈના મહત્વના સમાચાર : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર બનતા અજિત અગરકર
Gujarat latest live news

આજે 4 જુલાઈ મંગળવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jul 2023 11:50 PM (IST)

    Gujarat News Live : દુબઈથી કોચી આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટ્યું

    આજે મંગળવારે, લેન્ડિંગ કરતી વખતે સ્પાઈસ જેટની ફ્લાઈટ ટાયર ફાટવા છતાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું અને મોટી દુર્ઘટનાથી બચી ગઈ હતી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું લેન્ડિંગ સમયે ટાયર ફાટ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતર્યા હતા.

  • 04 Jul 2023 10:34 PM (IST)

    Gujarat News Live : મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી નંબર પ્લેટ વગરની કાર, અટકાયત બાદ ચાલકનો થયો છુટકારો

    છત્રાલ પાસે કાર ચાલકે મુખ્ય પ્રધાનના કાફલા સાથે પોતાની નબર પ્લેટ વગરની કાર હંકારી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આપેલી સૂચનાને નજર અંદાજ કરીને યુવાને તેની કાર મુખ્યપ્રધાનના કાફલામાં ઘૂસાડી હતી. પોલીસે કાર રોકાવી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી. જો કે ઘટના બાદ કાર ચાલકનો જામીન ઉપર મુક્ત કરાયો હતો.

  • 04 Jul 2023 10:25 PM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં સવારના 6થી રાત્રિના 10 સુધીમાં 44 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાલાલામાં 3 ઈંચ

    ગુજરાતમા આજે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં કુલ 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના તાલાલામાં આજે દિવસ દરમિયાન કુલ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજકોટના જામકંડોરણામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડામાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

  • 04 Jul 2023 07:18 PM (IST)

    Gujarat News Live : હરિયાણા સરકાર 45 થી 60 વર્ષની વય જૂથના કુંવારાને દર મહિને આપશે પેન્શન

    હરિયાણા સરકાર ટૂંક સમયમાં રાજ્યના કુંવારાઓને પેન્શન આપવાની યોજના બનાવવા જઈ રહી છે. આ યોજના હેઠળ, 45 થી 60 વર્ષની વય જૂથના અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને દર મહિને પેન્શન મળશે. આવા લાભાર્થીઓને પ્રારંભિક પેન્શન તરીકે દર મહિને રૂ. 2750 પેન્શન આપવાની યોજના છે.

  • 04 Jul 2023 07:14 PM (IST)

    Gujarat News Live : મહેસાણા નાગલપુર હાઈવે પર પુનિત નગર પાસે દિવાલ પડતા એકનુ મોત, એક ઈજાગ્રસ્ત

    મહેસાણા નાગલપુર હાઈવે પાસે પુનિત નગરમાં દિવાલ પડતા એક વ્યક્તિનુ મોત થયુ છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પુનિત નગરમાં હોન્ડા કાર શો રૂમના પાછળની દિવાલ પડતાં એક વૃદ્ધાનું મોત થવા પામ્યું છે. દિવાલ જર્જરિત હાલતમાં હોવાથી ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે.

  • 04 Jul 2023 06:46 PM (IST)

    Gujarat News Live : કોરોનાકાળ દરમિયાનની ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો-ખાનગી યુનિવર્સિટીની સંપૂર્ણ કે આંશિક ફી ઘટાડાની દરખાસ્ત ફગાવાઈ

    કોરોનાકાળ દરમિયાનની ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો-ખાનગી યુનિવર્સિટીની ફી ઘટાડાની દરખાસ્ત સરકારે બનાવેલ કમિટીએ ફગાવી દીધી છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓમાં કોરોના મહામારી દરમિયાન ફી ઘટાડાની દરખાસ્ત અંગે રાજ્ય સરકારે બનાવેલી બે કમિટીએ નિર્ણય લીધો છે. કોલેજો કે ખાનગી યુનિવર્સિટીઓને સંપૂર્ણ કે આંશિક ફી માફીની દરખાસ્ત ફગાવી દેવાઈ છે. 10% સુધીની ફી માફી અંગેની દરખાસ્ત પર વિચારણા કરી શકાય પરંતુ આંશિક ફી માફી (25%) કે સંપૂર્ણ ફી માફીની દરખાસ્ત સ્વીકારી શકાય નહીં. 25% ફી માફીની દરખાસ્ત ફગાવાતા કમિટીના નિર્ણયને શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે.

  • 04 Jul 2023 06:22 PM (IST)

    JNUના વિદ્યાર્થીઓ જોયુ ’72 હુરે’, પિચ્ચર જોયા પછી લાગ્યા ભારત માતા કી જયના ​​નારા

    સત્તાવાર રીતે ફિલ્મના રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ 72 હુરેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ આજે જેએનયુમાં કરાયું છે. જો કે આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થશે, પરંતુ વિવેકાનંદ વિચાર મંચ દ્વારા મંગળવારે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ ધ કેરળ સ્ટોરીનું પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું, જો કે આ સ્ક્રીનિંગને લઈને પણ વિવાદ શરૂ થયો છે. પહેલો વિરોધ JNSU પ્રમુખ આઈશી ઘોષ તરફથી આવ્યો હતો. તેમણે કહ્યું કે તે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે યુનિવર્સિટીના ભંડોળનો ઉપયોગ RSS સમર્થિત કાર્યક્રમોનું આયોજન કરવા માટે કરવામાં આવે છે.

  • 04 Jul 2023 05:58 PM (IST)

    પુષ્કર સિંહ ધામીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, UCC પર કહી આ મોટી વાત

    Delhi: યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) લાગુ કરવાની કવાયત વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સીએમ ધામીએ કહ્યું કે, અમને UCC સંબંધિત કોઈ ડ્રાફ્ટ મળ્યો નથી અને અમે આ મામલે ઉતાવળ કરવા માંગતા નથી. પુષ્કર સિંહ ધામીએ આજે ​​વડાપ્રધાન મોદીને મળ્યા બાદ કહ્યું કે, પીએમ મોદી સાથેની મુલાકાત જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને કાવડ યાત્રા અંગે હતી.

    Pushkar Singh Dhami -PM Narendra Modi

    Pushkar Singh Dhami -PM Narendra Modi

  • 04 Jul 2023 05:43 PM (IST)

    સુરત : દેવઘાટના ધોધનો અદ્ભુત નજરો, પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલી

    ચોમાસાની ઋતુમાં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં દિવતણ ગામની સીમમાં આંજણીયા નદી પરથી પડતા દેવઘાટના ધોધનો અદ્ભુત નજરો સામે આવ્યો છે. ચોમાસામાં પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે. આસપાસના જંગલ વિસ્તારમાં જાણે સાક્ષાત મા પ્રકૃત્તિનો વાસ થયો હોય એવા નયનરમ્ય કુદરતી દ્રશ્યો માણવા મળે છે.

  • 04 Jul 2023 05:32 PM (IST)

    Surat: પે એન્ડ પાર્કની ઉઘરાણીને લઈ વિવાદ, કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ વચેટિયાઓ ઉઘરાવતા હતા રૂપિયા

    Surat:  પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં કેટલાક વચેટિયા ચાર્જ વસૂલતા હોવાનું સામે આવ્યું હતું. આ વચેટિયાઓ રંગે હાથ ઝડપાયા. આ સમગ્ર ઘાટાને લઈ કડક તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો સામે આવે તેમ છે. લોકોની માગ છે કે સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ આ બાબતે ગંભીરતાથી તપાસ કરવામાં આવે.

