22 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદના નિકોલમા યુવકની હત્યા, મહિલા અને 3 યુવકોએ કર્યો હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2024 | 11:47 PM

Gujarat Live Updates : આજ 22 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદના નિકોલમા યુવકની હત્યા, મહિલા અને 3 યુવકોએ કર્યો હુમલો

રાજ્યભરમાં વરસાદ 23મી જૂનથી  જમાવટ કરશે.આજે 25 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી છે.  આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. 18 ગજરાજ અને 18 ભજન મંડળી અને 108 કળશ તેમા જોડાશે. ભગવાન ગજવેશનો શણગાર ધારણ કરશે. આજથી 10 દિવસ અમદાવાદમાં પોલીસની મેગા ડ્રાઇવ છે. રોંગ સાઇડ આવતા દેખાયા તો FIR થશે. ઉચ્ચ અધિકારીઓ પણ  ડ્રાઈવમાં જોડાશે. સાંણદના અણિયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનિંગ. ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું પ્રાથમિક તારણ છે. આરોગ્ય વિભાગે ગામમાં તપાસ હાથ ધરી. હજુ જેલથી અરવિંદ કેજરીવાલને નહીં મળે મુક્તિ. શરાબ ગોટાળા કેસમાં EDની અરજી પર દિલ્લી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો .

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jun 2024 11:23 PM (IST)

    અમદાવાદના નિકોલમા યુવકની હત્યા

    • અમદાવાદમાં દાસ ખમણ નજીક જાહેરમાં કરી હત્યા
    • ક્રેટા ગાડીમાં આવેલી મહિલા અને 3 યુવકોએ કર્યો હુમલો
    • પાઇપ અને લાકડીઓથી હુમલો કરીને નિપજાવી હત્યા
    • નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 22 Jun 2024 10:03 PM (IST)

    જામનગરમાં જૂની અદાવતમાં એક યુવકની થઇ હત્યા

    • જૂની અદાવતમાં એક યુવકની થઇ હત્યા
    • જામનગર નજીક હાપામાં હત્યા કરીને આરોપી ફરાર
    • વિજસુર ચારણ નામના યુવકની છરી મારીને કરી હત્યા
    • પાચેક જેટલા શખ્સોએ આડેધડ છરીઓના ધા ઝીંકયા
    • સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો
    • પોલીસ દ્વારા આરોપીને પકડવા તપાસ શરૂ
  • 22 Jun 2024 09:33 PM (IST)

    રાજકોટ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ,

    • ગુંદાળા, અનિડા,આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
    • ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી
    • ગ્રામ્ય વિસ્તારના લોકોને અસહ્ય બફારા માંથી મળી મુક્તિ
    • ખેડૂતો હજુ વધુ વરસાદની જોઈ રહ્યા છે રા lહ
  • 22 Jun 2024 09:32 PM (IST)

    TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો, ત્રણ વ્યક્તિઓની કરવામાં આવી ધરપકડ

    • સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ત્રણ વ્યક્તિઓની કરવામાં આવી ધરપકડ
    • મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસ ઇલિયાસ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી. જે. ઠેબા તેમજ વેલ્ડીંગ
    • સુપરવાઇઝર મહેશ રાઠોડની કરવામાં આવી ધરપકડ
    • આવતીકાલે ગુનાના કામે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
    • સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે
    • 2023 માં ગેમ ઝોન ખાતે આગ લાગી હોવા છતાં ચીફ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા કરવામાં આવી ધરપકડ
    • મહેશ રાઠોડ આગ લાગવા સમયે દાઝી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું
    • જે તે સમયે મહેશ રાઠોડ દ્વારા તબીબી સારવાર પણ મેળવવામાં આવી હતી
    • બનાવ સંદર્ભે અગાઉ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું
    • ધરપકડનો કુલ આંક 15 પર પહોંચ્યો
  • 22 Jun 2024 08:35 PM (IST)

    દાહોદમાં ભારે પવનને કારણે દિવાલ ધરાશાયી

    • દાહોદમાં લીમડી ભારે પવન સાથે વરસાદના પગલે દિવાલ ધરાશાયી
    • મોઠીયાવાડ વિસ્તારનો બનાવ
    • એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઇ
  • 22 Jun 2024 07:52 PM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી સાથે કરી મુલાકાત

    PM મોદી સાથે આજે ગુજરાતના CMએ મુલાકાત કરી. તેમણે ટ્વિટ વડે માહિતી આપી અને કહ્યું. આજે નવી દિલ્હી ખાતે વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે તેઓનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરી રાજ્યના સર્વાંગી વિકાસ હેતુ ચર્ચા કરી હતી.

