20 મેના મહત્વના સમાચાર : હવામાન વિભાગે જાહેર કર્યુ નાવકાસ્ટ, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે 20 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

આજે 20 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
થાણેના કલ્યાણમાં ‘સપ્તશ્રૃંગી ભવન’ ધરાશાયી, 6 લોકોના મોત; 4 ગંભીર રીતે ઘાયલ
મહારાષ્ટ્રના કલ્યાણ પૂર્વના મંગલરાઘો નગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જ્યાં સપ્તશ્રૃંગીની નામની એક જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી પડતાં છ લોકોના દુઃખદ મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
-
PM મોદીના અધ્યક્ષસ્થાને 27મીએ ગાંધીનગરમાં યોજાશે શહેરીવિકાસ વર્ષનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ-ગાંધીનગર ખાતે પણ યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આગામી 27મી મેના રોજ ગાંધીનગર ખાતે શહેરીવિકાસ વર્ષના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પ્રધાનો, અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
-
-
દાહોદ જતા પૂર્વે વડોદરા આવશે પીએમ મોદી
વડાપ્રધાન મોદી આગામી 26 મે ના રોજ વડોદરા આવશે. દાહોદ જતાં પહેલાં વડાપ્રધાન વડોદરા ખાતે આવશે. વડાપ્રધાન મોદી એરપોર્ટથી એક કિલોમીટર એરિયામાં નારી શક્તિનું ઝીલશે અભિવાદન. દાહોદ જતાં પહેલા 15 મિનિટ માટે વડોદરા કરશે રોકાણ. રોડ શો યોજશે કે પછી જાહેર સભા કરશે તે અંગે હજુ નક્કી નથી પરંતુ તે અંગે વિચારણા થઈ રહી છે. જો કે પીએમ સિક્યોરિટી અનુસાર કાર્યક્રમ યોજાશે. પરંતુ વડાપ્રધાનના આગમનની તૈયારીઓને લઈ ભાજપ અને વહીવટી વિભાગની તૈયારીઓ શરૂ
-
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ
અસહ્ય બફારા વચ્ચે સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકાના ધાણાવાડ, ચોખવાડ, દિવતણ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. પવન સાથે કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. લોકોને બફારાથી રાહત થઈ છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.
-
પંચમહાલના ગોધરા તાલુકાના નદીસરના તલાટીને સસ્પેન્ડ કરાયા, સરપંચ પાસેથી નાણાં વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ
પંચમહાલના ગોધરા તાલુકાના નદીસરના ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિકાસ કામોમાં ગેરરીતિ સામે આવતા તલાટી કમ મંત્રી એસ એમ ડામોરને સસ્પેન્ડ કરાયા છે. DMF યોજના અંતર્ગત કામમા ભ્રષ્ટાચાર આચરવા મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાયા છે. રૂ 4 લાખના મંજૂર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દીવાલના કામમાં રૂ 1.84 લાખનું કામ નિયત માપ કરતા ઓછું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ભ્રષ્ટાચારમાં સામેલ ગ્રામ પંચાયતના સરપંચ સામે નાણાં વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ છે.
-
-
બનાસકાંઠામાં GST ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયો
બનાસકાંઠામાં GST ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયો છે. GST ઇન્સ્પેક્ટર એસીબીના સકંજામા રંગે હાથે રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યો છે. GST ઇન્સ્પેક્ટર હનુમાનપ્રસાદે ઈ કોમર્સના જીએસટી નંબર આપવા માટે લાંચ માંગી હતી. પાલનપુર એસીબીએ, છટકુ ગોઠવીને લાંચ લેતા GST ઇન્સ્પેક્ટર હનુમાનપ્રસાદને રંગે હાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
અમદાવાદના ચંડોળા તળાવની જમીનમાંથી ફેઝ 2 અંતર્ગત 10 હજારથી વધુ બાંધકામ દૂર કરાયા
અમદાવાદમાં ચંડોળા તળાવની જમીન ઉપર વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો સામે, જિલ્લા કલેકટર, અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ પોલીસ દ્વારા બે તબક્કામાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચંડોળા તળાવના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે આજે ફેઝ 2ની કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત 10 હજારથી વધુ બાંધકામ દૂર કરાયા છે. ચંડોળા તળાવમાં 99 % ગેરકાયદે દબાણો દુર કરવામાં આવ્યા હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યુ છે. વહેલી સવારથી AMC એસ્ટેટ વિભાગની 7 ઝોનની ટીમ કાર્યરત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિતની ટીમ હાજર રહેવા પામી છે. આવતીકાલથી અંદાજે 7 દિવસ સુધી તોડી પડાયેલ ગેરકાયદે બાંધકામનો કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.
-
બચુભાઈ ખાબડની TV9 સાથે વાત, કહ્યું – રાજીનામા અંગેનો વિષય મારો નથી, મને અને મારા પુત્રને બદનામ કરવામાં આવી રહ્યા છે
દાહોદ મનરેગા કૌભાંડને લઈ પંચાયત પ્રધાન બચુ ખાબડની TV9 સાથે કરી ખાસ વાત કરી હતી. જેમાં તેમણે એવો દાવો કર્યો હતો કે, મારા પુત્રની સપ્લાઇની એજન્સી છે. મને અને મારા પુત્રને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે. બીજી પણ એજન્સીઓ છે મારા પુત્રોનુ નામ આવતા જાતે હાજર થયા. અમને ન્યાય તંત્ર ઉપર સપૂર્ણ ભરોસો છે. તપાસમા પુરતો સહકાર આપવાની વાત કરતા બચુભાઈ કહ્યું કે રાજીનામા અંગેનો વિષય મારો નથી.
