આજે 28 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અંતિમ ઓવરમાં ધોનીની ફટકાબાજી, ફેન્સ ખુશ, ધોનીના બેટથી છગ્ગા ચોગ્ગાનો વરસાદ છતાં ચેન્નાઈ હાર્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું
જાડેજા 25 રન બનાવી થયો આઉટ, ધોની હજી ક્રિઝ પર છતાં ચેન્નાઈ નહીં જીતી શકે મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો, સેમ કરન 8 રન બનાવી આઉટ, લિયામ લિવિંગસ્ટોને લીધી વિકેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો, દિપક હુડા 4 રન બનાવી આઉટ, ભુવનેશ્વર કુમારે લીધી વિકેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો, ઋતુરાજ ગાયકવાડ 0 પર આઉટ, હેઝલવૂડની બીજી વિકેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, રાહુલ ત્રિપાઠી 5 રન બનાવી આઉટ, જોશ હેઝલવુડે લીધી વિકેટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા 197 રનનો આપ્યો ટાર્ગેટ, ટીમ ડેવિડે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી.
બેંગલુરુનો કેપ્ટન રજત પાટીદાર 51 રન બનાવી આઉટ, મથીશા પથિરાનાએ લીધી વિકેટ
બેંગલુરુની અડધી ટીમ પોવેલિયન ભેગી, જીતેશ શર્મા 12 રન બનાવી આઉટ, ખલીલ અહેમદે લીધી વિકેટ
રજત પાટીદારની ફિફ્ટી, જોરદાર બાઉન્ડ્રી ફટકારી પૂરી કરી અર્ધ સદી
બેંગલુરુનો સ્કોર 150 ને પાર, રજત પાટીદાર-જીતેશ શર્મા ક્રિઝ પર
બેંગલુરુએ ગુમાવી ચોથી વિકેટ, નૂર અહમદે લિવિંગસ્ટનને કર્યો આઉટ
બેંગલુરુને મોટો ઝટકો, વિરાટ કોહલી 31 રન બનાવી થયો આઉટ, નૂર અહમદે લીધી વિકેટ
બેંગલુરુનો સ્કોર 100 ને પાર, વિરાટ કોહલીની મજબૂત બેટિંગ, કોહલીએ બે બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી
બેંગલુરુને બીજો ઝટકો, દેવદત્ત પડિકલ 27 રન બનાવી આઉટ, અશ્વિને લીધી વિકેટ
RCBનો સ્કોર 50 ને પાર, દેવદત્ત પડિકલે જોરદાર સિક્સર ફટકારી
બેંગલુરુને પહેલો ઝટકો, સોલ્ટ 32 રન બનાવી આઉટ, નૂર અહમદે લીધી વિકેટ, ધોનીએ કર્યો જોરદાર સ્ટમપિન્ગ
આ મેચ માટે, બંને ટીમોએ છેલ્લી મેચના પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે. ચેન્નાઈએ ફાસ્ટ બોલિંગમાં ફેરફાર કર્યો છે અને નાથન એલિસની જગ્યાએ મથીશા પથિરાનાની પસંદગી કરી છે. બેંગલુરુએ પણ બોલિંગવિભાગમાં ફેરફાર કર્યો છે અને રસિક સલામની જગ્યાએ ભુવનેશ્વર કુમારની પસંદગી કરી છે.
યજમાન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા બેટિંગ કરશે.