  • 22 Jun 2024 06:58 PM (IST)

    જેતપુરના જૂનાગઢ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી

    • ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ થયુ ધરાશાયી
    • વૃક્ષ ધરાશાયી થતા 3 કારને પહોંચ્યું ભારે નુકશાન
    • ગેરજ પાસે લે-વેચ માટે પાર્ક કરેલ કાર ઉપર પડ્યું વૃક્ષ
    • વૃક્ષ કાર ઉપર પડતા કારનો કચ્ચર ધાણ નીકળ્યો
  • 22 Jun 2024 06:57 PM (IST)

    દેવભૂમિદ્વારકા ભોગાત વાડીના માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ

    • પૈસા કાઢવા માટે પેટીને તોડવાના કર્યા નિષ્ફળ પ્રયાસ
    • સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ વીડિયો થયો વાયરલ
    • સમગ્ર ઘટના મંદિરના અંદરના CCTVમાં સ્પષ્ટ નજરે ચડે છે
  • 22 Jun 2024 06:56 PM (IST)

    નવસારીમાં કાર્યરત 9 PIની આંતરિક બદલી કરવામાં આવી

    • ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા દ્વારા બદલીઓ
    • નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ડી.એસ કોરાટની બદલી IUCAW શાખામાં કરવામાં આવી
    • SOG-PI વી.જે.જાડેજા એલસીબી માં બદલી કરવા આવી
    • વી જી.ભરવાડ LIB માંથી વિજલપોર પોલીસ સ્ટેશન મુકવામાં આવ્યાં
    • ટી.એ ગઢવી વિજલપોર થી LIB માં મુકવામાં આવ્યાં
    • એન.એમ.આહિર જલાલપોર થી એસઓજી પી.આઈ તરીખે બદલી કરવામાં આવી
  • 22 Jun 2024 06:56 PM (IST)

    ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    અમરેલીના ખાંભાના અનિડા,ધારંગણી,મોટા સમઢીયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ નું આગમન થયું છે.

  • 22 Jun 2024 05:18 PM (IST)

    વડોદરામાં જર્જરીત આવાસો સામે થઈ કાર્યવાહી

    • વડોદરામાં ચોમાસાને પગલે જર્જરીત આવાસો સામે થઈ કાર્યવાહી
    • કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એમજીવીસીએલએ કરી કાર્યવાહી
    • માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિ ધામ અને પાર્થ ભૂમિ ટેનામેન્ટમાં થઈ કાર્યવાહી
    • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રીનોવેશન નહીં કરાવનાર મકાન માલિકોના મકાનો થયા સીલ
    • મકાનો ના કપાયા વીજ જોડાણ
    • વિવિધ વિભાગોને સંયુક્ત કામગીરીથી રહીશોમાં ફફડાટ
    • સ્થાનિકોએ ફરી માગી મુદત
    • મારુતિ ધામમાં 15 થી વધુ મકાન અને કરાયા સીલ અને કપાયા વીજ જોડાણ
    • પાર્થ ભૂમિ ટેનામેન્ટમાં શરૂ કરી કાર્યવાહી
    • અંદાજે 25 થી વધુ મકાનોને આજના દિવસમાં કરાશે સીલ
  • 22 Jun 2024 05:16 PM (IST)

    વડોદરામાં ફરી તાપમાનનો પારો વધતાં મુશ્કેલી વધી

    • ગરમી અને બફારાથી ત્રસ્ત થયાં વડોદરાવાસીઓ
    • 38 ડિગ્રી તાપમાનમાં રોડ પરનો ડામર પણ પીગળ્યો
    • લાલબાગ ઓવરબ્રિજ પર કાર્પેટ કરેલ રોડ ઓગળ્યો
    • કાર્પેટિંગ કર્યાનાં બે દિવસમાં જ ડામર ઓગળી ગયો
    • રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો થયાં હેરાન
    • ડામર ઓગળવાને કારણે અનેક વાહનો સ્લીપ થયાં
    • પાલિકા દ્વારા ડામર પર રેતી પાથરવાની કામગીરી
  • 22 Jun 2024 05:16 PM (IST)