  • 04 Jul 2023 05:16 PM (IST)

    કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની SP વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ગરમાઈ રાજનીતિ

    બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP સામે કરેલી ફરિયાદ બાદ રાજકારણ ગરમાયુ છે. જિલ્લા ભાજપ પ્રમુખે SP સામે થયેલી ફરિયાદ બાદ SPની કામગીરીને બિરદાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગેનીબેન સહિત કોંગ્રેસ સામે સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીની કોંગ્રેસ દારૂના બુટલેગરોને બચાવી રહી છે. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય બુટલેગરને બચાવવા પોલીસ અને રાજ્ય સરાકર પર દબાણ લાવી રહી છે. એક તરફ સરકાર ડ્રગ્સ અને દારૂ સામે કડક હાથે કામ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ બુટલેગરોને છાવરતી હોવાનો પણ જિલ્લા ભાજપે ગંભીર આક્ષેપ કર્યો છે.

  • 04 Jul 2023 04:41 PM (IST)

    તેલંગાણામાં જી કિશન રેડ્ડી અને પંજાબમાં સુનીલ જાખડ, ભાજપે 4 રાજ્યમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ

    BJP Mission 2024: આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સાથે 2024 માં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પણ યોજાશે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચૂંટણી રણનીતિના ભાગરૂપે ઘણા રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોને બદલવામાં આવ્યા છે. બીજેપીએ તેલંગાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને પંજાબમાં પ્રદેશ પ્રમુખો બદલ્યા છે.

  • 04 Jul 2023 04:10 PM (IST)

    ભાજપના કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલાં દિલ્હીમાં યોજાશે બેઠક

    Gandhinagar : ભાજપના (BJP) કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફારને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. 8 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન કેન્દ્ર સરકારમાં વિસ્તરણ થઈ શકે છે. ત્યારે ગુજરાતને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના (CR Patil) નામને લઈ દિલ્હીમાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે. સી આર પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં (Cabinet) સ્થાન મળી શકે છે. તો બીજી તરફ જો સી આર પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તો દર્શના જરદોષને કેબિનેટમાંથી ડ્રોપ કરવામાં આવી શકે છે. સાથે જ 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થઈ શકે છે.

  • 04 Jul 2023 03:55 PM (IST)

    રવિવારે શંકાસ્પદ પાઉડર મળ્યા બાદ વ્હાઇટ હાઉસને ખાલી કરાવવામાં આવ્યું

    અમેરિકન મીડિયામાંથી મોટી માહિતી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે શંકાસ્પદ પાવડર મળ્યા બાદ વ્હાઇટ હાઉસને ખાલી કરાવવામાં આવ્યું હતું. મામલાની ગંભીરતા જોઈને ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી, જ્યારે માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા.

  • 04 Jul 2023 03:44 PM (IST)

    US Flight Cancel: અમેરિકાના એરપોર્ટ પર ફેલાઈ અવ્યવસ્થા, એક જ દિવસમાં હજારો ફ્લાઇટ્સ કરવી પડી કેન્સલ

    US: અમેરિકા આજે તેની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. હવામાનની વિવિધ ચેતવણીઓને કારણે લગભગ 100 મિલિયન લોકો પ્રભાવિત થવાના છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી રહી છે. ગઈકાલે સોમવારે એક જ દિવસે અમેરિકાના એરપોર્ટ લોકોથી ભરાઈ ગયા હતા અને હજારો ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી અથવા તેમના પહોચવાના સ્થાને મોડી પહોંચી હતી.

  • 04 Jul 2023 03:29 PM (IST)

    Vande Bharat Express: અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે

    Vande Bharat Express: અમદાવાદને વધુ એક વંદે ભારત હાઈ સ્પિડ રેલવેનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ 7, જુલાઈએ કરશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.

  • 04 Jul 2023 03:16 PM (IST)

    ભાજપે અનેક પ્રદેશ પ્રમુખો બદલ્યા, પંજાબમાં સુનીલ જાખડની જવાબદારી

    ભાજપે ઘણા રાજ્યોમાં પોતાના અધ્યક્ષ બદલ્યા છે. આંધ્રપ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનિલ જાખડ, તેલંગાણામાં જી કિશન રેડ્ડીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

  • 04 Jul 2023 03:15 PM (IST)

    ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લામાં વરસ્યો વરસાદ

    હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢમાં 86 MM વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 77 MM વરસાદ પડ્યો છે. જામનગરમાં 47 MM વરસાદ વરસ્યો છે.

  • 04 Jul 2023 03:00 PM (IST)

    ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકાધીશ મંદિરના શિખર પર 6 ધ્વજા ચઢાવાઈ

    દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ 6 ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ 15 દિવસ સુધી 5ને બદલે 6 ધ્વજા ચઢાવવામાં આવશે.

  • 04 Jul 2023 02:59 PM (IST)

    મનીષ સિસોદિયાની પત્નીની તબિયત ફરી બગડી, હોસ્પિટલમાં દાખલ

    મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાની તબિયત ફરી લથડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ગંભીર બીમારી છે.

  • 04 Jul 2023 02:26 PM (IST)

    અમદાવાદના મકરબામાં આવેલા બગીચાનો અદ્યતન ટેકનોલોજીનો વૉક-વે ધોવાયો, માર્યા થીંગડા

    અમદાવાદના મકરબા વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીથી બનાવેલો રબરનો વૉક-વે વરસાદમાં ઠેર-ઠેર તૂટ્યો છે. અહીં એક જ વર્ષમાં વારંવાર થીગડા મારવા પડયા છે. આ વૉક-વે તૂટતા જ સવાર-સાંજ વોકિંગ કરવા આવતા વૃદ્ધોને પારાવાર હાલાકી પડી રહી છે.

  • 04 Jul 2023 02:23 PM (IST)

    મહેસાણા : અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયુ સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત

    અમિત શાહની (Amit Shah) વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) હાજરીમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે. સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતની આ પહેલી સૈનિક સ્કૂલ હશે.

  • 04 Jul 2023 02:04 PM (IST)

    આપણે તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવો પડશે : પાકિસ્તાનના પીએમ શરીફ

    SCO સમિટમાં બોલતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે, આપણે તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવો પડશે. ધાર્મિક લઘુમતીઓ પર કોઈપણ પ્રકારના હુમલાને સાંખી લેવામાં આવશે નહીં.

  • 04 Jul 2023 01:50 PM (IST)

    પેપર લીક પર રાજસ્થાન સરકાર કડક, આજીવન કેદ માટે આવશે કાયદો

    રાજસ્થાન સરકારે પેપર લીકને લઈને મોટો નિર્ણય લીધો છે. પેપર લીકના કાયદામાં હવે મહત્તમ સજા આજીવન કેદની થશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવામાં આવશે. નવો કાયદો RPSC, RSSB, DPO પર લાગુ થશે.

  • 04 Jul 2023 01:48 PM (IST)

    HAM પાર્ટીના પ્રમુખ સંતોષ માંઝીને Y+ સુરક્ષા આપવામાં આવી છે

    કેન્દ્ર સરકારે HAM પાર્ટીના અધ્યક્ષ સંતોષ માંઝીને Y પ્લસ સુરક્ષા આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર, CRPF સમગ્ર ભારતમાં Y+ સુરક્ષા પ્રદાન કરશે.

  • 04 Jul 2023 01:27 PM (IST)

    Maharashtra: મુંબઈ-આગ્રા હાઈવે પર ભયાનક અકસ્માત, 12 લોકોના મોત અને 10 થી વધુ ઘાયલ

    બપોરે 12 વાગ્યાની આસપાસ એક કન્ટેનર મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેની બ્રેક ફેલ થઈ હતી અને કન્ટેનર હાઈવે પર આવેલી હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ 12 લોકોના મોત થયા હતા.

  • 04 Jul 2023 01:26 PM (IST)

    Shah Rukh Khan Accident: શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, શાહરૂખ ખાનને નાકમાં થઈ ઈજા

    ઠાણે’ વિશ્વભરમાં 1000 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. હવે તેના ચાહકોની નજર તેના આગામી પ્રોજેક્ટ્સ પર છે. આ દરમિયાન શાહરૂખ (Shah Rukh Khan) અકસ્માતનો શિકાર બન્યો છે. શાહરૂખ ખાન હાલમાં જ લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન શાહરૂખ સાથે અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શાહરૂખ ખાન પર એક નાની સર્જરી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કિંગ ખાનને તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તેના નાક પર ઈજા થઈ હતી.

