આજે 23 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
અમદાવાદમાં વરસાદ પડતાં રિવરફ્રન્ટ હાઉસ પર યોજાનાર વીરાંજલી કાર્યક્રમ આજે રદ કરાયો. અમદાવાદમાં વરસાદના કારણે 8 વાગે આયોજિત કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. સ્ટેજ અને બેઠક વ્યવસ્થા પલળી જવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું આવતીકાલે યુનિવર્સીટી કન્વેન્શન હોલમાં આયોજન કરવામાં આવશે. જેમાં કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પ્રતીક ગાંધી સહિતના કલાકારો પરફોર્મ કરવાના હતા.
વોશિંગ્ટનઃ ઈમરાન ખાન સત્તામાં રહ્યા ત્યાં સુધી તેઓ અને તેમની પાર્ટીએ પાકિસ્તાનની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો માટે અમેરિકા પર આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ ઈમરાન ખાનનો આ પ્રયાસ સફળ ન થયો અને તેમની સરકાર પડી ભાગી હતી. જોકે, હવે એવું લાગે છે કે ઇમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ અમેરિકા પર આક્ષેપો કરવાની પોતાની રણનીતિ બદલી છે અને સારા સંબંધો બનાવવાની કવાયતમાં વ્યસ્ત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
પાકિસ્તાની મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાન હવે અમેરિકાના નીતિ નિર્માતાઓ સાથે સારા સંબંધો બનાવવા માંગે છે અને આ પ્રયાસમાં પાર્ટીની છબી સુધારવા માટે અન્ય એક લોબિંગ ફર્મ સાથે જોડાણ કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકનો સફાયો કર્યો 25 ટકા જ પાક બચ્યો હતો તેમાં પણ પાણી ઢોળ અને કરા પડતા કેરી બજારમાં આવવી અઘરી છે ભારે માત્રામાં કેરીઓ ખરી પડતા તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે. ગીરમાં આ વખતે ત્રણ ચાર તબક્કે ફ્લાવરિંગ આવ્યું હતું અને ક્રમશઃ કેરી વિવિધ વાતાવરણના કારણે ખરી પડતી હતી આમ છતાં 25 થી 30 ટકા કેસર કેરી બગીચાઓમાં રહી હતી પરંતુ માવઠું અને સાથે કરા પડતા કેરીના ફળને ટકરાતા કેસર કેરી ખરી અને કાળી પડી ગઈ છે.
ભાજપે ગુરુવારે પાર્ટીમાં મોટા ફેરફારો કર્યા છે. 4 રાજ્યોમાં બીજેપી અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. રાજસ્થાનમાં આ વર્ષે એટલે કે 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હી અને બિહારમાં 2025માં અને ઓડિશામાં 2024માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ભાજપે અઢી મહિનાથી વધુ સમયની રાહ જોયા બાદ દિલ્હી પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે. પાર્ટીએ કાર્યકારી પ્રમુખ વીરેન્દ્ર સચદેવાને કાયમી પ્રમુખ બનાવ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં હાર બાદ આદેશ ગુપ્તાએ હારની જવાબદારી લેતા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પાર્ટી હાઈકમાન્ડ દ્વારા વીરેન્દ્ર સચદેવાને દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા ફરી સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું. જેમાં સુરતમા વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે.મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને લેડીઝવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિંમત વડાલીયા નામના યુવકે આજથી 6 વર્ષ પહેલા અશોક ભાઈ ગોયાણી નામના વ્યક્તિ પાસેથી 25 લાખ રૂપિયા 4 ટકા લેખે વ્યાજે લીધા હતા.જેમાં ગેરેન્ટીમા પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ પણ આપ્યું હતું. હિંમતે આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ ગટગટાવી લીધું હતું.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1179 થયા છે. જેમાં અમદાવાદમાં 142, મોરબીમાં 18 , સુરતમાં 17, રાજકોટમાં 15, વડોદરા જિલ્લામાં 10, વડોદરામાં 09, અમરેલીમાં 07, રાજકોટ જિલ્લામાં 07, મહેસાણામાં 05, સુરત જિલ્લામાં 04, આણંદમાં 03, ભરૂચમાં 03, ગાંધીનગર જિલ્લામાં 03, ગાંધીનગરમાં 03, બનાસકાંઠામાં 02,કચ્છમાં 02, નવસારીમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અરવલ્લીમાં 01, ભાવનગરમાં 01, જામનગરમાં 01, જૂનાગઢમાં 01, ખેડામાં 01, પાટણમાં 01, સાબરકાંઠામાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે 146 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
પંજાબ પોલીસે દિલ્હીના તિલક વિહારમાંથી એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. 2 દિવસ પહેલા પંજાબ પોલીસે દિલ્હીથી અમિત સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત સિંહ અમૃતપાલ સિંહના સંપર્કમાં હતો. અમિત સિંહ વીમા એજન્ટ તરીકે કામ કરે છે.
સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. પી ચિદમ્બરમ, જયરામ રમેશ, અભિષેક મનુ સિંઘવી અને કેસી વેણુગોપાલ પણ રાહુલના ઘરે હાજર હતા. મલ્લિકાર્જુન ખડગેના ઘરે આ બેઠક ચાલી રહી છે. રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર સતત કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી થોડા સમય પહેલા સુરતથી દિલ્હી પરત ફર્યા છે. આજે જ તેમને 'મોદી સરનેમ' કેસમાં સજા સંભળાવવામાં આવી છે. બાદમાં તેને જામીન મળી ગયા હતા.
અદાણી ગ્રૂપ બાદ આજે હિંડનબર્ગના રિપોર્ટમાં વધુ એક દિગ્ગજ કંપની વિશે મોટો ખુલાસો થયો છે. આ વખતે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીની પેમેન્ટ ફર્મ આરોપના દાયરામાં છે. હિન્ડેનબર્ગે કહ્યું છે કે તેણે બ્લોક ઇન્ક પર ટૂંકી સ્થિતિ લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ પોતાના યુઝર્સની સંખ્યાને અતિશયોક્તિ કરી છે. રિપોર્ટ બાદ બ્લોકના શેર 20 ટકા તૂટ્યા છે.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના ફરાર થયા બાદ અમૃતસરથી લગભગ 45 કિલોમીટર દૂર તેના મૂળ ગામ જલ્લુપુર ખેડાના ગુરુદ્વારામાં તણાવ છે. ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે અમૃતપાલ પણ ગુરુદ્વારા સાથે એ રીતે જોડાયેલો હતો જે રીતે દરેક વ્યક્તિ ગુરુદ્વારામાં સેવા આપે છે. કમિટીએ કહ્યું છે કે ગુરુદ્વારા તેના અનુસાર ચલાવવામાં આવી રહ્યું નથી
દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં MCD સ્કૂલની 10 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે સ્કૂલના પટાવાળાની ધરપકડ કરી છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓને શોધી રહી છે. જણાવી દઈએ કે, સ્કૂલના પ્રિન્સિપાલે આ ઘટનાની જાણકારી આપી હતી, ત્યારબાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ ફરી એકવાર કરોલી સરકારના આશ્રમમાં પહોંચી છે. કરૌલી સરકારના આશ્રમમાં બે સબ ઈન્સ્પેક્ટર સેવકોની પૂછપરછ કરવા પહોંચ્યા છે. આ દરમિયાન જ્યારે મીડિયાએ તેમને કેટલાક સવાલ પૂછ્યા તો તેમણે કોઈપણ સવાલનો જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો. તમને જણાવી દઈએ કે નોઈડાના ડૉક્ટરની મારપીટનો મામલો સામે આવ્યા બાદ પોલીસ કાનપુરમાં કરોલી સરકારના લવકુશ આશ્રમમાં પૂછપરછ કરી રહી છે.
ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. જેમાં તેમને ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી
ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ હજુ સુધી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની ધરપકડ કરવામાં સફળ રહી નથી. દરમિયાન સમાચાર આવ્યા છે કે અમૃતપાલ બે દિવસથી હરિયાણામાં છુપાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ હરિયાણામાં હોવા અંગે ચાલી રહેલા એલર્ટ વચ્ચે પોલીસે હરિયાણાના શાહબાદમાં એક મહિલાની અટકાયત કરી છે. અમૃતપાલ 19-20ના રોજ અહીં રોકાયો હોવાનું જાણવા મળે છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.
