Surat : સાયબર ક્રાઇમ પોલીસનું મોટું ઓપરેશન, યુવકના ઘરેથી 1,41,00,000 રોકડા કબજે કર્યા
એક કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી.
સુરતમાં (Surat) સાયબર ક્રાઇમ(Cyber Crime) પોલીસે બાતમીને આધારે 1,41,00,000 રોકડા રૂપિયા કબજે કર્યા છે. પોલીસને બાતમીદાર માહિતી આપી હતી કે ઊન પાટિયામાં રહેતો યુવક જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે સાયબર ફ્રોડની રકમ રકમ ઘરે રહેલી છે. જે આધારે તપાસ કરતા સાયબર પોલીસે 2000,500 અને 200 ના દર ની એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. અને આ અંગે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને વધુ તપાસ માટે જાણ કરી છે. તો ખરેખર આ રૂપિયા સાયબર ફ્રોડ ના છે કે નહીં તે અંગે પણ સાઇબર પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે
સુરત શહેરમાં જુદા જુદા પ્રકારના આચરવામાં આવતા સાયબર ફ્રોડનાં ગુન્હાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજે રોજ પ્રયત્ન કરતી હોય છે. અને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે સુરતના સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે આજે એક અંગત બાતમીદાર દ્વારા બાતમી આપી હતી કે , ઉન પાટીયા વિસ્તારમાં મદની મસ્જીદની બાજુમાં, સુમીત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબાર નગર ના ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે.
એક કરોડથી વધુ ની રોકડ રકમ પોલીસને મળી આવી
તેના ઘરે કરોડો રોકડા રૂપીયા રાખેલ છે. આ બાતમી આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બાકી મુજબના ઘરે તપાસ કરતા એક કરોડથી વધુ ની રોકડ રકમ પોલીસને મળી આવી હતી.સાયબર પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્યાંથી રૂપિયા 2000 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-500 મળી રૂ.10,00,000, રૂપિયા 500 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-23,100 મળી 1,15,50,000 નોટ મળી આવી .
ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે
આ ઉપરાંત રૂપિયા 200 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-6000 મળી રૂ.12,00,000 તથા રૂપિયા 100 ના દરની ભારતીય ચલણી નોટ નંગ-3500 મળી રૂ.3,50,000 મળી કુલ રૂપિયા1,41,00,000 મળી આવેલ હતા. પોલીસે તમામ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.
વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી
એક કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રેડ કરી ત્યારે તેના ઘરે વસીમ હાજર હતો નહીં.
કાયદેસરની કાર્યવાહી કરી પગલા ભરવામાં આવશે
ઘરે તેના માતા પિતા અને પરિવારના સભ્યો જ હાજર હતા. જેથી પોલીસે તમામ રોકડ કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે. તે ઉપરાંત અમારી સાયબર સેલની ટીમ દ્વારા જે રીતે બાતમી આપવામાં આવી હતી તે મુજબ સાયબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. જો તપાસમાં વસીમ પટેલ દ્વારા કોઈપણ પ્રકારનું સાઇબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા હોવાનું જણાશે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરી પગલા ભરવામાં આવશે.