AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 જૂનના મહત્વના સમાચાર : ખેડૂતોના આંદોલન મુદ્દે સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ગાંધીનગરમાં શરૂ થયો બેઠકોનો દોર, વીજપોલ મુદ્દે યોગ્ય વળતર આપવા પર મંથન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2026 | 9:46 PM
Share

આજે 30 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 જૂનના મહત્વના સમાચાર : ખેડૂતોના આંદોલન મુદ્દે સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ગાંધીનગરમાં શરૂ થયો બેઠકોનો દોર, વીજપોલ મુદ્દે યોગ્ય વળતર આપવા પર મંથન

આજે 30 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jun 2026 09:38 PM (IST)

    વડાપ્રધાન મોદી 4 જુલાઈએ ગુજરાત પ્રવાસે

    વડાપ્રધાન મોદી 4 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સાણંદની મુલાકાત લેશે અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવાના છે.  દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે. સીજી સેમિકન્ડક્ટર કંપનીમાં એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની શરૂઆત થશે.

  • 30 Jun 2026 09:34 PM (IST)

    ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત પર ગેનીબેને ઉઠાવ્યા સવાલ

    ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત પર ગેનીબેને સવાલ  ઉઠાવ્યા. તેમણે કહ્યુ અત્યારે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતો માટે વીજ કનેકશનનો છે. બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોની પ્રથમ માગ વીજ કનેક્શનની છે. એક-દોઢ વર્ષથી ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા નથી. જિલ્લામાં એક વર્ષથી તમામ ખેડૂતોએ એસ્ટીમેન્ટ ભરી દીધા છે. મળતીયાઓ પાસેથી ટપક સિંચાઈના સાધનો પણ ખરીદી લીધા છે. અધિકારીઓએ કમિશન લઈ લીધા, છતાં વીજ કનેક્શન નથી આપ્યા.

  • 30 Jun 2026 09:33 PM (IST)

    અમદાવાદ : ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી

    અમદાવાદ : ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતા ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી શંકાસ્પદ ગાંજો જપ્ત કર્યો છે.  અંદાજે 500 ગ્રામ થાઈલેન્ડનો ગાંજો જપ્ત કરાયો છે. પાર્સલના રુટિન ચેકિંગ દરમિયાન વુડન બ્લોક્સ મળી આવ્યા છે.  2 પોલિથીન બેગમાં પ્રતિબંધિત ગાંજો મંગાવાયો હોવાનું સામે આવ્યું છે.

  • 30 Jun 2026 07:30 PM (IST)

    નવસારીઃ ભૂવા પડવાને મુદ્દે મેયરનું વિવાદાસ્પદ નિવેદન

    નવસારીઃ ભૂવા પડવાને મુદ્દે મેયરનું વિવાદાસ્પદ નિવેદન આપ્યુ.  મેયરે ભૂૂવા પડવાની ભવિષ્યવાણી કરી અને જણાવ્યુ કે અગાઉથી જ કહુ છુ  શહેરમાં ભુવા તો પડવાના જ છે. ડ્રેનેજની કામગીરીના કારણે જમીન પોચી થઈ હોવાનો મેયર દાવો કર્યો. અમદાવાદ, મુંબઈ અને દિલ્લી સાથે નવસારીની સરખામણી કરી. અન્ય મહાનગરોમાં ભૂવા પડતા હોય તો આપણી તો નવી મનપા છે. મીડિયા જગાડવાનો પ્રયત્ન કરે તો આવેશમાં ન આવવા મેયરે સલાહ આપી.

    હાલ તો મેયરના નફ્ફટાઈભર્યા નિવેદનની ગણતરીની કલાકોમાં જ રસ્તો ધોવાયો.  પ્રથમ વરસાદમાં જ તીધરા રોડ પર ટેમ્પો ગરકાવ થયો.  ત્યારે શહેરમાં રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે.

  • 30 Jun 2026 07:15 PM (IST)

    ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસનો મોરચો.

    ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસનો મોરચો. નવસારી મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષ પર પક્ષપાતના આરોપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. તો બીજી તરફ જામનગરમાં કોંગ્રેસના આગેવાનોએ રેલી યોજી. ખેડૂતોની વિવિધ સમસ્યા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી. વિરોધ કરનારા 15થી વધુ કોંગેસી કાર્યકરોની અટકાયત. તો બીજી તરફ વાવ-થરાદ જિલ્લામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે રેલી યોજી વિરોધ નોંધાવ્યો. તો ડીસા આખોલ ચાર રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરીને ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ચુકવવા માગણી કરી.

  • 30 Jun 2026 07:00 PM (IST)

    જુનાગઢ: ઐતિહાસિક શીતળા કુંડની દુર્દશાનો વિવાદ વકર્યો

    જૂનાગઢ: ઐતિહાસિક શીતળા કુંડની દુર્દશાનો વિવાદ વકર્યો છે. ઉપવાસ પર બેઠેલા સ્થાનિકોને શહેર કોંગ્રેસના હોદ્દેદારો મળ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ધારાસભ્ય પર પ્રહાર કરતા કહ્યુ કે MLAએ 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવ્યાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે જિલ્લા આયોજનમાં તપાસ કરતા ગ્રાન્ટ મંજૂર નથી થઈ. ધારાસભ્ય સંજય કોરડીયાએ ખોટી હૈયાધારણા આપ્યાનો આક્ષેપ કરાયો છે. મનપા, ભાજપ પદાધિકારીઓની ઓફીસના ઘેરાવની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. મનપા પૌરાણિક શીતળા કુંડનું નવીનીકરણ કરાવે તેવી લોકોની માગ છે.

  • 30 Jun 2026 06:45 PM (IST)

    સુરતઃ હીરાના કારખાનામાં મેનેજર પર હિચકારો હુમલો

    સુરતમાં  કાપોદ્રામાં આવેલા હીરાના કારખાનામાં મેનેજર પર હિચકારો હુમલો થયો. રત્નકલાકારોએ મેનેજર પર હુમલો કર્યો. શિસ્ત અને પંચિંગ અંગે કહેતા રત્નકલાકારો ઉશ્કેરાયા છે. મેનેજર પર હુમલાની ઘટના CCTVમાં કેદ કરાઈ છે. ભોગ બનનાર મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે ઉશ્કેરાયેલા રત્નકલાકારોએ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે મેનેજરને વોશરૂમમાં બોલાવી પછી ઘેરીને માર માર્યો અને અપશબ્દો કહ્યા.

  • 30 Jun 2026 06:30 PM (IST)

    મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદની શક્યતા

    હવામાન નિષ્ણાત ચિરાગ શાહની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું જામતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે. અમદાવાદ, આણંદ, ખેડામાં ઓછા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં 80થી 82 ટકા વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતમાં પણ 15થી 20 ટકા વરસાદી ઘટની શક્યતા છે. હવામાન નિષ્ણાત ચિરાગ શાહનો દાવો છે કે હાલ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો છે. બરાબર ચોમાસું જામતા હજુ એક અઠવાડિયાનો સમય લાગશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરતા વરસાદની શક્યતા છે. પરંતુ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને વરસાદી ઘટનો સામનો કરવો પડી શકે છે.

  • 30 Jun 2026 06:30 PM (IST)

    છોટાઉદેપુર: ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની કરી માગ

    છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક ખેડૂતો ત્રણ-ત્રણ વખત બિયારણ વાવી ચૂક્યા છે, છતાં પૂરતો વરસાદ ન પડતા બિયારણ સુકાઈ જવાની ભીતિ ઉભી થઈ છે. બીજી છોટાઉદેપુર જિલ્લા ના તરફ નાલેજ તળાવમાં પાણી હોવા છતાં કેનાલો સૂકી પડેલી હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે.  એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા, બિયારણ ખાતર મોંઘુ ડીઝલ થતા ખેડૂતો ની હાલત કફોડી બની છે

  • 30 Jun 2026 06:15 PM (IST)