  • 04 Jul 2023 01:11 PM (IST)

    તમામ દેશોએ અન્ય દેશોની સરહદોનું પાલન કરવું જોઈએ, SCO બેઠકમાં PM મોદી

    SCOની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમામ દેશોએ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને સરહદોનું સન્માન કરવું જોઈએ.

  • 04 Jul 2023 01:07 PM (IST)

    Ahmedabad : તમારા વિસ્તારમાં રોડ ખખડધજ હોય તો 155303 નંબર પર કરો ફરિયાદ, AMCની સાઇટ પર મળશે રોડ અંગેની તમામ માહિતી

    અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાને લઇને શરુ થયેલી હાલાકીને લઇને મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની (Municipal Road and Building Committee) બેઠક મળી હતી. જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન દ્વારા જે પણ રોડ પર ખાડા પડ્યા છે તે તાત્કાલિક ધોરણે પૂરી દેવા સૂચના આપી છે.

  • 04 Jul 2023 01:04 PM (IST)

    મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરે માતોશ્રીમાંં કરી રહ્યા છે બેઠક

    મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે ઉદ્ધવ ઠાકરે માતોશ્રી ખાતે સભા કરી રહ્યા છે. આ બેઠકમાં પાર્ટીના અનેક નેતાઓ ભાગ લેવા પહોંચ્યા છે.

  • 04 Jul 2023 12:31 PM (IST)

    અમદાવાદ : ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલ આંખ

    • અમદાવાદ શહેરમાં AMCનું મેગા ડિમોલિશન
    • આસ્ટોડિયા કાઝીના ધાબામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલુ
    • કાઝીના ધાબા નજીક 3 બિલ્ડિંગમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી
    • પોલીસના મોટા કાફલાની સાથે ડિમોલિશન કામગીરી
    • સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે 300-400 પોલીસ હાજર
    • DCP, ACP અને PI સહિતનો સ્ટાફ હાજર
  • 04 Jul 2023 12:27 PM (IST)

    બર્થડે પાર્ટી ઉજવી પરત ફરી રહેલા 5 મિત્રોને નડ્યો અકસ્માત, 2ના યુવકના મોત, 3 ઈજાગ્રસ્ત

    Dahod: પાંચ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કારમાં સવારમાં બે મિત્રો મોતને ભેટ્યા હતા.

  • 04 Jul 2023 12:15 PM (IST)

    Gir Somnath: હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, જુઓ Video

    હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ડેમનું નિર્ધારીત રૂલ લેવલ જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવામાં આવશે.

  • 04 Jul 2023 12:02 PM (IST)

    7 તારીખે વારાણસી જશે PM મોદી , 2 દિવસમાં 4 રાજ્યોની લેશે મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી જુલાઈએ વારાણસી જશે. તેઓ ત્યાં શિલાન્યાસ કરશે અને ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. PM મોદી 7 અને 8 જુલાઈ એમ 2 દિવસમાં 4 રાજ્યોની મુલાકાત લેશે. 7મીએ તેઓ છત્તીસગઢ અને યુપીમાં રહેશે, જ્યારે બીજા દિવસે તેઓ તેલંગાણા અને રાજસ્થાનમાં રહેશે.

