ગુજરાતમાં મેઘ તાંડવ! 38,000 થી વધુ લોકોનું કરાયું ‘સ્થળાંતર’, સેના અને NDRF દ્વારા બચાવની કામગીરી – જુઓ Video
ગુજરાતમાં મેઘ તાંડવને કારણે 38,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. અત્યાર સુધીમાં 5,500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. NDRF, SDRF અને ભારતીય સેનાની 49 ટી અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરીમાં જોડાયેલી છે. નવસારીમાંથી 15 શ્રમિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરાયા હતા.
ગુજરાતમાં મેઘ તાંડવ હજુ પણ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી છે. રાજ્યભરમાં વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં 38,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી હેઠળ 5,500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આ કામગીરીમાં NDRF અને SDRF ની કુલ 49 ટીમો તૈનાત છે. ભારતીય સેના પણ બચાવ અભિયાનમાં સક્રિયપણે જોડાઈ છે. અમદાવાદ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ભારતીય સેનાની ટીમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સેનાની ચાર ટીમો બોટનો ઉપયોગ કરીને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને બચાવી રહી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં સેનાએ બોટ ઉતારીને ફસાયેલા લોકોને બચાવ્યા હતા, જ્યારે બાવળા વિસ્તારમાંથી 900 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું; જેમાં પણ સેનાની કામગીરી પ્રશંસનીય રહી હતી. નવસારીમાં 15 શ્રમિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે, કુદરતી આફત સમયે કેવી રીતે વિવિધ એજન્સીઓ બચાવ અને રાહત કામગીરી માટે સાથે મળીને કાર્ય કરે છે.
Breaking News: અમદાવાદમાં પૂર જેવી સ્થિતિ બાદ તંત્ર એક્શનમાં, પાણીના નિકાલ માટે 107 પંપ રાત-દિવસ ચાલુ – જુઓ Video
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ

