Gujarati Video : નવસારીના એરૂ ચાર રસ્તા પાસે આવેલી અંકુર પાર્ક સોસાયટીમાં મધરાતે ચોરી, ત્રણ તસ્કરો CCTVમાં કેદ
નવસારીના એરૂ ચાર રસ્તા પાસે આવેલી અંકુર પાર્ક સોસાયટીમાં મધરાતે ચોરીની ઘટના બની છે. પરિવાર ઉપરના રૂમમાં સૂઈ ગયો હતો. ત્યારે તસ્કરો મધરાતે નીચેના રૂમમાં ઘૂસ્યા હતા અને તસ્કરો દાગીના અને રોકડ રકમ સહિત અઢી લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
નવસારીના (Navsari ) એરૂ ચાર રસ્તા પાસે આવેલી અંકુર પાર્ક સોસાયટીમાં મધરાતે ચોરીની ઘટના બની છે. પરિવાર ઉપરના રૂમમાં સૂઈ ગયો હતો. ત્યારે તસ્કરો મધરાતે નીચેના રૂમમાં ઘૂસ્યા હતા અને તસ્કરો દાગીના અને રોકડ રકમ સહિત અઢી લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે પીડિત પરિવાર જલાલપોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVના આધારે ચડ્ડી-બનિયાનધારી ગેંગના તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Navasari: નગરપાલિકાએ વધારેલા વેરા સામે વેપારીઓમાં રોષ, વેરામાંથી મુક્તિ આપવાની માગ
રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક આવ્યો હતો સામે
તો બીજી તરફ આ અગાઉ રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો હતો. SOG પોલીસ અને ચડ્ડી બનિયાનધારી ગેંગ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગે હુમલો કરતા પોલીસે બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં ગેંગના એક સભ્યને કમરના ભાગે ગોળી વાગી હતી, જ્યારે ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જે બાદ પોલીસે ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 સભ્યોને દબોચી લીધા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…