પહેલા પણ સમિટ પણ થતી હતી પરંતુ તે હોટલના એક રૂમમાં થતી હતી. આ પરંપરાને ટીવી9 એ તોડી છે. આગામી 2 વર્ષમા દરેક મીડિયા હાઉસે પણ આવુ જ કરવુ પડશે. આ પ્રયાસ બદલ ટીવી9ને અભિનંદન આપુ છુ. દેશની ભલાઈ માટે ટાઈગર અને ટાઈગર્સ ટેલેન્ટ હંટની રચના કરી છે. 50,000 યુવાનો સાથે મિશન મોડમાં વાતચીત કરવાનો હેતુ ખૂબ ઉમદા છે. મારુ સૌભાગ્ય છે કે મને તેમની સાથે ફોટો પડાવવાની તક મળી છે. 2046માં જ્યારે દેશ વિકસીત હશે ત્યારે તેનો લાભ લેનાર તમે હશો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટીવી9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા કહ્યું કે, યુએઈ અને જર્મનીમાં ઓટો પાટર્સની નિકાસ કરવામાં આવી રહી છે. ડિફેન્સ એક્સપોર્ટ પણ 21 ટકા વધ્યો છે. જે દેશની મેન્યુફેકચરીગ તાકાત દર્શાવે છે. ટીવી9ની આ સમિટમાં અન્ક વિષયો પર ચર્ચા થશે. જે દેશની આવતીકાલ અને ભવિષ્યને ઘડવામાં મદદ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટીવી9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા કહ્યું કે, પાછલા વર્ષોમાં ભારત બદલાયું છે. વિદેશીઓને સારા અને ઉત્તમ માનવામાં આવતુ હતું. આજે સ્થિતિ બદલાઈ છે, લોકો સામેથી મેડ ઈન ઈન્ડિયા માંગે છે. એમઆરઆઈ મશીન મેડ ઈન ઈન્ડિયા હશે તો તપાસની કિંમત પણ ઓછી આવશે. ભારતને મેન્યુફેકચરીગ હબ તરીકે વિશ્વ જોઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટીવી9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા કહ્યું કે, આફ્રિકાને જી 20નો સભ્ય બનાવ્યું છે. આજેવિશ્વમાં મજબૂત સ્થિતિ સર્જી છે. આ તો હજુ શરુઆત છે. 21મી સદીના 25 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. જેના 11 વર્ષ અમારી સરકારે દેશની સેવા કરી. આજે અનેક સરકારી યોજનામાં ભારતની સમસ્યાનો ઉકેલ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટીવી9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા કહ્યું કે, મ્યાનમારમાં આજે ભૂકંપ આવ્યો છે. તેમાં વિશાળ ઈમારતો તૂટી પડી. બ્રિજ પડ્યા તેથી ભારતે સીડીઆઈઆર નામનુ વૈશ્વિક સંગઠન બનાવવાની પહેલ કરી છે. જે કુદરતી આપત્તિ સામે કામ કરશે. જેમાં વિશ્વના 100થી વધુ દેશ જોડાઈ ગયા છે.
TV9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, એક જમાનામાં ભારતની નીતિ હતી કે બધાથી અંતર બનાવીને ચાલો. આજે બધાની સાથે નજીક ચાલોની નીતિ બની છે. દુનિયાના દેશ ભારતની ઓપિનિયન, એફર્ટને જેવુ મહત્વ આજે આપે છે તેવુ પહેલા ક્યારેય નથી થયું. આજે દુનિયાની નજર ભારત પર છે. આજે દુનિયા જાણવા માગે છે કે વોટ થિંક ઈન્ડિયા ટૂડે
TV9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, દેશ 70 વર્ષમાં 11 નંબરનુ અર્થતંત્ર બન્યુ તે પાંચમા નંબરનુ અર્થતંત્ર બન્યું છે. જીડીપીને ડબલ કર્યું છે. આની અસર જોવો. 25 કરોડ લોકો ગરિબીથી બહાર આવ્યા. એક નીઓ મિડલ ક્લાસના ભાગ બન્યા છે. વાઈબ્રન્ટ થઈ રહ્યું છે. દુનિયાની સૌથી યુવા શક્તિ ભારતની છે.
TV9 ન્યૂઝ નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આપના નેટવર્કના તમામ દર્શકોનો આભાર માનુ છુ. આ સમિટ માટે અભિનંદન પાઠવુ છુ. ટીવી9 નેટવર્કનુ વિશાળ રિજયન ઓડિયન્સ છે. હવે ટીવી9નું ગ્લોબલ ઓડિયન્સ પણ તૈયાર થઈ રહ્યું છે.
