AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 જુલાઈના મહત્વના સમાચાર : પાટણના સાંતલપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, અનેક ગામમાં વરસાદી પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2026 | 8:13 AM
Share

આજે 25 જુલાઈને   શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 જુલાઈના મહત્વના સમાચાર : પાટણના સાંતલપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, અનેક ગામમાં વરસાદી પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત

LIVE NEWS & UPDATES

  • 25 Jul 2026 08:13 AM (IST)

    મોરબીમાં ભારે વરસાદ વચ્ચે સગીરનું સફળ રેસ્ક્યૂ

    મોરબી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન કાલિન્દ્રી નદીના કોઝવે પર એક સગીર ઘૂંટણ સુધીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ સગીરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે નદી-નાળા અને કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા તંત્રએ લોકોને આવા સ્થળોથી દૂર રહેવાની અપીલ કરી છે.

  • 25 Jul 2026 08:07 AM (IST)

    રાજકોટમાં મોજ નદી ગાંડીતૂર બની

    રાજકોટ જિલ્લાના જામકંડોરણા પાસેથી પસાર થતી મોજ નદીમાં ભારે વરસાદને પગલે પાણીની ભરપૂર આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. અવિરત વરસાદના કારણે નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. સાથે જ નદી કિનારાના નીચાણવાળા ગામોના લોકોને પણ સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસેડાવા માટે સૂચના આપવામાં આવી છે.

  • 25 Jul 2026 08:07 AM (IST)

    દક્ષિણ ગુજરાતમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી

    દક્ષિણ ગુજરાતમાં ભીષણ પૂર વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીમાં 170થી વધુ પૂરપીડિતોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમનો જીવ બચાવ્યો છે. દમણ અને દાદરા નગર હવેલીના 11 સ્થળોએ સતત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ અને પારડીના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરાંત વેલસ્પન ઔદ્યોગિક વિસ્તારમાં ફસાયેલા અનેક લોકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવતા રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

  • 25 Jul 2026 07:50 AM (IST)

    પાટણમાં વરસાદનો કહેર, 15 ઈંચ જેટલો ધોધમાર વરસાદ

    પાટણ જિલ્લાના સાંતલપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 15 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે. બાબરા ગામનો કાચો ડેમ તૂટતાં આસપાસના અનેક ગામોના ખેતરોમાં જળભરાવ સર્જાયો છે. બરારા અને દાત્રાણા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતાં સ્થાનિકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત આંતરનેશ અને ગરામડી ગામમાં પણ સર્વત્ર પાણી-પાણીની સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આજે 25 જુલાઈને   શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jul 25,2026 7:48 AM

Follow Us
અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર
અમદાવાદના મેયરના મતવિસ્તાર બોપલમાં જળબંબાકાર
રાશિફળ 25 જુલાઈ કઈ રાશિના જાતકોના અટકેલા કામો આજે પૂરા થશે
રાશિફળ 25 જુલાઈ કઈ રાશિના જાતકોના અટકેલા કામો આજે પૂરા થશે
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
g clip-path="url(#clip0_868_265)">