આવતીકાલે લિસ્ટ થશે આ 6 કંપનીના IPO, લિસ્ટિંગ પર થઈ શકે છે 105 ટકા સુધી નફો, જાણો લેટેસ્ટ GMP
19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 6 કંપનીઓના IPO ખુલ્યા હતા. હવે આ તમામ IPO આવતીકાલે એટલે કે 27મી ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે. તેમાંથી 5 મેઈનબોર્ડ આઈપીઓ છે અને એક SME IPO છે.
ડિસેમ્બર મહિનો IPO માટે ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો. આ મહિને વિશાલ મેગા માર્ટથી વન મોબિક્વિક સિસ્ટમ્સ સુધી ઘણી મોટી કંપનીઓના IPO લોન્ચ થયા હતા. દરમિયાન ગત સપ્તાહે 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 6 કંપનીઓના IPO ખુલ્યા હતા. હવે આ તમામ IPO આવતીકાલે એટલે કે 27મી ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે. તેમાંથી 5 મેઈનબોર્ડ આઈપીઓ છે અને એક SME IPO છે.
Transrail Lighting IPO : ટ્રાંસરેલ લાઇટિંગ લિમિટેડ એ ભારતની અગ્રણી EPC કંપનીઓમાંની એક છે. આ IPO લગભગ 82 ગણો સબસ્ક્રાઇબ થયો છે. તેની પ્રાઇસ બેન્ડ 432 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. લિસ્ટિંગના એક દિવસ પહેલા તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP રૂ. 167 છે. જે 38% નો નફો દર્શાવે છે.
Sanathan Textiles IPO : દોરા મેન્યુફેક્ચરિંગ કંપની સનાતન ટેક્સટાઈલનો આઈપીઓ બિડિંગના છેલ્લા દિવસ સુધી 35.12 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 305 થી 321 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપની ટેક્નિકલ ટેક્સટાઇલ વ્યવસાયમાં સંકળાયેલી છે. તેનું GMP આજે રૂ. 87ના પ્રીમિયમ પર છે. જે 28% સુધીનો નફો દર્શાવે છે.
DAM Capital Advisors IPO : ઇન્વેસ્ટમેન્ટ બેંક DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડનો IPO બિડિંગના છેલ્લા દિવસે 81.88 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 269-283 નક્કી કરવામાં આવી હતી. આજે લિસ્ટિંગ પહેલાં તેનું GMP રૂ. 145ના પ્રીમિયમ પર છે. જે 51% સુધીનો નફો દર્શાવે છે.
Mamata Machinery IPO : પેકેજિંગ મશીન મેન્યુફેક્ચરિંગ કંપની મમતા મશીનરીનો IPO ઓફરના છેલ્લા દિવસ સુધી કુલ 194.95 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 230 થી રૂ. 243 નક્કી કરવામાં આવી છે. તેની GMP 255 રૂપિયાના પ્રીમિયમ પર છે. જે 105% સુધીનો નફો સૂચવે છે.
Concord Enviro Systems IPO : એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાતા કોનકોર્ડ એન્વિરો સિસ્ટમ્સે બિડિંગના છેલ્લા દિવસ સુધી કુલ 10.67 વખત સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું. કંપનીએ તેના IPO માટે શેર દીઠ રૂ. 665-701 નક્કી કર્યા હતા. તેની જીએમપી 134 રૂપિયા છે. આ સૂચિ પર 20% પ્રીમિયમ દર્શાવે છે.
Newmalayalam Steel IPO : ન્યૂમલયાલમ સ્ટીલ IPO માટેની ફાળવણીને 24 ડિસેમ્બર, 2024ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ IPO 51 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. 27 ડિસેમ્બર, 2024ના રોજ આ SME IPO NSE પર લિસ્ટ થશે. IPOની પ્રાઇસ બેન્ડ 85 રૂપિયાથી 90 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તેનું GMP રૂ. 30ના પ્રીમિયમ પર છે. એટલે કે તે 34 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.