27 એપ્રિલના મહત્વના સમાચાર : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા, દેશના 45 લાખ કર્મચારીઓને મળી શકે છે લાભ
Gujarat Live Updates આજ 27 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 27 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
ગુજરાત IPS એસોસિએશનનું રાજ્ય ચૂટણીપંચને આવેદન
ગુજરાત IPS એસોસિએશનનું રાજ્ય ચૂટણીપંચને આવેદન આપ્યુ છે. જેમા AAPના MLA ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ઇટાલિયાનાં વાંધાજનક નિવેદનો અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી. ઇટાલિયા પર પોલીસ પર અભદ્ર, અપમાનજનક અને બદનક્ષીભરી ટિપ્પણીનો આક્ષેપ લગાવાયો. પોલીસ દળની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા શબ્દોનો પ્રયોગ કર્યાનો આક્ષેપ કરાયો. ગુજરાત IPS એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીએ વિરોધ નોંધાવ્યો છે.
-
ચૈતર વસાવા પર સાંસદ ધવલ પટેલે કર્યા પ્રહાર
ભરૂચઃ ઝઘડિયાની કંપનીમાં અગ્નિકાંડની ઘટના બાદ મૃતકના સગાને ચૈતર વસાવાએ થપ્પડ મારતા સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. ધવલ પટેલે ચૈતર વસાવા સામે રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવ્યો. ધવલ પટેલે કહ્યુ ચૈતર વસાવા જશ ખાટવા કંપની પર પહોંચ્યા. કંપની અને પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલતા હતા. ચૈતર વસાવાએ કંપનીમાં જઈને હોબાળો કર્યો. ચૈતર વસાવાએ મૃતકના પરિવારને ઢોર માર માર્યો. સાંસદે કહ્યુ ચૈતર વસાવાએ આદિવાસી પરિવારના સભ્ય પર જ હુમલો કર્યો. ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે.
-
-
જામનગરઃ નાણાંની લેતીદેતીમાં યુવકના અપહરણનો કેસ
જામનગરઃ નાણાંની લેતીદેતીમાં યુવકના અપહરણનો કેસ નોંધાયો છે. યુવકનું અપહરણ કરનારા 5 આરોપીને પોલીસે દબોચ્યા છે. ફરિયાદીને માર મારી બળજબરીથી રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ ₹9.75 લાખ ફરિયાદી યુવક પાસેથી પડાવ્યા. અગાઉ ફરિયાદીએ આરોપીઓ પાસેથી ₹27.20 લાખ ઉછીના લીધા હતા. રૂપિયા પરત ન કરતા આરોપીઓએ યુવકનું અપહરણ કરી મકાનમાં ગોંધી રાખ્યો. યુવકે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી
-
ભાવનગરઃ પ્રધાન પરષોત્તમ સોલંકીએ ધારાસભ્યને ઉધડો લીધો
ભાવનગરઃ પ્રધાન પરષોત્તમ સોલંકીએ ધારાસભ્યને ઉધડો લીધો. મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલની ઝાટકણી કાઢી. માળીયા ગામે કોળી સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમમાં પરષોત્તમ સોલંકીએ કહ્યુ આપણા શિવાભાઈ ક્યાં ગયા? આવા મોટા પ્રસંગમાં હાજરી તો આપો. તમને કોણે જીતાડ્યા?, સમાજે તમને જીત અપાવી. સમાજને ભૂલી જાવ તો તમારા જેવો નુગરો માણસ કોઈ નહીં. વધુમાં કહ્યુ જ્યારે ચૂંટણી આવે ત્યારે મારા ભાવનગરના બંગલે જમવા બેસી જાય. તું બહુ કમાયો છે, છુપાવીશ નહીં અમને ખબર છે.