    છોટાઉદેપુર: બોડેલીમાં કુંદનપુર તળાવ બન્યુ સૂંકુભઠ

    છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું ગણાતું તળાવ. એટલે બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ. પરંતુ, આ તળાવ હાલ સૂકુંભઠ બન્યું છે. છોટાઉદેપુરમાં કુલ 11 જેટલાં સિંચાઈ તળાવો આવેલા છે. જેમાં કુંદનપુરનું તળાવ જ સૌથી મોટું છે. 20 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેવી આ તળાવની ક્ષમતા છે. પરંતુ, ચિંતાનજક વાત એ છે કે હાલ આ તળાવમાં પાણીનું ટીપું પણ નથી.

  • 30 Jun 2026 06:15 PM (IST)

    સુરતમાં ગુનેગારો બેફામ… ચોરી, લૂંટના બનાવો વધ્યા

    સુરતમાં ચોરી, લૂંટ અને છેતરપીંડીના બનાવોએ માજા મુકી છે. જાણે પોલીસનો ડર ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. આવી જ એક ચોરીની ઘટના સુરતમાં બની છે. મહીધરપુરા વિસ્તારમાં આવેલી જવેલર્સની ફેકટરીમાં બે વર્ષ અગાઉ એક કારીગર તરીકે કામ કરતો. ત્યારબાદ 25 દિવસ પહેલા ફરીથી ફેકટરીમાં ચોરી કરવાના ઈરાદે કામે લાગ્યો હતો. 25 દિવસ અગાઉ જ કામ પર આવેલા કારીગરે જ રૂ.30 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પુછપરછ હાથ ધરી છે.

  • 30 Jun 2026 06:00 PM (IST)

    જામનગર: ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    જામનગર: ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ. ખેડૂતોની વિવિધ સમસ્યાના મુદ્દે રેલી યોજી વિરોધ કર્યોં. સાત રસ્તા સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. વીજ પોલ નાખતી ખાનગી કંપનીઓ મનમાની કરતી હોવાનો આક્ષેપ કરાયો. વિરોધ કરનારા 15થી વધુ કોંગેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. મહિલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી

  • 30 Jun 2026 05:45 PM (IST)

    મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ

    મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં 2 લાખ 87 હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 43 હજાર હેક્ટર જેટલું જ વાવેતર થઈ શક્યું છે, જે મોટે ભાગે પિયત આધારિત છે…ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77 ટકા વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે કન્ટીજન્સી પ્લાન જાહેર કર્યો. જેમાં 5 જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી. તેમજ ઉભા પાકને ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા અપીલ કરવામાં આવી.

  • 30 Jun 2026 05:30 PM (IST)

    મોરબી: જેતપર ગામે ખેડૂત આંદોલનનો 13મો દિવસ

    મોરબી: જેતપર ગામે ખેડૂત આંદોલનનો 13મો દિવસ છે. ખેડૂત આંદોલન અંગે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપનિલ ખરે એ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ખેડૂતોની માગણીનેે લઈને સરકાર હકારાત્મક છે. વળતરના પ્રશ્નો અંગે સરકારનું હકારાત્મક વલણ છે. જે નીતિઓ છે તેમા કેવી રીતે સુધારા કરી શકાય તે અંગે ચર્ચા ચાલી રહી છે. આંદોલનકારીઓ સરકાસ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવશે. સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. સરકારે વિવિધ રાજ્ય સરકારના જીઆર સાથે ખેડૂતોને પત્ર આપ્યો છે. કોઈપણ ડ્રાફ્ટ નક્કી કરવો હોય તે માટે અંતમ ચર્ચા જરૂરી છે. વહીવટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમજાવવા પ્રયાસ હાથ ધરાયા છે.

    મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, કૃષિમંત્રી અને ઉર્જામંત્રીએ ગઈકાલે પણ વીડિયો કોન્ફરન્સ કરી ખેડૂતોના હિતમાં ચર્ચા કરી હતી. અને આ મુદ્દે સરકારનું વલણ હકારાત્મક છે. પણ, સાથે જ ખેડૂતો આ અંગે સરકાર સાથે ચર્ચા કરે તે પણ જરૂરી છે.