  • 04 Jul 2023 11:41 AM (IST)

    Balasore Train Accident: લોકેશન બોક્સમાં ખામીયુક્ત વાયરિંગ અકસ્માતનું કારણ બન્યું, CRS રિપોર્ટમાં થયો ખુલાસો

    Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ તેની તપાસની જવાબદારી ‘કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી’ (CRS)ને સોંપવામાં આવી હતી. CRSની તપાસમાં જાણવા મળ્યું છે કે રેલ દુર્ઘટનાનું કારણ અનેક સ્તરે ક્ષતિઓ છે. સીઆરએસ તપાસ અહેવાલ દર્શાવે છે કે લેવલ-ક્રોસિંગ લોકેશન બૉક્સની અંદર વાયરનું ખોટું લેબલિંગ વર્ષોથી શોધી શકાતું નથી. મેન્ટેનન્સ વખતે પણ તેમાં ક્ષતિ હતી. જો આ ખામીઓને અવગણવામાં ન આવી હોત તો અકસ્માત ટાળી શકાયો હોત.

  • 04 Jul 2023 11:28 AM (IST)

    ઉત્તરાખંડના સીએમ ધામી પીએમ મોદીને મળવા પહોંચ્યા

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે. ગઈ કાલે તેઓ ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

  • 04 Jul 2023 11:18 AM (IST)

    ભાજપના કેન્દ્રીય સંગઠનના માળખામાં ફેરફાર પહેલાં દિલ્હીમાં યોજાશે મહત્વપૂર્ણ બેઠક

    • 7 જુલાઈએ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જશે દિલ્હી
    • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષની અધ્યક્ષતામાં થશે બેઠક
    • રાષ્ટ્રીય કારોબારીના પદાધિકારીઓ પણ બેઠકમાં રહેશે હાજર
    • બેઠકમાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને લઈને થશે ચર્ચા
  • 04 Jul 2023 10:58 AM (IST)

    મુંબઈઃ ટીના અંબાણી પહોંચી ED ઓફિસ, FEMA કેસમાં થશે પૂછપરછ

    અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી EDની મુંબઈ ઓફિસ પહોંચી ગઈ છે. ફેમા મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા સોમવારે EDએ FEMA હેઠળ અનિલ અંબાણીની પણ પૂછપરછ કરી હતી. આ 814 કરોડની હેરાફેરીનો મામલો છે.

  • 04 Jul 2023 10:38 AM (IST)

    બનાસકાંઠાના ડીસામાં અગરબત્તીની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે

    Banaskantha : બનાસકાંઠાના ડીસામાં લાટી બજાર વિસ્તારમાં ભીષણ આગ (Fire) લાગી છે. અગરબત્તીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. આગ લાગવાની ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર રૂપ ધારણ કરતા ફાયર ફાયટરની (Fire fighter) ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.

  • 04 Jul 2023 09:23 AM (IST)

    રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો આવ્યા સામે

    Jamnagar : વરસાદના કારણે ગુજરાતના નદી-નાળામાં નવા નીરના આવક થઇ રહી છે. તો ડેમો પણ પાણીની આવકથી છલકાઇ રહ્યા છે. ત્યારે જામનગર શહેરની જીવાદોરી ગણાતો અને પાણી પૂરૂં પાડતો રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam) ઓવરફ્લો થઇ ગયો છે. ધોધમાર વરસાદ (Rain) બાદ ડેમમાં છલોછલ પાણી ભરાઇ ગયું છે. ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રણજીત સાગર ડેમની જળ સપાટી 28 ફુટની છે. વરસાદના કારણે પાણીએ ડેમની સપાટી વટાવી દીધી છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જો કે હજુ તો વરસાદની સીઝન બાકી છે. ચોમાસાના પ્રારંભે જ રણજીત સાગર ડેમ સંપૂર્ણ રીતે ભરાઇ જતા ઓવરફ્લો થઇ ગયો છે. જેથી શહેરીજનો માટે પીવાના પાણીની ચિંતા રહી નથી.

