ગુજરાત પર હજુય તોળાશે ‘વરસાદી સંકટ’… 1100 થી વધુ રોડ અને 1600 ST બસ બંધ, આર્મી સહિત NDRF-SDRF ની 49 ટીમ મેદાને – જુઓ Video
ગુજરાતમાં ભારે વરસાદને પગલે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યમાં ચાલુ વરસાદ, બંધ પડેલા 1100 થી વધુ રસ્તાઓ અને 1600 થી વધુ ST ટ્રિપ્સની વિગતો આપી. આર્મી, NDRF અને SDRF ની ટીમો બચાવ તેમજ રાહત કાર્યમાં જોડાયેલી છે. જણાવી દઈએ કે, આમાં 40,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં ચોમાસાની ભરપૂર શરૂઆત અને ભારે વરસાદની સંભાવના વચ્ચે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યની વર્તમાન સ્થિતિ અને હાથ ધરવામાં આવેલી રાહત તથા બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં વરસાદની સંભાવના બની રહેશે.
ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યમાં હાલની વર્તમાન સ્થિતિ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. રાજ્યમાં 1100 થી વધુ રસ્તાઓ પાણી ભરાવાને કારણે અસ્થાયી રૂપે બંધ છે, જ્યારે 1600 થી વધુ ST ટ્રિપ્સ બંધ કરાઈ છે, જેમાં મુખ્યત્વે વલસાડ, નવસારી અને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે.
બચાવ અને રાહત કામગીરીમાં આર્મીની 6 કોલમ (વલસાડ-2, નવસારી-2, અમદાવાદમાં-2) અને 4 રિઝર્વ કોલમ તૈનાત છે. NDRFની 17 ટીમ અને SDRF ની 32 ટીમ રાજ્યભરમાં કાર્યરત છે. વલસાડમાં સ્થિતિ સામાન્ય થતાં ટીમોને અમદાવાદ તરફ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 40,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ સિવાય 2,637 ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરને તેમની કક્ષાએથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવાની સીધી સૂચના આપી છે. વધુમાં રાજ્યના વિવિધ વિભાગો અને જિલ્લાઓમાં વરિષ્ઠ અધિકારીઓને પણ મદદ માટે તૈનાત કરાયા છે.
અમદાવાદમાં વરસાદ બાદ પાણીના નિકાલમાં AMC નિષ્ફળ ? 24 કલાક બાદ પણ 96 રસ્તા અને 79 સોસાયટીમાં પાણી યથાવત
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