ટીવી9 નેટવર્ક આયોજીત વોટ ઈન્ડિયા થિંક ટૂડેના કાર્યક્રમની શરૂઆત પૂર્વે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, Tiger અને Tigress ટેલેન્ટ હંટ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. Tiger અને Tigress ટેલેન્ટ હંટ ખેલાડીઓને વડાપ્રધાને પ્રોત્સાહીત કર્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી TV9 નેટવર્કના ‘વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે’ કોન્ફરન્સમાં પહોંચ્યા છે. થોડા સમયમાં, તે WITT ના ભવ્ય મંચ પરથી તેમનુ સંબોધન કરશે.
PM @narendramodi arrives at TV9 Network's 'What India Thinks Today' Summit#WhatIndiaThinksToday #IndiaInTheNewWorldOrder #TV9Network #NarendraModi #TV9WITT2025 #News9GlobalSummit pic.twitter.com/m2DkZahT1R
— Tv9 Gujarati (@tv9gujarati) March 28, 2025
મુસાફરોની સુવિધા વધારવા અને વધતા જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ, આગામી 31 માર્ચ, 2025 થી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો એસી ચેર કાર કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે. શતાબ્દિ એક્સપ્રેસમાં, આ વધારાના કોચથી મુસાફરોની ક્ષમતામાં વધુ વધારો થશે, જે વાર્ષિક 65,000 થી વધુ મુસાફરોની વધારાની ક્ષમતામાં સીધો ઉમેરો કરશે.
ટીવી9 નેટવર્કના ‘વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે’નો ભવ્ય મંચ તૈયાર થઈ ગયો છે. હવેથી થોડા સમયમાં ‘વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે’નો ભવ્ય પ્રારંભ થશે. પીએમ નરેન્દ્ર મોદી, દેશના તમામ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે.
અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 1 માં આગની ઘટના બની છે. ઓઇલ ફેક્ટરી, શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ફાયર બિગેડની 3 ગાડીઓ, આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોચી ગઈ છે. અમદાવાદ ફાયરની ટીમ આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહી છે.
સુરતથી કોલકત્તા જતી ફ્લાઈટમાં સવાર એક મુસાફરે એવુ દુ:સાહસ કર્યું કે, ફ્લાઈટમાં સવાર અન્ય 70 મુસાફરો અને ક્રુ મેમ્બરના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ફ્લાઇટમાં સવાર એક મુસાફરે, અનેક મુસાફરના જીવ જોખમમાં મુક્યા હતા. ઉડાન ભરેલી ચાલુ ફ્લાઇટના બાથરૂમમાં જઈને આ મુસાફરે બીડી પી, અન્ય મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. 70 જેટલા મુસાફરો વિમાનમાં સવાર હતા. એરલાઇન્સના કર્મચારી, આ મુસાફર વિરુદ્ધ ડુમસમાં પોલીસ ફરિયાદ આપતા, ફ્લાઈટમાં બીડી પીનારા આરોપીની ડુમસ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ફ્લાઈટમાં જતા અવતા મુસાફરોનુ એરપોર્ટ પર ટુ ટાયર ચેકીગ કરવામાં આવે છે. આમ છતા આ પેસેન્જર તેની સાથે બીડી અને તેને સળગાવવા માટે માચિસ કે લાઈટર કેવી રીતે તેની સાથે લઈ ગયો તે તપાસનો વિષય છે.
સુરેન્દ્રનગરમાં બહારના રાજ્યમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે. ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો બહારના રાજ્યમાંથી હથિયારના પરવાના લઈ આવ્યા હતા. કુલ 12 જેટલા તત્વોને કરાયા રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી, હત્યા સહિતના ગુનામાં જોડાયેલા તત્વો નાગાલેન્ડ અને મણિપુરથી હથિયાર લઈ આવ્યા હતા. સુરેન્દ્રનગર પોલીસે 5 થી વધુ હથિયારો જપ્ત કર્યા છે.
ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તત્વો, નાગાલેન્ડ અને મણિપુર સહિતના રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિશન ધરાવતા પરવાના લઈ આવ્યા હતા. સમગ્ર મામલે સ્કીમથી હથિયાર લઈ આવતા હતા. એજન્ટ મારફતે સમગ્ર બાબતે હથિયાર પરવાના મેળવવાનું કૌંભાડ ચાલતુ હતું. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડઃ ખનીજ માફિયા સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. પારડી તાલુકાના ગોઈંમાં ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ છે. ગેરકાયદે માટી ખનન થતું હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી. ખાણ ખનીજ વિભાગે ટ્રક અને JCB મશીન કબ્જે કર્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગરના તળાજામાં દર્દીઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઇ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં હડકવાની એક્સપાયરી ડેટવાળી રસી આપતા હોવાનો આરોપ છે. ત્રાપજના આરોગ્ય કેન્દ્રનો વીડિયો વાયરલ થયો છે. જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે વીડિયો વાયરલ કર્યો છે. 6 દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપી હોવાનો દાવો છે. ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માગ કરવામાં આવી.
મ્યાનમારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં તબાહી જ તબાહી મચી ગઇ છે. અનેક ઇમારતો ધરાશાયી થઇ છે.
Earthquake of magnitude 7.2 on the Richter scale hits Myanmar, says National Center for Seismology. #earthquake #MyanmarEarthquake #TV9Gujarati #TV9News pic.twitter.com/VcJ5ZZWObJ
— Tv9 Gujarati (@tv9gujarati) March 28, 2025
ગાંધીનગર : રાજ્ય સરકારના દેવા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારનું દેવું 3.85 લાખ કરોડે પહોંચ્યું છે. રાજ્ય સરકારે 2023-24માં લીધેલી લોનનાં આંકડા રજૂ થયા છે. વર્ષ 2023-24 દરમિયાન ગુજરાત નું કુલ દેવું 3.85 લાખ કરોડ છે. સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30 હજાર કરોડથી વધુની લોન લીધી છે. જાહેર દેવામાં 14 હજાર કરોડથી વધુનો વધારો થયો છે. જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24 હજાર કરોડને પાર પહોંચ્યો છે.
વડોદરાના સાંસદ હેમાંગ જોશીનો અનોખો અંદાજ સામે આવ્યો છે. દિવ્યાંગ રમતવીરોનો ઉત્સાહ વધારવા માટે સાંસદ પણ ગરબે ઘૂમ્યા. વડોદરાના પેરા ટેબન ટેનિસના ખેલાડીઓ સાથે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિનર બાદ દિવ્યાંગ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સાંસદ પણ ગરબાના તાલે ઘૂમતા નજરે પડ્યા.
મોરબી: દુષ્કર્મનો આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી બાળકીને પીંખી નાખી હતી. આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ સ્ટેન્ડ આગળ XUV કાર અને AMTS બસનો અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાસ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસક્યુ વ્હીકલ ઘટનાસ્થળ ઉપર છે.
ગાંધીનગર : વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે. તારાંકિત પ્રશ્નોતરીથી કામગીરીનો પ્રારંભ થશે. વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નો કેગનો અહેવાલ રજૂ થશે. વિવિધ વિભાગોના વાર્ષિક નાણાંકીય અહેવાલો પણ થશે રજૂ
નિયમ મુજબ છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ થશે.
સુરેન્દ્રનગરમાં ફરી ખનીજ માફિયાઓ પર તંત્ર ત્રાટક્યું છે. થાનગઢના જામવાળી ગામે પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા. સરકારી ખરાબામાં મળ્યો 1200 ટન ગેરકાયદે કાર્બોસેલનો જથ્થો મળ્યો. ખનીજ માફિયાઓએ કુવામાંથી કાર્બોસેલ કાઢી સંગ્રહ કરી મુદ્દામાલ રાખ્યો હતો.
સુરેન્દ્રનગરઃ થાનગઢ ભાડુલા વિસ્તારમાં ગેરકાયદે ખાણ પર દરોડા પાડ્યા છે. પ્રાંત અધિકારીએ દરોડા બાદ ખનીજ માફિયાઓ ફરાર થઇ ગયા.પ્રાંત અધિકારીએ ખાણમાં કામ કરતા શ્રમિકોને મુક્ત કરાવ્યા. સમજાવટ કરી શ્રમિકોને વતન મોકલવા વ્યવસ્થા કરી છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને તાજેતરમાં દેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પીએમની જાહેરાત મુજબ, મતદાન 3 મેના રોજ થશે.
Published On - 7:26 am, Fri, 28 March 25