  • 04 Jul 2023 09:16 AM (IST)

    વિદેશી રોકાણકારોનો વિશ્વાસ : મોદી ફરી સત્તામાં આવશે, વર્ષ 2023 માં 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું

    મુંબઈ હાલમાં તે દેશની અર્થવ્યવસ્થા(Economy)નું મહત્વનું સૂચક બની ગયું છે. આ સાથે રાજકીય શક્તિની ગતિવિધિ સાથે તેના ધબકારા પણ ઉપર અને નીચે જાય છે. ભારતનું શેરબજાર (Share Market) પાવર માટે પણ મહત્વનું છે કારણ કે તે વિદેશી રોકાણકારો માટે હોટ સ્પોટ બની ગયું છે. વર્ષ 2023માં વિદેશી રોકાણકારોએ દેશના બજારમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. જો જૂનની વાત કરીએ તો આ આંકડો લગભગ 48 હજાર કરોડ રૂપિયા છે. આ વિદેશી રોકાણકારોને મદદ કરવા અને બજારની નસ હાથમાં રાખવા માટે મુંબઈને હાથમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

  • 04 Jul 2023 09:15 AM (IST)

    નવસારીના વિજલપોરમાં યુવકની હત્યા, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

    Navsari : નવસારીના વિજલપોરમાં એક યુવાનની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. વિજલપોરના ક્રિષ્નાનગર ખાતે એક યુવાન પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  • 04 Jul 2023 09:14 AM (IST)

    અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    Amreli : ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2023 )જમાવટ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ચોમાસાના આગમન પછી સારો એવો વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અમરેલીના ચલાલાના લાખાપાદર ગામનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ગીર વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફલો થયો છે. ધારીના જીરા, ગઢીયાપાતળા, રામપુર, નાગધ્રામાં વરસાદ ખાબક્યો છે. જેના પગલે પાણીની સારી આવકથી એક જ દિવસમાં લાખાપાદર ડેમ છલકાયો છે. અમરેલી જિલ્લાના અન્ય ડેમોમાં પણ પાણીની સારી આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 04 Jul 2023 09:13 AM (IST)

    Banaskantha : અમદાવાદ-આબૂરોડ હાઈ-વે પર ખાડારાજ, વાહનચાલકોને હાલાકી

    Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે મોટાભાગના રસ્તા ખાડા ખૈયાવાળા બની ગયા છે. પાલનપુરનો હાઈ-વે હોય કે શહેરના માર્ગો. વાહન ચાલકોના હાડકા પહેલા જ વરસાદમાં ખોખરા થવા લાગ્યા છે. અમદાવાદ-આબૂરોડને જોડતા હાઈ-વે પર ખેમાણા ટોલ પ્લાઝા પર વાહન ચાલકો ટોલ ચુકવે છે.

  • 04 Jul 2023 09:11 AM (IST)

    LPG Cylinder Price: મોંઘવારીનો વધુ એક ફટકો, શાકભાજી બાદ LPG સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો નવી કિંમત

    LPG Cylinder Price: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો(Commercial LPG Cylinder) કર્યો છે. સામાન્ય રીતે 1લીએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. આ વખતે 1 જુલાઈના રોજ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. તેના પછી ચોથા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરીને મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલોનું છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી, મુંબઈ, કોલકાતા ચેન્નાઈ અને અમદાવાદમાં આ એલપીજી ગેસના ભાવ યથાવત છે. ઘરેલુ  વપરાશના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા, મુંબઈમાં 1102.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા પર ઉપલબ્ધ થઇ રહ્યા છે.

  • 04 Jul 2023 08:11 AM (IST)

    Surat : ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી ઝડપાયો 40 કિલોથી વધારે ગાંજાનો જથ્થો

    Surat : રાજ્યમાં અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. રાજ્યમાં ફરી એકવાર આ પ્રકારનો જથ્થો સુરતના પશ્ચિમ રેલવેની ટ્રેનમાંથી ઝડપાયો છે.  પુરી થી ગાંધીધામ જતી વિકલી સુપરફાસ્ટ પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ માંથી બરોડા રેન્જના SOGને સુરત રેલ્વે સ્ટેશન પર માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આશરે 40 કિલોથી વધુ બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • 04 Jul 2023 07:46 AM (IST)

    US: ફિલાડેલ્ફિયામાં ફાયરિંગ, 8 લોકોને ગોળી વાગી, ઘટનામાં 4ના મોત

    અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. 8 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. 8માંથી 4ના મોત પણ થયા હોવાની માહિતી મળી છે.

