AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં શ્રીનંદનગર પાસે વરસાદ ઓછો થયાના કલાકો બાદ પણ પાણી ભરાયેલા, ધારાસભ્ય અમિત ઠાકરે સ્થિતિની સમીક્ષા કરી- Video

અમદાવાદમાં શ્રીનંદનગર પાસે વરસાદ ઓછો થયાના કલાકો બાદ પણ પાણી ભરાયેલા, ધારાસભ્ય અમિત ઠાકરે સ્થિતિની સમીક્ષા કરી- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2026 | 8:00 PM
Share

અમદાવાદના વેજલપુર, શ્રીનંદનગરમાં વરસાદ ઘટ્યા બાદ પણ પાણી ભરાયેલા છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા વાહનોને પણ નુકસાન થયું છે. આ સમસ્યા દર વર્ષે સતાવે છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ નથી. ધારાસભ્ય અમિત ઠાકરે મુલાકાત લઈ કાયમી ઉકેલની ખાતરી આપી.

અમદાવાદ: શહેરમાં વરસાદનું જોર ઘટી ગયું હોવા છતાં વેજલપુરના શ્રીનંદનગર વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં અનેક રહિશોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવા પડ્યા હતા. જોકે રસ્તા પર મૂકાયેલા કેટલાક વાહનો પણ પાણીમાં તરતા જોવા મળ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને દર વર્ષે નુકસાન સહન કરવું પડે છે. વિસ્તારમાં ધારાસભ્ય અમિત ઠાકરે મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ સ્થાનિકોની રજૂઆતો સાંભળી સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયાસ કરવાની હૈયાધારણા આપી હતી.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે વેજલપુરના આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જ્યારે આ વખતે ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. દર વર્ષે એકસરખી સમસ્યા છતાં તંત્ર દ્વારા પૂરતા અને કાયમી પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Input Credit- Jignasa Kalani- Ahmedabad

Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">