-
ઉદયપુરની કુખ્યાત નઈમ ઠાકોર ગેંગના મુખ્ય 2 આરોપી અમદાવાદથી ઝડપાયા
રાજસ્થાનના ઉદયપુરમાં હત્યાકાંડ અને ગેંગવોરની કડી અમદાવાદ સાથે જોડાઈ છે.. જેમાં અમદાવાદની ઝોન-7 LCBની ટીમે ઉદયપુરની કુખ્યાત નઈમ ઠાકોર ગેંગના મુખ્ય 2 આરોપીઓને પકડી પાડ્યા છે. મહત્વનું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં વર્ચસ્વની લડાઈ માટે નઈમ ઠોકર ગેંગ અને જાવેદ દાંતલા ગેંગ વચ્ચે છેલા ઘણા વર્ષોથી ગેંગવોર ચાલી રહી છે. જેમાં 20 દિવસ અગાઉ સાહિલ આરીફખાન નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યામાં કુલ 6 આરોપીઓમાંથી ચાર આરોપીઓને રાજસ્થાન પોલીસે પકડી પાડ્યા હતા. જો કે મુખ્ય સૂત્રધાર નઈમુદ્દીન ઉર્ફે નઈમ શેખ અને તેનો સાગરીત કુંદન કુશવાહા રાજસ્થાન પોલીસને હાથ તાળીને આપીને અમદાવાદ આવી પહોંચ્યા હતા. જો કે અમદાવાદ પોલીસે ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરતાં ગેસ્ટ હાઉસ અને હોટલોમાં તપાસ હાથ ધરતાં આ બંને રીઢા ગુનેગારો સરખેજની એક હોટલમાંથી પકડાયા.
-
-
અમદાવાદઃ ધ્વનિ પ્રદૂષણ અને દબાણને લઈને હાઈકોર્ટ નારાજ
અમદાવાદઃ ધ્વનિ પ્રદૂષણ અને દબાણને લઈને હાઈકોર્ટ નારાજ થઈ છે. AMC કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને GPCBના ચેરમેન ઓનલાઈન હાજર રહ્યા. કોર્ટે વેધક સવાલ કર્યો કે એક પણ રસ્તો બતાવો જ્યાં દબાણ હટ્યું હોય, પોલિસી બનાવો છો તો અમલ કોણ કરે છે? AMCએ કોર્ટ સમક્ષ કહ્યું કે અમદાવાદમાં 21 હજાર ફેરિયા હટાવવામાં આવ્યા. 6.27 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. ધ્વનિ પ્રદૂષણને લઈને પણ હાઇકોર્ટે કડક વલણ બતાવ્યુ. રાજ્યમાં રાત્રે 10 વાગ્યા પછી પણ DJ વાગે છે શું કાર્યવાહી કરવામાં આવી? કેટલા કેસ કરીને કેટલો સમાન જપ્ત કરવામાં આવ્યો? GPCBની કામગીરી પર કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. નિયમોનો ભંગ થશે તો અધિકારીઓ સામે થશે ચાર્જફ્રેમ થશે. 18 જૂને વિગતવાર રિપોર્ટ સાથે વધુ સુનાવણી હાથ ધરાશે.
-
કચ્છ: વિક્લાંગ બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદની સજા
કચ્છ: દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. ગુનાની ગંભીરતા જોઈને કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી ચુકાદો આપ્ય. 99 દિવસમાં ટ્રાયલ ચલાવી આરોપી શિવા પારકરાને સજા ફટકારી છે. આરોપીને 20 વર્ષની કેદની સજા ફટાકારાઈ છે. પોલીસે 12 દિવસમાં જ ચાર્જશીટ સબમિટ કરીને કાર્યવાહી કરી હતી. રાપર પોલીસ મથકમાં 1 જાન્યુઆરીએ નોંધાઈ હતી
-
ભરૂચ: ઝઘડિયાની કંપનીમાં કામદારોના મોત બાદ હંગામો
ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં કામદારોના મોત બાદ હંગામ થયો આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. આ બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો મારી દીધો. આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો. ચૈતર વસાવા અને મૃતકના કૌટુબિંક ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. મૃતકના પરિજનોએ ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા. ચૈતર વસાવા ટોળાને ઉશ્કેરી રહ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો.