  • 30 Jun 2026 05:15 PM (IST)

    આણંદના ચરોતર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

    આણંદના ચરોતર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સોમાસાની સિઝનને 15 દિવસ વિત્યા છતાં હજુ મેઘરાજા મહેરનબાન નથી થયા. જેના કારણે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગરના ધરૂવાડિયા સુકાઈ રહ્યા છે..ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો સમયસર વરસાદ નહીં થાય તો ડાંગરના ધરૂવાડિયા સંપૂર્ણ પણે સુકાઈ જશે અને ખેડૂતોને વાવણી પહેલા જ મોટો ફટકો પડશે.

  • 30 Jun 2026 05:13 PM (IST)

    બોટાદ: શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન

    બોટાદ: શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થયુ છે. પાળીયાદ રોડ અને ભાવનગર રોડ પર વરસાદ વરસ્યો. સાળંગપુર અને ગઢડામાં પણ સાર્વત્રિક વરસાદ થયો. સિઝનના પહેલા વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 30 Jun 2026 05:00 PM (IST)

    ઉર્જા, કૃષિ અને નાણાં વિભાગના અધિકારીઓ-મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક

    ગાંધીનગર: ખેડૂત આંદોલન મુદ્દે સરકારની બેઠકોનો દોર યથાવત છે. ઉર્જા, કૃષિ અને નાણાં વિભાગના અધિકારીઓ-મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક ચાલી રહી છે. વિજપોલ મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા ચર્ચા કરવામાં આવી રહી છે. જમીન વળતર મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. કેન્દ્રની વળતર નીતિ રાજ્યમાં લાગુ કરવાની ચર્ચા છે.જો ખેડૂતોને રાહત આપવા વચગાળાના નિર્ણયની તૈયારી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર  સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. ખેડૂત આંદોલનને લઈને સરકાર સક્રિય મોડમાં છે. વળતર મુદ્દે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે.

  • 30 Jun 2026 04:48 PM (IST)

    રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગની આગાહી

    રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગની આગાહે કરી છે. 6 જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી મેઘ મહેર થશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર કરાયુ છે. સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની શક્યતાએ એલર્ટ જાહેર કરાયુ છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40થી 50 કિ.મી. પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  • 30 Jun 2026 04:18 PM (IST)

    અમદાવાદઃ શીલજની આનંદ નિકેતન સ્કૂલને ₹10 હજારનો દંડ

    અમદાવાદઃ શીલજની આનંદ નિકેતન સ્કૂલને ₹10 હજારનો દંડ ફટકાર્યો. શાળાએ વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર FRC ઓર્ડર ના મુકતા દંડ કરાયો છે. વાલીએ DEOને ફરિયાદ કરતા સમગ્ર બાબત સામે આવી હતી. વાલીઓને FRCના ઓર્ડર આપવામાં પણ શાળાએ ઈનકાર કર્યાનું સામે આવ્યું છે. શહેર DEOએ તપાસના આદેશ આપતા શાળાને જવાબ રજૂ કરવા રૂબરૂ બોલાવ્યા હતા. શાળા એડમિનિસ્ટ્રેટર વેબસાઈટ પર FRC ઓર્ડર બતાવવામાં નિષ્ફળ રહેતા કાર્યવાહી કરવામાં આવી. FRCનો ઓર્ડર શાળાઓએ વેબસાઈટ પર મૂકવો ફરજિયાત છે.

  • 30 Jun 2026 12:40 PM (IST)

    મોરબીઃ જેતપરમાં ખેડૂત આંદોલનનો 13મો દિવસ

    મોરબી જિલ્લાના જેતપર વિસ્તારમાં ખેતરોમાંથી પસાર થનારી વીજલાઇન અને વીજ ટાવર મુદ્દે ખેડૂતોનું આંદોલન સતત 13મા દિવસે પણ યથાવત રહ્યું છે. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને અડગ રહ્યા છે અને સરકાર દ્વારા મંત્રણા માટે આપવામાં આવેલા આમંત્રણનો પણ અસ્વીકાર કર્યો છે. આંદોલનને દિવસેને દિવસે વધુ ખેડૂતો અને ગ્રામજનોનું સમર્થન મળી રહ્યું છે.

