સૌરાષ્ટ્ર પર મેઘરાજા થયા ઓળઘોળ, રાજકોટ, જામનગર, અમરેલી, બોટાદમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર- Video
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરી છે. અમરેલીમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે રાજકોટ અને જામનગરમાં પાણીના પ્રચંડ પ્રવાહે જોખમી પરિસ્થિતિ ઊભી કરી છે
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મુશ્કેલીઓ વધારી છે. અમરેલીમાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, બોટાદમાં નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશ થયા છે, જ્યારે જામનગર અને રાજકોટમાં પાણીના પ્રચંડ પ્રવાહે જોખમી પરિસ્થિતિ ઊભી કરી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. અમરેલી, બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે તો ક્યાંક હાઈવે અને માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. અમરેલીમાં સાતલડી નદીના પાણીથી નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે, જ્યારે રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે. બીજી તરફ બોટાદ અને જામનગરમાં નદીઓમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગો બંધ થયા છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