-
સુરત: વરાછામાં બંદૂકની નોક પર બેંકમાથી 50 લાખની લૂંટ
સુરત: વરાછામાં બંદૂકની નોક પર બેંકમાંથી 50 લાખની લૂંટ થઈ છે. SBI બેકમાંથી અંદાજે 50 લાખની લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શખ્સોએ હથિયાર સાથે લૂંટ ચલાવી. બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટ આચરી, બેંકમાં લૂંટની ઘટનાના CCTV સામે આવ્યા છે. પોલીસે તમામ વિસ્તારોમાં નાકાબંધીના આદેશ આપ્યા છે.
-
જામનગરઃ નાણાંની લેતીદેતીમાં યુવકના અપહરણનો કેસ
જામનગરઃ નાણાંની લેતીદેતીમાં યુવકના અપહરણનો કેસ નોંધાયો છે. યુવકનું અપહરણ કરનારા 5 આરોપીને પોલીસે દબોચ્યા છે. ફરિયાદીને માર મારી બળજબરીથી રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ ₹9.75 લાખ ફરિયાદી યુવક પાસેથી પડાવ્યા. અગાઉ ફરિયાદીએ આરોપીઓ પાસેથી ₹27.20 લાખ ઉછીના લીધા હતા. રૂપિયા પરત ન કરતા આરોપીઓએ યુવકનું અપહરણ કરી મકાનમાં ગોંધી રાખ્યો. યુવકે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની કરી ધરપકડ
-
બનાસકાંઠામાં મતગણતરી માટેની તૈયારીઓને આખરી ઓપ
બનાસકાંઠામાં પણ આવતીકાલે મત ગણતરીને પગલે તંત્ર એક્શનમાં છે અને ગોઠવી દેવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં કુલ 404 બેઠકો પર જંગ જામી. જેમાં એક હજાર ત્રણ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા. હાલ આ તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં ખસેડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઈવીએમ 21 સ્ટ્રોંગ રૂમમાં જ્યારે 3 પાલિકાના ઈવીએમ અન્ય 3 સ્ટ્રોંગ રૂમમાં ખસેડાયા છે. આ સ્ટ્રોંગ રૂમમાં “થ્રી લેયર” સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તો આવતીકાલે મતદાનની ગણતરીને ધ્યાને લઈને પણ પોલીસ તંત્ર ખડેપગે સજ્જ છે.
-
પંચમહાલ: ગોધરામાં કાળઝાળ ગરમીથી પતિ-પત્ની બેભાન
પંચમહાલ: ગોધરામાં કાળઝાળ ગરમીથી પતિ-પત્ની બેભાન થઈ ગયા. એરંડી ગામે પતિ-પત્ની ચક્કર આવ્યા બાદ બેભાન થયા. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. બંનેની હાલત હાલ સ્થિર હોવાની માહિતી છે. અસહ્ય ગરમીની માનવ જીવન પર અસર થતા ચિંતા વ્યાપી છે. હીટવેવમાં લોકોને બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
-
સુરત: વરાછામાં બંદૂકની નોક પર બેંકમાં થઈ લૂંટ
સુરત: વરાછામાં બંદૂકની નોક પર બેંકમાં લૂંટ થઈ છે. SBI બેકમાંથી અંદાજે 50 લાખની લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શખ્સોએ હથિયાર સાથે લૂંટ ચલાવી. બેકમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટ આચરવામાં આવી. બેંકમાં લૂંટની ઘટનાના CCTV સામે આવ્યા છે. પોલીસે તમામ વિસ્તારોમાં નાકાબંધીના આદેશ આપ્યા છે.
-
વડોદરા: ગૃહ કંકાસમાં પત્નીએ પતિની કરી હત્યા
વડોદરા શહેરમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંસ્કારી નગરીમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક પત્નીએ જમવા જેવી સામાન્ય બાબતે થયેલા કંકાસમાં પોતાના જ પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
-
મહેસાણા: જિલ્લામાં બોગસ મતદાન થયાનો કોંગ્રેસનો આરોપ
મહેસાણા: જિલ્લામાં બોગસ મતદાન થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે બોગસ મતદાન થયાનો આરોપ છે. વિજાપુરના પામોલ ગામમાં મૃતક મહિલાના નામે વોટ પડ્યાનો દાવો કરાયો. 23 એપ્રિલે મહિલાનું મૃત્યુ, 26 એપ્રિલે તેના નામે વોટિંગ થયાનો આરોપ કરાયો. બળદેવજી ઠાકોરે કહ્યુ ભાજપે મોતનો મલાજો પણ ન રાખ્યો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા લોકોના નામે પણ વોટ છે. બૂથ વાઇઝ મતદાનનું લિસ્ટ આપી તટસ્થ તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે.
બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં નીરસ મતદાન હતું અને પછી અચાનક જે રીતે આંકડો વધ્યો, તે અનેક સવાલ ઊઠાવે છે. તેમણે તો માત્ર પામોલ ગામની વાત કરી છે. જો સમગ્ર જિલ્લા કે રાજ્યમાં તપાસ કરવામાં આવે તો બોગસ મતદાન ઊંચું હોઈ શકે તેવો તેમણે આરોપ લગાવ્યો છે.
-
વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં પત્નીએ ત્રિકમ મારીને પતિની કરી હત્યા
વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. દંપતિ વચ્ચે કંકાસમાં પત્નીએ ત્રિકમ મારી પતિનું ઢીમ ઢાળ્યુ. પોલીસે આરોપી મંજુબેન દેવીપૂજકની ઘટનાસ્થળેથી કરી અટકાયત. FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદીઓ ગરમીમાં શેકાઈ જશે ! છ દિવસ તાપમાનનો પારો રહેશે 43 થી 44 ડિગ્રી
અમદાવાદમાં આગામી છ દિવસ સુધી તાપમાનનો પારો સતત ઉચકાયેલો રહેવાની આગાહી અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે. હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી છ દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે તેથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીને કારણે 108 ઈમરજન્સીની 108ની સેવા મેળવવા ફોનકોલ્સની સંખ્યા વધી હોવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં 26 દિવસમાં ગરમીને લગતા 1518 કેસ નોંધાયા છે. ચાલુ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ગરમીના 243 કેસ નોંધાયા છે.શરીરનું તાપમાન વધવાના રાજ્યમાં 1350 અને અમદાવાદમાં 287 કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 6 દિવસથી 108 ઈમરજન્સી સેવામાં સતત ગરમીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઓરેન્જ એલર્ટને પગલે હજુ પણ કેસ વધવાની શક્યતા.
-
સુરતની P.P સવાણી યુનિવર્સિટીના વિધાર્થીએ ઈમારતના નવમા માળેથી લગાવી મોતની છલાંગ
સુરતમાં આવેલ દક્ષિણ ગુજરાતની જાણીતી P.P સવાણી યુનિવર્સિટીના વિધાર્થીએ ઈમારતના નવમા માળેથી લગાવી મોતની છલાંગ. માંગરોળના ધામરોડ ગામે p.p સવાણી યુનિવર્સિટીના હોસ્ટેલના નવમાં માળેથી વિધાર્થી નીચે કૂદ્યો. આંધ્રપ્રદેશ રાજ્યનો 19 વર્ષીય પેન્ડલા પવનકુમાર રામાનાયડુએ 9 માં માળેથી કૂદતા શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાઇ છે. વિધાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. કોસંબા પોલીસ દ્વારા વિધાર્થીના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
હવામાન વિભાગની આગાહી, કાળઝાળ ગરમીમાંથી નહીં મળે રાહત
હવામાન વિભાગે આગાહી કરી છે કે, કાળઝાળ ગરમીમાંથી હાલ રાહત નહી મળે. આજે અને આવતીકાલે હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણમાં હિટવેવ માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે પણ અમદાવાદમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 3 દિવસ બાદ, ગરમીનો પારો 3 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
-
ક્રિકેટરો જ્યાં ઉતરે છે તે વસ્ત્રાપુરની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી નીકળી જીવાત
અમદાવાદના વસ્ત્રાપુરમાં સેન્ડવીચમાંથી નીકળી જીવાત. વસ્ત્રાપુરની ITC નર્મદા હોટલમાં બન્યો બનાવ. હોટલમાં આવેલા ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો. સેન્ડવીચમાં ફરતી જીવતી જીવાત વીડિયોમાં દેખાઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે ચેકિંગ કરીને ITC નર્મદા હોટલને રૂપિયા 15,000 જેટલો દંડ ફટકાર્યો છે.