  • 30 Jun 2026 11:53 AM (IST)

    મહેસાણામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની કફોડી સ્થિતિ

    મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે..સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં ૨ લાખ ૮૭ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૪૩ હજાર હેક્ટર જેટલું જ વાવેતર થઈ શક્યું છે, જે મોટે ભાગે પિયત આધારિત છે. ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77 ટકા વરસાદ નોંધાયો છે..આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે કન્ટીજન્સી પ્લાન જાહેર કર્યો. જેમાં ૫ જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી..તેમજ ઉભા પાકને ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા અપીલ કરવામાં આવી.

  • 30 Jun 2026 10:52 AM (IST)

    સુરત: પહેલાં જ વરસાદે ખોલી પાલિકાની પોલ

    સુરતના રાંદેર વિસ્તારમાં ઝઘડિયા ચોકડી પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં એક કાર ખાબકી જવાની ઘટના બની છે. સર્કલ પર વળાંક લેતી વખતે પાણી ભરાયેલા ખાડાનો અંદાજ ન આવતા કારચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં પાલિકાએ અહીં ખોદકામ કર્યું હતું, પરંતુ સમયસર કામગીરી પૂર્ણ ન થતાં વરસાદ પડતાં લોકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે.

  • 30 Jun 2026 10:51 AM (IST)

    અમદાવાદની શાળામાં વિદ્યાર્થી પર શિક્ષકનો અત્યાચાર, વાલીઓમાં રોષ

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો માર્યાની ઘટના સામે આવી છે. ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. વાલીઓના આક્ષેપ મુજબ તમાચાના કારણે વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવી પડી હતી. ઘટનાને લઈને ભારે રોષ ફેલાતા વાલીઓએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી પોલીસમાં અરજી કરી છે. બીજી તરફ સ્કૂલે શિક્ષક લક્ષ્મણ પરાતેને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે DEOએ સમગ્ર મામલે કારણદર્શક નોટિસ ફટકારી રિપોર્ટ માંગ્યો છે.

  • 30 Jun 2026 09:55 AM (IST)

    નવસારીઃ શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ

    નવસારીઃ શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો. જૂન માસ પુરો થયો છતાં વાવણી લાયક વરસાદ ન પડ્યો. ડાંગર રોપણી માટે યોગ્ય વરસાદની ખેડૂતો કોગડોળે રાહ જોઇ રહ્યા છે.

  • 30 Jun 2026 08:32 AM (IST)

    નવી મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જનજીવન પ્રભાવિત

    નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી સર્જાઈ છે.

  • 30 Jun 2026 08:02 AM (IST)

    ભરૂચ: અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસાદી માહોલ

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ચોમાસાનું આગમન રાહતરૂપ બન્યું છે. વિધિવત વરસાદ શરૂ થતાં ખેતીકાર્યોને વેગ મળશે તેવી આશા સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 30 Jun 2026 08:01 AM (IST)

    વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, વેપારીઓમાં ભય

    વડોદરાના જાબુવા બાયપાસ પાસે આવેલી દુકાનોમાં અસામાજિક તત્વોએ મારામારી બાદ હથિયારો સાથે ફરી હુમલો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડાયલ 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આરોપીઓની અટકાયત કર્યા વિના જ પોલીસ પરત ફરી હતી. હવે સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી પર સૌની નજર છે.

  • 30 Jun 2026 07:47 AM (IST)

    આગામી દિવસોમાં રાજ્યને ઘમરોળશે મેઘરાજા

    ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાં કડાકા-ભડાકા, વીજ ગર્જના અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

Published On - Jun 30,2026 7:46 AM

Follow Us
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
g clip-path="url(#clip0_868_265)">