    24 જૂનથી ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાશે

    • બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં સીલ
    • સ્ટ્રોંગ રૂમ બાહર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
    • રાજ્યભરમાંથી 2.38 લાખ વિદ્યાથીઓ આપશે પરીક્ષા
    • ધોરણ 10માં 137025, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 66085 અને વિજ્ઞાન પ્રવાહમાં 34920 વિદ્યાથીઓ આપશે પરીક્ષા
    • અમદાવાદમાં ધોરણ 10માં 18004 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10072 અને વિજ્ઞાન પ્રવાહમાં 4329 વિદ્યાર્થી આપશે પરીક્ષા
    • પરીક્ષા પહેલા બોર્ડ દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઈ
  • 22 Jun 2024 05:16 PM (IST)

    અમદાવાદમાં મૃત શ્વાનને બાંધીને લઈ જતો વીડિયો વાયરલ

    • અમદાવાદમાં શ્વાનને બાંધીને લઈ જતો વીડિયો વાયરલ
    • વીડિયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ
    • GJ01 KC 4748 નંબરની કાર હોવાનું વીડિયોમાં દ્રશ્યમાન
    • કારચાલક અને કારમાલિકની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ
  • 22 Jun 2024 03:53 PM (IST)

    આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયુ

    આણંદમાં 5 વર્ષ બાદ કોલેરાએ દેખા દીધી છે. ચાર દિવસ અગાઉ મોકલેલા ઝાડા ઉલ્ટીના સેમ્પલમાંથી 2 રિપોર્ટ કોલેરા પોઝિટીવ આવ્યા હતા. જેના પગલે આણંદ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ ગઇ હતી. આણંદ શહેર અને આસપાસના 10 કિ.મી. વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં આ 10 km ના વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ સહિતની તમામ બાબતો બંધ રાખવાના આદેશ પણ કરવામાં આવ્યા છે.

  • 22 Jun 2024 03:44 PM (IST)

    જામનગરમાં 1404 ઉપરાંત જર્જરિત આવાસ ખાલી કરાવવાની કવાયત

    • અતિ જર્જરિત 1404 ઉપરાંત આવાસ ખાલી કરાવવાની કવાયત
    • મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી
    • મહાનગરપાલિકા અહીં રિડેવલોપમેન્ટ પ્લાન અમલમાં મુકશે
    • અતિ ભયજનક જર્જરિત આવાસને તોડવાની કામગીરી શરુ
  • 22 Jun 2024 03:43 PM (IST)

    પાલનપુરમાં 11 વર્ષીય બાળકના સાથળમાં ભાલો ઘૂસી જતાં મોત

    • પાલનપુરના વેડચા ગામની ઘટના
    • 11 વર્ષીય બાળકના સાથળમાં ભાલો ઘૂસી જતાં ધોરી નસ કપાઈ જતા મોત
    • મનન ભાટિયા નામનો બાળક મંદિરમાંથી કોટ કૂદીને આવતા બની ઘટના
    • મંદિરનું દરવાજો બંધ હતો અને બાળકો મંદિરનો કોટ કૂદી ક્રિકેટ રમવા ગયા હતા
    • એકના એક પુત્રનું મોત થતા પરિવાર સહિત ગ્રામજનો પણ આઘાતમાં
    • સમાજ માટે અને બાળકો ના વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
  • 22 Jun 2024 03:00 PM (IST)

    ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. આજે તાપી,સુરત,ભરૂચ નર્મદા ,જૂનાગઢ, અમરેલી,ભાવનગર,યેલો અલર્ટ છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

  • 22 Jun 2024 02:53 PM (IST)

    અમદાવાદમાં આજથી 10 દિવસ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ

    આજથી રોંગ સાઈડમાં ગયા તો  ધરપકડ થશે. અમદાવાદમાં આજથી 10 દિવસ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે. રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને અત્યાર સુધી દંડ કરાતો હતો. હવે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાશે. ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાશે. છેલ્લા 5 માસમાં રોંગ સાઈડ વાહનથી 80 અકસ્માત થયા છે. અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે.