-
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી 29-30 એપ્રિલની આસપાસ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીના પારાને લઈને નવી આગાહી કરી છે. આજે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેમ જણાવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઉંચું તાપમાન અને પવનનો પ્રભાવ જોવા મળશે. આગામી 29-30 એપ્રિલની આસપાસ તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના રહેલી છે. મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે. અને ક્યાંક છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
-
રાજકોટ મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં ભાજપની અનેક પેનલ તુટવાનો ભય, ગત ચૂંટણી કરતા 50,000 મત ઓછા પડ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ગઈકાલે સંપન્ન થયેલ ચૂંટણીમાં ગત ચૂંટણીની સરખામણીએ 50,000 મત ઓછા પડ્યા છે. ઓછા મતદાનથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. ગત ટર્મ કરતા ૫૦ હજારથી વધારે મતો ઓછા પડ્યા હતો. ઓછા મતદાનથી ભાજપને નુકસાન થવાની ભિતી છે. અનેક વોર્ડમાં ક્રોસ વોટીંગથી ભાજપની ચિંતા વધી છે. વોર્ડ નંબર 2, 4, 6, 8, 10, 16, 17 અને 18 માં ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે. અનેક વોર્ડમાં ભાજપની પેનલ તૂટે તેવી શક્યતાઓ છે.
-
રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધી AAPના 7 સાંસદોના વિલીનીકરણને મંજૂરી, આકડો પહોંચ્યો 113 પર
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી (AAP) થી અલગ થયેલા જૂથના વિલીનીકરણ માટે પોતાની મંજૂરી આપી છે. AAPના સાત સાંસદોના જૂથે ગયા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી. AAP એ આ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષે જૂથના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી હતી. આ સંદર્ભમાં, રાજ્યસભા સચિવાલયે એક ઔપચારિક સૂચના પણ જાહેર કરી છે. આની સાથે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ છે.
-
ધોરાજીમાં હીટવેવની અસર, સિવિલ હોસ્પિટલમાં OPD 700 દર્દીઓથી વધ્યાં
રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર જોવા મળી છે. હિટવેવની અસરથી ધોરાજી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં થયો વધારો. દરરોજની OPD 700 દર્દીઓને પાર. ભારે તાપમાનને કારણે તાવ અને ચક્કર ઊલટીના દર્દીઓ વધ્યા. સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા. હિટવેવની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ 24 કલાક સ્ટેન્ડ બાય. તમામ દવા અને ઈન્જેક્શનનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો. સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં ORS પોઈન્ટ ઉપલબ્ધ કરાયા. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી કામ વગર બહાર ના નીકળવા સિવિલ હોસ્પિટલના અધિક્ષકની અપીલ
-
કેન્દ્ર સરકારે અશોક ચૌધરીને બનાવ્યા સરદાર પટેલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર
ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા અશોક ચૌધરીને સરદાર પટેલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર બનાવ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની SPCDFના ડિરેક્ટર તરીકે કરાઈ નિમણૂક. કેન્દ્રના સહકાર મંત્રાલય દ્વારા કરાઈ છે સરદાર પટેલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ની સ્થાપના. કેન્દ્રના સહકાર વિભાગ દ્વારા અશોક ચૌધરીની કરવામાં આવી નિમણુક. કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે આ તમામ વિભાગ. અશોક ચૌધરી અમુલ ફેડરેશનના પણ છે ચેરમેન.
-
સુરતમાં 1 થી 5 મે સુધી યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન
ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતના સુરતમાં યોજવાની જાહેરાત કરી છે. ગુજરાતના સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઓરો યુનિવર્સીટી ખાતે યોજાશે. આ પરિષદ સાથે, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1 થી 5 મે 2026 દરમિયાન તે જ સ્થળે યોજાશે. જે સમગ્ર પ્રદેશના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે.
-
અમદાવાદ ધંધુકાની હડાદ પંચાયતના EVM સગેવગે કરવાનો આરોપ !
