બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે ટિપ્સ

01 July, 2024

જયા કિશોરીના મતે માતા-પિતાએ બાળકોની ઉંમર પ્રમાણે કેટલાક નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવી

જયા કિશોરી કહે છે કે બાળકોને ક્યારેય ના કહો કે અમારો ફેમિલી બિઝનેસ છે, માટે તમારે તમારી પોતાની કારકિર્દી બનાવવાની કે નોકરી કરવાની જરૂર નથી.

જયા કિશોરી કહે છે કે જો બાળક પોતાના પગ પર ઉભું થવા માગતું હોય તો માતા-પિતાએ તેને આ માટે પ્રોત્સાહિત કરવું જોઈએ અને તેને પોતાનો ફેમિલી બિઝનેસ જાતે સંભાળવાની સલાહ આપવી જોઈએ નહીં.

જયા કિશોરી કહે છે કે તમારે બાળકને એવા કાર્યો આપવા જોઈએ જેમાંથી તેને કંઈક શીખવા મળે અથવા જે તેને પડકાર જેવું લાગે.

જયા કિશોરીના કહેવા પ્રમાણે, બાળકને એવું ન કહો કે તે આ કામ કરી શકશે નહીં.

જયા કિશોરી કહે છે કે જો તમે બાળકને તેના વિચારો વ્યક્ત કરતા રોકો છો તો આજે જ આ આદત બદલી નાખો.

જયા કિશોરી માને છે કે માતાપિતાએ તેમના જીવનના અનુભવો તેમના બાળકો સાથે શેર કરવા જોઈએ. આ દ્વારા તેઓને જીવન વિશેના નવા પાઠ મળે છે.