-
ડો. વિક્રાંત પાંડે CMO માં બન્યા સેક્રેટરી
મુખ્યમંત્રી કાર્યાલય માં IAS અધિકારી ડો.વિક્રાંત પાંડેની વરણી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ડો.વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં રહેશે.
-
જામનગરમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો, પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ
જામનગરમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો છે. પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષના એક યુવકનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું. કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇને તેને ઢોર મારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. યુવાને 15 દિવસની સારવાર બાદ હોસ્પિયલ ખાતે દમ તોડ્યો છે. પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં મામલો ગરમાયો છે. યુવતીના પરિવારજનો પર આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
નડિયાદથી એક શખ્સની ATSએ કરી ધરપકડ
ગુજરાત ATSએ સાયબર ટેરેરિઝમ એક્ટિવિટી કરનારો ઝડપાયો છે. નડિયાદથી એક શખ્સની ATSએ ધરપકડ કરી છે. દેશ વિરોધી પ્રવૃતિ કરનારો શખ્સ ઝડપાયો છે. ભારતીય સેનાના ઓપરેશન વિરુદ્ધ એક્ટિવિટી કરતો હતો.
-
ભારતમાં પણ સામે આવ્યા કોરોનાના નવા 58 કેસ
હોંગકોંગ અને સિંગાપુરમાં વધતા કોરોનાના કેસથી ચિંતા વધી છે. ભારતમાં પણ સામે આવ્યા કોરોનાના નવા 58 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 58 કેસ નોંધાયા છે. મુંબઈની KEM હોસ્પિટલમાં કોરોનાથી 2 દર્દીના મોત થયા. હોસ્પિટલે કોરોનાથી જ મોત થયા અંગે સ્પષ્ટતા નથી કરી. મૃતકોમાં 58 વર્ષીય મહિલા કેન્સર પીડિત હતી. અન્ય મૃતક 13 વર્ષની કિશોરીને હતી કિડનીની ગંભીર બીમારી હતી. બંને મૃતકના કોરોનાના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા. દેશમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 160થી વધુ કેસ નોંધાયા.
-
કચ્છ: લોકો સાથે ઠગાઈ કરતી નકલી સાધુની ત્રિપુટી ઝડપાઈ
કચ્છ: લોકો સાથે ઠગાઈ કરતી નકલી સાધુની ત્રિપુટી ઝડપાઈ છે. વિધિ કરવાના બહાને 36 તોલા સોનાની ઠગાઈ કરી હતી. ફરિયાદી મહિલાના ઘરેથી દાગીના લઈ ફરાર ગયા હતા. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
-
રાજ્ય પર ભારે વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ
રાજ્ય પર ભારે વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યુ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મુંબઇ અને ગોવા પાસે સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે. 22 તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં પલટાઇ શકે તેવી સંભાવના છે. 24થી 28 તારીખ આસપાસ દેશના પશ્ચિમ કિનારાને અસર થશે. દક્ષિણ ગુજરાત સહીતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.
-
દાહોદ: રૂ. 71 કરોડથી વધુનાં મનરેગા કૌભાંડનો કેસ
દાહોદ: રૂ. 71 કરોડથી વધુનાં મનરેગા કૌભાંડના કેસમાં કિરણ ખાબડ સહીતના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. APO દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી TDO રસિક રાઠવાને પણ કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ 14 દિવસનાં રિમાન્ડની માગ કરશે.
-
રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટ શરૂ થઇ ચૂકી છે.. જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, અને ભારે પવન સાથે વરસાદ પડશે.. તો 23 મેના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.. આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસારી, તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
-
સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યુ
સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. બાગાયતી પાકોની સાથોસાથે ખરીફ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ખેતરોમાં કાપણી માટે તૈયાર ડાંગર, વરસાદને કારણે પલળી જતા ખેડૂતો ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે પર ડાંગર સૂકવવા મજબૂર બન્યાં છે. જે બાદ પાક સંપૂર્ણ સૂકાઈ જતા કોથળામાં ભરીને ઘરે લઈ જવાય છે.
-
અકસ્માતગ્રસ્ત SOGની ગાડીમાંથી મળી દારૂની બોટલ
અમરેલી: પોલીસની ગાડીનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત SOGની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી છે. અમરેલી RTO ઓફિસ નજીક આ ઘટના બની. પોલીસની ગાડીનો કરાર આધારિત ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થયો. કરાર આધારિત ડ્રાઈવર સામે તપાસના આદેશ અપાયા. જિલ્લા પોલીસ વડાએ કડક સૂચના આપી.
-
અમદાવાદ: ચંડોળા તળાવમાં બીજી તબક્કાનું ડિમોલિશન
અમદાવાદ: ચંડોળા તળાવમાં બીજી તબક્કાનું ડિમોલિશન શરુ થશે. 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલાં દબાણો દૂર કરાશે. AMCની ટીમો ત્રણ શિફ્ટમાં કામગીરી કરીને અભિયાન પાર પાડશે. 3થી 4 દિવસમાં દબાણ દૂર કરવાની કામગીરી ચાલી શકે છે.
Published On - May 20,2025 7:20 AM