  • 22 Jun 2024 02:47 PM (IST)

    જૂનાગઢ: જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતા

    જૂનાગઢ: જવાહર ચાવડા નવા જૂની કરે તેવી શક્યતા છે. જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પરથી ભાજપનો ચિહ્ન હટાવ્યો છે. સોશિયલ મીડિયા પરથી ભાજપની તમામ પોસ્ટ હટાવી છે. મનસુખ માંડવિયાને ઉદ્દેશીને વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. 6 જિલ્લાના 21 તાલુકામાં મેં અભિયાન ચલાવ્યું છે. 75 હજારથી વધુ પરિવારોને BPLનો લાભ અપાવ્યો છે. જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે. ગત‌ લોકસભા, માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા છે.

  • 22 Jun 2024 02:43 PM (IST)

    અમદાવાદઃ માંડલના માનપુરા ગામમાં દિવાલ ધરાશાયી

    અમદાવાદઃ માંડલના માનપુરા ગામમાં દિવાલ ધરાશાયી થઇ છે. દિવાલ ધરાશાયી થતા  એક મહિલાનું મોત થયુ છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને વિરમગામની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

  • 22 Jun 2024 02:19 PM (IST)

    વલસાડઃ ધરમપુરના આસુરામાં પેટ્રોલપંપના કર્મચારીને મરાયો માર

    વલસાડઃ ધરમપુરના આસુરામાં પેટ્રોલપંપના કર્મચારીને માર મારવાની ઘટના સામે આવી છે. બોટલમાં પેટ્રોલ આપવાનો ઇનકાર કરતા કર્મચારી પર કરાયો હુમલો. બાઇક પર આવેલા બે ઈસમોએ બોટલમાં પેટ્રોલ માગ્યુ હતું. આ હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

  • 22 Jun 2024 01:43 PM (IST)

    વડોદરા: ABVP દ્વારા નેશનલ ટેસ્ટ એજન્સીનો વિરોધ

    વડોદરા: ABVP દ્વારા નેશનલ ટેસ્ટ એજન્સીઓએ વિરોધ નોંધાવ્યો. નીટની પરીક્ષામાં છબરડા મામલે MS યુનિવર્સિટી ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ. NATનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. NAT સામે કાર્યવાહીની ABVPએ માગ કરી છે. કાલાઘોડા સર્કલ ખાતે માનવ સાંકળ બનાવી વિરોધ નોંધાવ્યો. સયાજીગંજ પોલીસે વિરોધ કરી રહેલા વિધાર્થીઓની અટકાયત કરી હતી.

  • 22 Jun 2024 01:40 PM (IST)

    જૂનાગઢ: 23 વર્ષીય યુવક પર સિંહે કર્યો હુમલો

    જૂનાગઢમાં સિંહે એક યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના માંગરોળના સેરીયાજ વિસ્તારની છે. જ્યાં, રાતના સમયે 23 વર્ષીય યુવક ફળિયામાં સૂતો હતો. તે દરમિયાન સિંહે હુમલો કરી દીધો. ઘટના બાદ, યુવકના માથાના ભાગે ઇજા પહોંચી છે. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

  • 22 Jun 2024 01:38 PM (IST)

    ગાંધીનગરઃ મુખ્યપ્રધાનની અધિકારીઓ સામે તવાઈ

    ગાંધીનગરઃ મુખ્યપ્રધાને અધિકારીઓ સામે તવાઈ બોલાવી. સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે.જે.પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી. તાત્કાલિક અસરથી સમય કરતાં પહેલાં તેમને નિવૃત કરી દેવાયા. ખાતાકીય તપાસમાં સરકારને થયેલા નુકસાનની પૃષ્ટિ બાદ નિર્ણય લેવાયો છે. મુખ્યપ્રધાનના આદેશ બાદ ગઈકાલે બપોરે હકાલપટ્ટી કરાઈ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ વિભાગના બેલગામ અધિકારીઓ સામે લાલઆંખ કરવામાં આવી. અગાઉ સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા.

  • 22 Jun 2024 01:36 PM (IST)

    દાદરાનગર હવેલીના નરોલીની કંપનીમાં આગ

    દાદરાનગર હવેલીના નરોલીની કંપનીમાં આગ લાગી. પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. 4થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. કંપનીમાં આગ લાગતા ભાગદોડ સર્જાઇ હતી. એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાડા દેખવા મળ્યા.

