રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે આકરી કાર્યવાહી શરુ કરી, 71 સામે FIR નોંધાઈ, જુઓ વીડિયો

લો એન્ડ ઓર્ડરના DIG એ કહ્યું હતુ કે, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે પોલીસની કાર્યવાહી જારી રહેશે. વ્યાજખોરો મજબૂર લોકો સામે જે રીતે વર્તન વ્યવહાર કરે છે અને વ્યાજના ચક્કરમાં ફસાવે છે, તેને લઈ આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે બેંક અને સહકારી સંસ્થાઓની મદદ વડે જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2024 | 9:13 AM

રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આ માટે થઈને વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. અંતિમ દશ દિવસ દરમિયાન ગુજરાતમાં 71 જેટલા ગુનાઓ વ્યાજખોરો સામે નોંધવામાં આવી છે. જેમાં 43 જેટલા વ્યાજખોર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું લો એન્ડ ઓર્ડરના DIG એ કહ્યું હતું.

ગુજરાત પોલીસના લો એન્ડ ઓર્ડરના DIG દિપક મેઘાણીએ એ કહ્યું હતુ કે, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે પોલીસની કાર્યવાહી જારી રહેશે. વ્યાજખોરો મજબૂર લોકો સામે જે રીતે વર્તન વ્યવહાર કરે છે અને વ્યાજના ચક્કરમાં ફસાવે છે, તેને લઈ આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે બેંક અને સહકારી સંસ્થાઓની મદદ વડે જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે. DIG એ કહ્યું હતુ કે, બેંકિંગ સેક્ટરની પણ આ માટે મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન થતા પાકિસ્તાનની ઈર્ષા વધી, ICC સામે સ્ટાર બોલરની એક્શન અંગે તપાસની કરી માંગ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">