અમદાવાદ જિલ્લાના ધંધુકાની હડાદ જિલ્લા પંચાયતના EVM સગેવગે કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોગતપર ગામે મતદાન મથક પરથી EVM સીલ થયા બાદ ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. નિયમ મુજબ EVM સીલ થયા બાદ સરકારી વાહનમાં જ સ્ટ્રોંગ રૂમ લઈ જવાતા હોય છે. 40 મિનિટ બાદ આક્ષેપ કરનાર ઉમેદવારને ઘટનાની થઈ જાણ. ખાનગી વાહનમાં લઈ જવાઈ રહેલ EVM પકડવામાં આવ્યા. સરકારી કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી. ખાનગી કારમાં EVM ના લઈ જઈ શકાય એ સ્વીકાર્યું હતું.
-
રાજુ કરપડા બાદ AAPના મહામંત્રી સાગર રબારીએ આપ્યું રાજીનામુ
રાજુ કરપડા બાદ AAPના વધુ એક નેતાએ રાજીનામુ આપ્યું છે. AAPના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આપ્યું રાજીનામુ. પાર્ટીના સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ. આમ આદમી પાર્ટીમાં કાર્યકરો અને નેતાઓના સહયોગ બદલ સાગર રબારીએ આભાર માન્યો હતો. વ્યક્તિગત સંબંધો અકબંધ રાખવાની કરી વાત.
-
જૂનાગઢમાં ગીરની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો
જૂનાગઢમાં ગીરની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે. 10 હજાર બોક્સ ની આવક થવા પામી છે. 700 થી 1000 સુધીના ભાવ હરાજી માં રહયા હતા. ખેડૂતો ના મત પ્રમાણે ભાવ ઓછી કેરીની આવક માં વધારો થયો છે. ગત વર્ષ ની સરખામણી માં કેરીમાં ઓછા છે. જેમ ગરમીનું પ્રમાણ વધારે કેરીની આવક માં વધારો થયો છે. નબળી કેરીના ભાવ પર બોક્સ 500 રૂપિયા રહયા છે. સારી કેરીના ભાવ સારા મળી રહ્યા છે. હવે કેરીની આવકમાં વધારો થશે ત્યારે કેરીના વધે કે ઘટે તે જોવાનું રહયું.
-
બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવા સુરતથી 4000 બંગાળીઓ ખાસ ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ રવાના થયા
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના ચૂંટણીમાં મતદાન કરવા માટે સુરતથી મૂળ પશ્ચિમ બંગાળના મતદારો ટ્રેન મારફતે રવાના થયા છે. મતદાન કરવા માટે મોટી સંખ્યામાં કામદારોને વતન લઈ જવાયા છે. ઉધના રેલવે સ્ટેશનથી રાત્રિની ટ્રેનમાં મતદાતાઓને લઈ જવાયા. પશ્ચિમ બંગાળમાં આ વખતે બદલાવ લાવવો એ જ મતદારોનો સૂર હતો. કેટલાંક મતદારો ખૂલીને બોલ્યા કે આ વખતે વોટ ભાજપને આપીશું. આશરે 4000 જેટલાં મતદાર સુરતના ઉધનાથી પ.બંગાળ જવા રવાના થયા છે.
-
Junagadh : સંબંધ રાખવાની ના પાડતા, દિવ્યા સાવલાણીના માણસોએ ફરિયાદીના ઘરે તોડફોડ કરીને માર્યો માર
જૂનાગઢમાં દિવ્યા સાવલાણી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી સાથે સંબંધ રાખવા દિવ્યા સતત કરતી હતી દબાણ. સંબંધ રાખવાની ના પાડતાં દિવ્યાના માણસોએ ફરિયાદીના ઘરે મચાવ્યો આતંક. ફરિયાદી પર લોખંડના પાઈપ વડે કરવામાં આવ્યો હતો હુમલો. માતા-પિતાને મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની પણ ધમકી. પોલીસે 4 વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
-
સુરતમાં અનૈતિક સંબંધની શંકાએ પતિએ પત્નીની કરી હત્યા
સુરતના સલાબતપુરામાં પતિએ પત્નીની કરી હત્યા. અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા. હત્યા બાદ મૃતદેહને લાકડાની પેટીમાં ભરી સિમેન્ટથી પેક કર્યો. પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરીને લોકોને છેતર્યા. ચિઠ્ઠી લખી તમામ ગુનાની અને હત્યાની કરી કબૂલાત.