  • 22 Jun 2024 01:14 PM (IST)

    વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

    વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વલસાડ શહેરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીસાંઢપોર, ગુંદલાવ, ઘડોઈમાં મેઘરાજાનું આગમન થયુ. ગોરવાળા, પાલણ, કલવાડા, સરોણસહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો છે. ખેરગામ રોડ પર વરસાદી પાણીની ગટર પુરાઈ જતા રસ્તા પર પાણી વહેતા થયા છે.

  • 22 Jun 2024 12:35 PM (IST)

    રાજકોટ: કૃતિ ઓનેલાના ભાગીદાર ટી.ડી.પટેલના ગંભીર આરોપ

    રાજકોટ: કૃતિ ઓનેલાના ભાગીદાર ટી.ડી.પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે. ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયા સામે ગંભીર આક્ષેપ છે. બાંધકામ મંજૂરીમાં માર્જિન ન મુકવા 1 કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો આક્ષેપ છે. કૃતિ ઓનેલાના ભાગીદારોએ 80 લાખ રૂપિયા આપ્યા હોવાનો આરોપ છે. જેરામ કુંડારિયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનો પણ આક્ષેપ  લગાવાયો છે.  કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.

  • 22 Jun 2024 12:30 PM (IST)

    વડોદરાઃ સાજીદ ઉર્ફે તાજીયા હત્યા કેસમાં વધુ 2ની ધરપકડ

    વડોદરાઃ સાજીદ ઉર્ફે તાજીયા હત્યા કેસમાં વધુ 2ની ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં સંડોવાયેલા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝીલાની શેખ અને ઉમર શેખની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. અગાઉ ઉર્વેશ શેખ અને રિયાઝ પઠાણ ઝડપાયા હતા. હત્યા કેસમાં ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે. ચાર ભાઈઓએ ભેગા મળીને બનેવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સાજીદે કરેલા પ્રેમ લગ્નથી યુવતીના ચારેય ભાઈઓ નારાજ હતા.

  • 22 Jun 2024 12:14 PM (IST)

    સુરત: ABVPનો NEET પેપર અને પરીક્ષામાં અહેવાલ લીક થતા વિરોધ

    સુરત: ABVPએ NEET પેપર અને પરીક્ષામાં અહેવાલ લીક થતા વિરોધ નોંધાવ્યો છે. નેશનલ ટેસ્ટ એજન્સીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કૌંભાડમાં સંડોવાયલા લોકો સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર NTA વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

  • 22 Jun 2024 12:13 PM (IST)

    કચ્છઃ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા

    કચ્છઃ સરહદી વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી પેકેટ મળ્યા છે. દરિયાના પાણીમાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના પેકેટ મળ્યા છે. જખૌ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  • 22 Jun 2024 10:17 AM (IST)

    આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું

    આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે. અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યા હતા. આણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે. દર્દીઓમાંથી બે વ્યક્તિઓના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્સન મોડમાં આવ્યું છે. પાણીના નમૂના લેવા અને લાઈનો ચેક કરવા તંત્રની દોડધામ વધશે. જાહેરમાં ઉભા રહેતા ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાવશે. ઇસ્માઇલનગર, પાધરીયા મેલડીમાતા મંદિર મંગળપુર વગેરે વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા છે.

  • 22 Jun 2024 09:51 AM (IST)

    સુરત: SOGએ બાંગ્લાદેશી શખ્સની કરી ધરપકડ

    સુરત: SOGએ બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરી છે. હિન્દુ નામ ધારણ કરીને બોગ્સ દસ્તાવેજ બનાવ્યા હતા. બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ બનાવ્યો. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને LC પણ બનાવી હતી. વર્ષ 2020માં સાતખીરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસ્યો હતો. બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદે ભારતમાં ઘૂસ્યો. પશ્ચિમ બંગાળના નદીયામાં જઇ બોગસ દસ્તાવેજ બનાવ્યા. વર્ષ 2021થી 2023 સુધીકતારના દોહામાં શ્રમિક કાર્ય કરતો હતો. સુરત ખાતે આવીને પણ બાંધકામ કરતો હતો.

