ભેખડ ધસતા શ્રમિક જમીન નીચે દટાયો, રેસ્ક્યૂ કરતા 20 મિનિટ બાદ યુવક જીવતો નિકળતા રાહત, જુઓ વીડિયો

સતલાસણા નજીક આવેલા સુદાસણા ગામે તળાવમાં પાઈપ લાઈન નાંખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં એક શ્રમિક ખોડેલા ખાડામાં જ દટાઈ જવા પામ્યો હતો. શ્રમિકોએ દટાઈ ગયેલા યુવકને બહાર નિકાળવા માટે પૂરજોશમાં પ્રયાસો શરુ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2024 | 9:33 AM

મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક આવેલા સુદાસણા ગામે તળાવમાં પાઈપ લાઈન નાંખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં એક શ્રમિક ખોડેલા ખાડામાં જ દટાઈ જવા પામ્યો હતો. અન્ય શ્રમિકોની નજર આ અહીં પડતા જ તેઓએ તેને બચાવવા માટે બૂમાબૂમ કરી મુકી હતી. દોડી આવેલા લોકો અને શ્રમિકોએ દટાઈ ગયેલા યુવકને બહાર નિકાળવા માટે પૂરજોશમાં પ્રયાસો શરુ કર્યા હતા.

પહેલા બુલડોઝર વડે માટી હટાવાઈ હતી અને બાદમાં શ્રમિકોએ પાવડા અને અન્ય સાધનો વડે ખોદકામ શરુ કર્યું હતુ. લગભગ વીસેક મિનિટ સુધી બચાવ માટે રેસ્ક્યૂ ચાલ્યું હતુ. જ્યાં યુવક દટાયેલી હાલતમાંથી બહાર નિકળવામાં સફળતા મળી હતી. યુવકને બહાર નિકાળતા તે હેમખેમ હોવાનું જોઈને રાહત સર્જાઈ હતી. આટલી વાર સુધી દટાઈને હેમખેમ રહેવાને લઈ લોકોને આશ્ચર્ય સર્જાયું હતું. જોકે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત જાણે કે સાર્થક નિવડી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન થતા પાકિસ્તાનની ઈર્ષા વધી, ICC સામે સ્ટાર બોલરની એક્શન અંગે તપાસની કરી માંગ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">