AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ટીમ આજે બાર્બાડોસથી દિલ્હી માટે થશે રવાના, તોફાન શમી જતા થઈ રાહત

રિકેન બેરિલ બાર્બાડોસમાં ટકરાઈને હવે પાસ થઈ જતા રાહત સર્જાઈ છે. જેને લઈ હવે તોફાન પણ ધીરે ધીરે શાંત પડવા લાગ્યું છે. તોફાન શાંત થઈ જવા બાદ એરપોર્ટ સહિતની તમામ સુવિધાઓ ફરીથી નિયમીત બની જશે અને ટીમ ઈન્ડિયા મંગળવાર સાંજે ભારત આવવા માટે રવાના થઈ શકે એવા અહેવાલો સામે આવી રહ્યા છે.

ભારતીય ટીમ આજે બાર્બાડોસથી દિલ્હી માટે થશે રવાના, તોફાન શમી જતા થઈ રાહત
બુધવારે ભારત પહોંચશે
| Updated on: Jul 02, 2024 | 10:29 AM
Share

T20 વિશ્વકપ 2024 ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હજુ પણ બાર્બાડોસમાં જ છે. અહીં આવેલા હરિકેન બેરિલ તોફાનને પહલે ટીમ બાર્બાડોસમાં જ ફસાયેલી છે. ખેલાડીઓ અને ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ સહિત સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓનો પરિવાર હોટલના રુમમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યો છે. જોકે હવે હરિકેન બેરિલ બાર્બાડોસમાં ટકરાઈને હવે પાસ થઈ જતા રાહત સર્જાઈ છે. જેને લઈ હવે તોફાન પણ ધીરે ધીરે શાંત પડવા લાગ્યું છે.

તોફાન શાંત થઈ જવા બાદ એરપોર્ટ સહિતની તમામ સુવિધાઓ ફરીથી નિયમીત બની જશે અને ટીમ ઈન્ડિયા મંગળવાર સાંજે ભારત આવવા માટે રવાના થઈ શકે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. હરિકેન બેરિલ તોફાનને પગલે બાર્બાડોસમાં કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો અને એરપોર્ટ બંધ કરવા સહિત અનેક સુવિધાઓને અસર પહોંચી હતી. ખેલાડીઓને પણ હોટલ છોડવાની પરવાનગી નહોતી. હોટલમાં પણ સુવિધાઓ પર કાપ મુકવામાં આવ્યો હતો અને વિજળી તથા પાણીની પણ સમસ્યા સર્જાઈ હતી. ખેલાડીઓએ આવા કારણોને લઈ હોટલમાં લાઈનલમાં રહીને પેપર ડીશમાં જ ડિનર કરવું પડ્યું હતું.

BCCI એ કરી ખાસ વ્યવસ્થા

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રહેલા ભારતીય મીડિયા કર્મીઓ સહિત અનેક લોકો તોફાની વાતાવરણને કારણે ફસાઈ પડ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ પત્રકારોએ સ્થાનિક સ્થિતિ અંગેની જાણકારી શેર કરી હતી. જેમાં બતાવવામાં આવ્યું હતુ કે, ટીમ ઈન્ડિયા અને જય શાહ પણ હોટલમાં જ રોકાયેલા છે. હેરિકેન બેરિલની અસર નબળી પડવા લાગતા કલાકોમાં જ તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.

આમ હવે મંગળવાર સાંજ સુધીમાં એરપોર્ટ ફરીથી શરુ કરી દેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. આમ ભારતીય ટીમ બાર્બાડોસના સ્થાનિક સમય મુજબ સાંજે 6.30 કલાકે ભારત માટે રવાના થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના વિશ્વકપ ટ્રોફી સાથે બુધવારે સાંજે 7.45 કલાકે દિલ્હી પહોંચી જશે એ પ્રકારની જાણકારી પણ સામે આવી છે.

જય શાહે કર્યા સતત પ્રયાસ

ભારતીય ટીમના ખેલાડીઓ અને તેમના પરિવારજનો તથા ભારતીય પત્રકારોને પણ સુરક્ષિત રીતે બાર્બાડોસથી બહાર નિકાળવા અને પરત ભારત પહોંચાડવા માટેની વ્યવસ્થા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. સોમવારે જ ચાર્ટર પ્લેન દ્વારા રવાના થવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જોકે તોફાનની અસરને કારણે સ્થાનિક એરપોર્ટનું સંચાલન સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું હતુ. જેને લઈ તે પ્લાન શક્ય બની શક્યો નહોતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">