  • 04 Jul 2023 07:34 AM (IST)

    સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો, ખાલિસ્તાની સમર્થકોએ આગ લગાડી

    અમેરિકન શહેર સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના રવિવારે સવારે 1.30 થી 2.30 દરમિયાન બની હતી.કથિત રીતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ દૂતાવાસ પર હુમલો કર્યો અને તેને આગ લગાડી દીધી. છેલ્લા પાંચ મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે ભારતીય દૂતાવાસને ખાલિસ્તાની સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.

  • 04 Jul 2023 07:18 AM (IST)

    SCO સમિટનો એજન્ડા નક્કી, ભારત ‘સિક્યોર’ થીમ સાથે વિશ્વને સુરક્ષિત કરશે

    ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુરેશિયન-મધ્ય એશિયાના દેશોના નેતાઓ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. ઈરાન પણ નવા સભ્ય તરીકે કોન્ફરન્સમાં ભાગ લેશે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત SCO સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે.

  • 04 Jul 2023 06:56 AM (IST)

    સરકારે પવન હંસના હિસ્સાના વેચાણની કાર્યવાહી પર લગાવી બ્રેક

    હેલિકોપ્ટર સર્વિસ પ્રોવાઈડર પવન હંસના ડિસઈન્વેસ્ટમેન્ટને મોટો આંચકો લાગ્યો છે. સરકારે તેને વેચવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. મામલો એવો છે કે પવન હંસમાં સરકારનો હિસ્સો ખરીદનાર કન્સોર્ટિયમની કંપની પર NCLT કેસ પેન્ડિંગ છે. જ્યારે સરકારને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે આ નિર્ણય લેવો પડ્યો છે. સરકાર પવન હંસને રૂપિયા 211.40 કરોડમાં વેચવાની યોજના બનાવી રહી હતી. પવન હંસમાં સરકાર 51 ટકા અને ONGC 49 ટકા હિસ્સો ધરાવે છે. સરકાર તેનો 100 ટકા હિસ્સો વેચવા જઈ રહી હતી. સરકારે અત્યાર સુધીમાં તેને વેચવાનો 4 વખત નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

  • 04 Jul 2023 06:43 AM (IST)

    મણિપુરમાં તણાવ ઓછો થયો, 5 જુલાઈથી શાળાઓ ખુલશે

    મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો તણાવ ઝડપથી ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં શાંતિની પુનઃસ્થાપના વચ્ચે, સીએમ એન બિરેન સિંહે કહ્યું છે કે મે મહિનાથી ચાલી રહેલી હિંસા બાદ બંધ કરવામાં આવેલી પ્રથમથી આઠમા ધોરણ સુધીની શાળાઓ 5 જુલાઈથી ફરીથી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે પહાડી અને ખીણમાં લાગેલા બંકરો હટાવવામાં આવશે.

  • 04 Jul 2023 06:42 AM (IST)

    જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન, વન-લેન ટ્રાફિક ખોરવાઈ ગયો

    જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે. ભૂસ્ખલનને કારણે હાઈવેની એક લેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. કૃપા કરીને જણાવો કે ભૂસ્ખલન ચંદ્રકોટના કુનફર વિસ્તારમાં થયું છે. 270 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર સર્વ-હવામાન માર્ગ છે.

  • 04 Jul 2023 06:42 AM (IST)

    Surat : પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું નવું અભિયાન, પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલનો મેળો

    Surat: શહેર પોલીસ દ્વારા એક નવો ચીલો ચીતરવામાં આવ્યો છે. તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરી, લૂંટ કે, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં આરોપીઓને પકડ્યા બાદ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને પોલીસ જાતે જે ફરિયાદીનો મુદામાલ છે તેનો સંપર્ક કરી તેમનો મુદ્દામાલ પરત કરે છે.

Published On - Jul 04,2023 6:40 AM

Follow Us:
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">