-
પંચમહાલના કાલોલ પાસે દિલ્હી-બોમ્બે એક્સપ્રેસ વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4ના મોત
દિલ્હી-બોમ્બે એક્સપ્રેસ વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી. રાજસ્થાનથી પરત ફરી રહેલાં વડોદરાના પરિવારના 4ના મોત થયા છે. કાલોલ પાસે બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
-
અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે જીપ અને કાર વચ્ચે અકસ્માત 2ને ઈજા
અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 2ને ઈજા થવા પામી છે. બેફામ આવતી જીપે, કારને ટક્કર મારતાં કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર 2 લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જીપચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ.
-
મહાનગરપાલિકામાં 55.11 %, નગરપાલિકાઓમાં 65.53 %, તાલુકા પંચાયતમાં 67.25 %, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 66.62 % મતદાન નોંધાયું
ગુજરાતમાં ગઈકાલ 26મી એપ્રિલના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ પૈકી મહાનગરપાલિકામાં 55.11 % મતદાન નોંધાયું હતું. નગરપાલિકાઓમાં કુલ 65.53 % મતદાન થયું છે. જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં 66.62 ટકા મતદાન થયુ હતું. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 67.25 % મતદાન નોંધાયું હતું.
-
વડોદરામાં કોંગ્રેસના મહિલા ઉમેદવારના નામે કોઈએ બોગસ મતદાન કરી નાખ્યાનો આક્ષેપ
વડોદરાનાં વોર્ડ નં 11 માં બોગસ વોટિંગનો આરોપ. કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનું વોટિંગ અન્ય કોઇ કરી ગયું. ગદાપુરાનાં ડી.આર.અમીન સ્કૂલ મતદાન કેન્દ્રની ઘટના. ઉમેદવાર મતદાન મથકે પહોંચે તે પહેલાં તેમના નામે કોઈએ lમતદાન કરી નાખ્યું હતું. મતદાન થઇ જતા ઉમેદવારે ટેન્ડર વોટિંગ કરવું પડ્યું. વોર્ડ નં 9 નાં કોંગ્રેસ ઉમેદવાર મીના વસાવા બોગસ મતદાનના ભોગ બન્યા. વોર્ડ 11 માં ફરીથી ચૂંટણી કરાવવાં કોંગી ઉમેદવારની માંગ. ચૂંટણી અધિકારીને પત્ર લખી ઉમેદવારે રી-ઇલેક્શન માંગ્યું.
-
તાલાલા ગીરના આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાનૂની રીતે સિંહ દર્શન કરતા યુવાનો ઝડપાયા
ગીર સોમનાથના તલાલા ગીરના આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાનૂની રીતે સિંહ દર્શન કરવા પહોંચેલા યુવાનોને વનવિભાગે ઝડપી પાડ્યા હતા. ત્રણેય યુવાનો પાસેથી રૂપિયા 75000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. બે યુવાનો સ્થાનિક જ્યારે એક યુવાન વેરાવળનો હોવાનું સામે આવ્યું છે.
-
જસદણના આલણ સાગર તળાવમાં નાહવા પડેલા ચાર માસૂમ બાળકો ડૂબ્યા
જસદણના આલણ સાગર તળાવમાં નાહવા પડેલા ચાર માસૂમ બાળકો ડૂબ્યા. રાજકોટ જિલ્લાના જસદણથી ચાર કિલોમીટર દૂર આવેલ બાખલવડ પાસેના તળાવમાં ડૂબ્યા હતા. તળાવની પાળ પરથી માત્ર સાયકલ અને કપડાં મળી આવતા પરિવારજનોને ખબર પડી હતી. સામાન્ય પરિવારના બાળકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા ડેમના ઊંડા પાણીમાં યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરાઈ હતી પરંતુ ચારેયના મૃતદેહ હાથ લાગ્યા હતા.
Published On - Apr 27,2026 7:16 AM