કોલકાતા, પશ્ચિમ બંગાળ- સુરત જિલ્લા અદાલત દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની 'મોદી અટક' ટિપ્પણી પર દોષિત ઠેરવવાના વિરોધમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
સાંજે 4.30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર કોંગ્રેસના તમામ સાંસદો રાહુલ ગાંધીનું સ્વાગત કરશે
પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 દિવસથી ફરાર અમૃતપાલના સિક્યોરિટી ગાર્ડ તેજિંદર સિંહ ઉર્ફે ગોરખા બાબાની ધરપકડ કરવામાં આવી છે. ખન્ના પોલીસને આ મોટી સફળતા મળી છે. ગોરખા બાબા મલૌદ પોલીસ સ્ટેશન હેઠળના ખન્નાના મંગેવાલ ગામનો રહેવાસી છે. તે ઘણીવાર અમૃતપાલ સાથે રહેતો હતો અને અજનાલા કેસમાં તેનું નામ પણ છે. તે અમૃતપાલનો ગનમેન પણ હતો.
લોકસભા 2024 ની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી કરશે સોમનાથ દાદાના દર્શન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી એપ્રિલે સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. તેઓ સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રારંભ કરાવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન, PM મોદી 17 એપ્રિલે રોડ શો પણ યોજી શકે છે.
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી અને બિહાર સહિત 4 રાજ્યોના પ્રમુખોને બદલ્યા છે. સમ્રાટ ચૌધરીને બિહારના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનની કમાન સીપી જોશીને સોંપવામાં આવી છે. દિલ્હીમાં કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એ જ રીતે ઓડિશામાં પૂર્વ રાજ્ય મંત્રી મનમોહન સામલને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.
બદનક્ષીના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને દોષીત ઠરાવીને (Rahul Gandhi guilty) બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, રાહુલ ગાંધી દ્વારા જામીન મેળવવા કરેલ કાર્યવાહીમાં, કોર્ટે માનહાનીના કેસમાં ફટકારેલ સજા બાદ અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં છે. (Bail to Rahul Gandhi)
માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર ઠરાવ્યા છે. IPC 504 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા માનહાનીના કેસમાં આજે દોષીત જાહેર કર્યા છે કોર્ટ હવે તેમને આ કેસમાં યોગ્ય સજા પણ ફટકારશે. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ મહત્વના બિલો પસાર કરવા માટે આજે ગૃહમાં હાજર રહેવા માટે તેના તમામ લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે.
Hidenburg Report: હિંડનબર્ગે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેઓ ટૂંક સમયમાં મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે. ખરેખર, તેઓ એક નવો રિપોર્ટ જાહેર કરવા જઈ રહ્યા છે. અગાઉ, તેમણે અદાણી જૂથ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જે પછી અદાણી જૂથ વિશ્વના જાણીતા શેરમાર્કેટમાં સંપૂર્ણપણે ગગડ્યુ હતું.
રાહુલ ગાંધી સામે નોંધાયેલા માનહાનીના કેસમાં સુરત કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. રાહુલ ગાંધીએ 2019માં એક જાહેર સભામાં 'તમામ મોદી ચોર' હોવાની ટિપ્પણી કરી હતી. કર્ણાટકમાં ચૂંટણી સભાને સંબોધતા 'મોદી ચોર' ની કરેલી ટિપ્પણી બાદ સુરતમાં માનહાની કેસ ચાલ્યો હતો. લલિત મોદી, નીરવ મોદી અંગેની ટિપ્પણીમાં રાહુલ ગાંધીએ બધા ચોરની અટક મોદી કેમ હોય છે નો ઉલ્લેખ કર્યો હતો.
મોદી સમાજ અંગે કરેલ ટીકા બાદ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો કર્યો હતો. કોર્ટ સુનાવણીમાં અત્યાર સુધી રાહુલ ગાંધી ત્રણ વાર હાજર રહી ચુક્યા છે. રાહુલ ગાંધીએ આ કેસમાં તેઓ નિર્દોષ હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. બંને પક્ષની દલિલો પૂર્ણ થયા બાદ આજે માનહાની કેસમાં ચુકાદો આવશે. ચુકાદો સાંભળવા રાહુલ ગાંધી કોર્ટમાં ઉપસ્થિત રહેશે.
Rajkot ગોંડલના ગુંદાળા રોડ પર સ્ક્રેપના કારખાનામાં આગ લાગી છે. ગુંદાળા રોડ પર આવેલ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના બંગડીના સ્ક્રેપના કારખાનામાં આગ છે. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા 2 ફાયર ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ આગ નિયંત્રણમાં ના આવતા રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા.
Published On - Mar 23,2023 6:38 AM