  • 22 Jun 2024 09:49 AM (IST)

    બાબા બર્ફાનીની પ્રથમ પૂજા કરવામાં આવી

    જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત અમરનાથ ગુફામાંથી બાબા બર્ફાનીની પહેલી તસવીર શનિવારે સામે આવી છે. ગુફામાં કુદરતી રીતે બરફથી બનેલું શિવલિંગ તૈયાર થઇ ગયું છે. ત્યારે, આજે બાબા બર્ફાનીની પ્રથમ પૂજા કરવામાં આવી. જેમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિંહા પણ રાજભવનથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તમને જણાવી દઈએ કે પવિત્ર અમરનાથ ગુફામાં રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા શિવલિંગની પ્રથમ પૂજા કરવાની પરંપરા છે.

  • 22 Jun 2024 09:22 AM (IST)

    સરકારે પેપર લીક બાબતે કડક વલણ અપનાવ્યું

    એક તરફ નીટની પરીક્ષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ સરકારે પેપર લીક બાબતે કડક વલણ અપનાવ્યું છે . હવે પેપલ લીક કરનારને થઇ શકે છે 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ...પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલો કાયદો આજથી અમલમાં આવી ગયો છે. સરકારે મોડીરાત્રે કાયદાનું જાહેરનામું બહાર પાડ્યું છે. કાયદામાં નકલ કરતાં અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની જેલ થશે...જ્યારે મંડળી રચી, સંગઠીત થઇ પેપર લીકનો ગુનો કર્યો હોય તેવા દોષિતોને પાંચથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરાઇ છે. સૂચિત કાયદામાં ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે.

  • 22 Jun 2024 09:21 AM (IST)

    સાબરમતી નદીના જળ ભરવા કળશ લઈ જવાયા

    જળયાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચી છે. સાબરમતીના કિનારે કળશ લાવવામાં આવ્યા છે. સાબરમતી નદીના જળ ભરવા કળશ લઈ જવાયા. સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરાશે. 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરાશે. ત્યારબાદ મહાજળાભિષેક કરવામાં આવશે.

  • 22 Jun 2024 07:37 AM (IST)

    ગુજરાતના ભ્રષ્ટ બાબુઓ સામે ACBની લાલ આંખ

    લાંચિયા બાબુઓ સામે ACBએ કરી છે લાલ આંખ. ACBની કાર્યવાહીમાં લાંચિયાઓ લપેટાઈ રહ્યા છે..ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લીમીટેડના તત્કાલિન એક્ઝીકયુટીવ એકાઉન્ટન્ટ રૂચી ભાવસાર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે. રૂચી ભવસાર પાસેથી 4 કરોડ 7 લાખ 83 હજારની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં ગાંધીનગરના સરગાસણ અને કોબામાં લકઝ્યુરિયસ મિલકત ઉપરાંત પેન્ટ હાઉસ સહિતની મિલકતો સામે આવી છે. ફોરેન્સિક ઓડિટમાં ખોટા બિલો રજૂ કરી પેમેન્ટ લીધા હોવાનું સામે આવ્યું છે. ACBએ ફરિયાદ નોંધી આરોપીની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી ચાલુ કરી છે

  • 22 Jun 2024 07:28 AM (IST)

    અમદાવાદ : આજે યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા

    ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રા આજે નીકળશે. આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે. જ્યાં સંતો-મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી યોજાશે. ગંગાપૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે.

  • 22 Jun 2024 07:27 AM (IST)

    સાણંદ તાલુકના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગ

    અમદાવાદના સાણંદ તાલુકના અણીયાળી ગામે 56 લોકોને ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. ખાનગી હોસ્પિટલમાં 6 ને સારવાર માટે ખસેડાયા છે. તો 12 અસરગ્રસ્તોને બાવળા આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડયા છે. 10 લોકોને સાણંદ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા અને 21 લોકોને અણિયાળી ગામમાં જ સારવાર અપાઈ રહી છે. ખમણ ખાવાથી ફૂડ પોઈઝનીગ થયું હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ તાલુકા આરોગ્ય વિભાગની ટિમો અણિયાળી ગામ પહોંચીની ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે. સાંજના સમયે એક સાથે કેટલાક લોકોને ઊલટીઓ થવા લાગતા મામલો સામે આવ્યો હતો.

Published On - Jun 22,2024 7:24 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">