Maharashtra: મુંબઈ-આગ્રા હાઈવે પર ભયાનક અકસ્માત, 12 લોકોના મોત અને 10 થી વધુ ઘાયલ, જુઓ Video
બપોરે 12 વાગ્યાની આસપાસ એક કન્ટેનર મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેની બ્રેક ફેલ થઈ હતી અને કન્ટેનર હાઈવે પર આવેલી હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ 12 લોકોના મોત થયા હતા.

Maharashtra Accident: મુંબઈ-આગ્રા હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. પલાસનેર નજીક થયેલા આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સાથે જ આ અકસ્માતમાં 10 થી વધારે લોકો ઘાયલ થયા છે. એક કન્ટેનર હાઈવે પર ફુલ સ્પીડમાં જઈ રહ્યુ હતું ત્યારે જ તેની બ્રેક ફેલ થતા તે હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
બપોરે 12 વાગ્યે આ માર્ગ અકસ્માત થયો હતો
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે. જે જગ્યાએ અકસ્માત થયો છે ત્યા આસપાસના ગામમાં રહેતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થાનિક લોકોની મદદ લઈ રહ્યા છે અને લોકોને બહાર કાઢવા માટે પ્રયત્નો ચાલુ છે. પલાસનેર ગામ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાં આવેલું છે. આ ગામ મધ્યપ્રદેશને અડીને આવેલું છે. આજે લગભગ બપોરે 12 વાગ્યે આ માર્ગ અકસ્માત થયો હતો.
અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા
આ ઘટનાની વિગતો જોઈએ તો અંદાજે બપોરે 12 વાગ્યાની આસપાસ એક કન્ટેનર મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેની બ્રેક ફેલ થઈ હતી અને કન્ટેનર હાઈવે પર આવેલી હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ 12 લોકોના મોત થયા હતા અને 10થી વધાર લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Maharashtra: અજિત પવારના બળવા પર શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- સમય આવશે ત્યારે બધા મારી સાથે હશે
ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
આ અકસ્માત બાદ આસપાસના ગામના સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને તેની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ દ્વારા ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળ પર ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો