18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, 20 સપ્ટેમ્બરે લોકસભામાં મહિલા અનામત બિલ થશે રજૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 11:58 PM

Gujarat Live Updates : આજ 18 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

18 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, 20 સપ્ટેમ્બરે લોકસભામાં મહિલા અનામત બિલ થશે રજૂ
Gujarat latest live news and samachar today 18th September 2023

આજે 18 સપ્ટેમ્બરને શુક્રવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 18 Sep 2023 10:54 PM (IST)

  કચ્છ પોલીસકર્મીના ખભા પર ચમકતા સ્ટાર કચરામાં જોવા મળ્યા

  • કચ્છ પોલીસકર્મીના ખભા પર ચમકતા સ્ટાર કચરામાં જોવા મળ્યા
  • ભુજમાં કચરાના ઢગલામાંથી મળ્યાં પોલીસકર્મીના સ્ટાર
  • કચરાના ઢગલા પરથી GP લખેલા સોલ્ડર પટ્ટા મળ્યાં
  • GP સોલ્ડર લખેલા 20 થી 25 પટ્ટા મળ્યાં
  • ગુજરાત પોલીસના સોલ્ડર પટ્ટા મળતા ચકચાર
  • ભૂજથી કોડકી જતા ખારી નદી બ્રિજ પાસેથી મળ્યાં પટ્ટા
 • 18 Sep 2023 10:47 PM (IST)

  20 સપ્ટેમ્બરે લોકસભામાં મહિલા અનામત બિલ થશે રજૂ

  કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે.  હવે આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલની જોગવાઈઓ અનુસાર મહિલાઓને 33% અનામત આપવામાં આવશે. રવિવારે સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી નેતાઓએ મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજેડી નેતા પિનાકી મિશ્રાએ કહ્યું હતું કે નવી સંસદમાં મહિલા અનામત બિલ લાવવું જોઈએ અને પસાર કરવું જોઈએ. બેઠકમાં અન્ય ઘણા પક્ષોએ મહિલા અનામત બિલની રજૂઆતને સમર્થન આપ્યું હતું.

 • 18 Sep 2023 09:47 PM (IST)

  આખા ગામના વાડી વિસ્તારમાં 4થી વધુ લોકો ફસાયા હોવાનું અનુમાન

  • જૂનાગઢના આખા ગામના વાડી વિસ્તારમાં 4થી વધુ લોકો ફસાયા હોવાનું અનુમાન
  • ઓઝત નદીના પાણી ફરી વળ્યા આખાના વાડી વિસ્તારમાં
  • જુદી જુદી બે જગ્યાએ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા
  • ફસાયેલા લોકોએ લીધો વૃક્ષોનો સહારો
  • એનડીઆરએફની ટીમ પહોંચી આખા ગામ
  • એક વ્યક્તિનું કરાયુ રેસ્કયુ
  • અન્ય લોકોના રેસ્કયુની કામગીરી યથાવત
 • 18 Sep 2023 09:33 PM (IST)

  જિલ્લામાં વરસાદે બંધ થતા જનજીવન સામાન્ય બન્યુ

  • મહીસાગર જિલ્લામાં વરસાદે બંધ થતા જનજીવન સામાન્ય બન્યુ
  • કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો
  • આઠ જિલ્લાની જીવા દોરી સમાન કડાણા ડેમ હાલ 100% ભરાયો
  • કડાણા ડેમની જળ સપાટી 416 ફૂટ પર પહોંચી
  • કડાણા ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી સતત મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
  • કડાણા ડેમમાં 173000 ક્યુસેક પાણીની સતત થઈ રહી છે આવક
 • 18 Sep 2023 09:22 PM (IST)

  નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે પૂર્વરત કરાયો

  • ભરૂચમાં આવેલો નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે પૂર્વરત કરાયો
  • ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીનું લેવલ વધતા તકેદારીના ભાગરૂપે બ્રિજ કરાયો હતો બંધ
  • ભરૂચ અને અંકલેશ્વર માંથી પસાર થતા હજારો લોકો વાહન વ્યવહાર માટે આ માર્ગનો કરે છે ઉપયોગ
 • 18 Sep 2023 09:04 PM (IST)

  વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયો આધેડ

  • જૂનાગઢના વંથલીના નાવડા ગામે પાણીના પ્રવાહમાં ફસાયો આધેડ
  • પાણીના પ્રવાહમાં આધેડ ફસાતા તંત્ર પહોંચ્યું મદદે
  • ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્કયું
  • સહી સલામત આધેડને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા
 • 18 Sep 2023 08:19 PM (IST)

  જમ્મુના કિશ્તવાડામાં મોટી કાર્યવાહી, આતંકીઓના ત્રણ મદદગારોની ધરપકડ

  જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને પોલીસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ કરી છે. કિશ્તવાડાના ડોડામાં આતંકવાદીઓને મદદ કરવા માટે તેની પસંદગી કરવામાં આવી હતી. તેમનો પ્રયાસ ડોડામાં આતંકવાદી ગતિવિધિઓને તેજ કરવાનો હતો. પકડાયેલા આતંકવાદીઓની ઓળખ તૌસીફ ઉલ નબી, જાહુલ ઉલ હસન અને રિયાઝ અહેમદ તરીકે થઈ છે.

 • 18 Sep 2023 08:19 PM (IST)

  તાઇવાનમાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 માપવામાં આવી.

  તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું તેની માહિતી હજુ સુધી મળી નથી.

 • 18 Sep 2023 07:59 PM (IST)

  વરસાદને કારણે દૂકાનોમાં થયેલા નુકસાનના આકલન માટે 35 ટીમોની રચના

  વડોદરામાં પૂરના પાણીથી ઘર અને દૂકાનોમાં થયેલા નુકસાનના આકલન માટે 35 ટીમોની રચના કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાને પગલે સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં નર્મદા અને મહિસાગર નદીમાં આવેલા પૂરના પાણી ઘરો અને દુકાનમાં ઘૂસવાથી થયેલી નુકસાનીના સર્વે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ માટે 35 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, નર્મદા અને મહિસાગર નદીમાં આવેલા પૂરથી ઉભી થયેલી સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે અને સદ્દભાગ્યે અત્યાર સુધીમાં જાનહાનીના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. એથી પોસ્ટ ફ્લડ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યલક્ષી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

 • 18 Sep 2023 07:25 PM (IST)

  ડબકામાં પાણી આવતા ઘર પર ચઢેલા ગ્રામીણોનો પ્રશાસન દ્વારા બચાવ

  કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવેલા પાણીને કારણે પાદરા તાલુકાના ડબકા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ગામના તળિયાભાઠા વિસ્તારમાં સ્થાનિક વહિવટી તંત્ર, પોલીસ અને ગ્રામજનોના સહયોગથી ચાર વૃદ્ધો સહિત 25 જેટલા લોકોનું સલામત રેસ્ક્યુ કરી તેમને આશ્રય સ્થાનમાં મોકલી આપવામાં આવ્યા હતા. પૂરના પાણીના કારણે પાદરા તાલુકાના મહી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે.

 • 18 Sep 2023 07:08 PM (IST)

  આંકલાવ તાલુકાના ગામો થયાં સંપર્ક વિહોણા

  મહીસાગર નદીમાં આવેલા પૂરથી આંકલાવ તાલુકાના ગામો સંપર્ક વિહોણા થયાં છે. ઉમેટા ગામમાં નદીના પૂરના પાણી ફરી વળતા રોડ પર નાવડીઓ ફરી રહી છે. કેડ સમાણા પાણી ભરાઈ જવાથી સ્થાનિક નાગરિકો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 • 18 Sep 2023 06:29 PM (IST)

  કમલેશ્વર ડેમ ફરી ઓવરફ્લો

  • ગીર અભયારણ્ય વચ્ચે આવેલ કમલેશ્વર ડેમ ફરી ઓવરફ્લો થયો છે.
  • ગીર જંગલમાં ધોધમાર વરસાદ થતાં કમલેશ્વર ડેમ છલકાયો છે.
  • ગીરમાં આ ડેમ વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ ગણાય છે
 • 18 Sep 2023 06:18 PM (IST)

  કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

  • કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદ
  • ભચાઉમાં ધોધમાર વરસાદથી હાલાકી
  • વોંધ ગામની બજારમાં વરસાદી પાણી ઘુસ્યા
  • રાપરમાં પણ વરસાદ બાદ બજારમાં પાણી ફરી વળ્યા
  • રાપર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
 • 18 Sep 2023 06:18 PM (IST)

  કચ્છના કંડલા હાઈવે પર ઓઈલ ટેન્કર પલટ્યું

  • કચ્છના કંડલા હાઈવે પર ઓઈલ ટેન્કર પલટ્યું
  • રસ્તા પર ઓઈલની નદીઓ વહી રહી છે
  • ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
  • કંડલા ઝીરો પોઈન્ટ બ્રિજ પર અકસ્માત
 • 18 Sep 2023 05:19 PM (IST)

  સિદ્ધપુરના કાલેડા અને વદાણી ગામનો સંપર્ક તૂટ્યો

  • કોઝ-વે પર પાણીનો પ્રવાહ વહેતા તૂટ્યો સંપર્ક.
  • પાટણમાં સિદ્ધપુરના કાલેડા અને વદાણી ગામનો સંપર્ક તૂટ્યો.
  • લોકો જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થઇ રહ્યા છે
  • ઉપરવાસમાં ભારે વરસાદથી સિદ્ધપુરના ગામો અસરગ્રસ્ત
 • 18 Sep 2023 05:19 PM (IST)

  નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે

  ખેડાના નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે થઈ છે. નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ઉપરવાસ ભારે વરસાદ કારણે શેઢી નદી ગાંડીતૂર બની છે. શેઢી નદીમાં પાણીનું સ્તર વધતા નદી કિનારે આવેલ ગામડામાં એલર્ટ કરવામાં આવ્યા છે.

 • 18 Sep 2023 05:18 PM (IST)

  પંચમહાલ, મહીસાગર નદીમાં આવેલા પૂરથી ભારે તારાજી

  કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. મહીસાગર નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 6 ગામોના ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે.

 • 18 Sep 2023 05:17 PM (IST)

  સરસ્વતીના કાતરા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા

  પાટણમાં સરસ્વતીના કાતરા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી વહેતા મુશ્કેલી સર્જાઇ છે. શાળાએ ગયેલા બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોએ બાળકોને ટ્રેકટર દ્વારા રેસ્ક્યુ કરાયા છે. સામેની બાજુથી બાળકોને ટ્રેકટર વડે ગામમાં લવાયા.

 • 18 Sep 2023 04:29 PM (IST)

  અમદાવાદ રતલામ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર

  સતત ભારે વરસાદને કારણે, ટ્રેકના પરિમાણોમાં સતત ફેરફારને કારણે રતલામ ડિવિઝનના રતલામ ગોધરા સેક્શનમાં અમરગઢ-પાંચપીપલિયા સ્ટેશનો વચ્ચે કિલોમીટર 597/25-35 પર અપ ટ્રેક સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઈ છે

  ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

  • 17 સપ્ટેમ્બર, 2023ના રોજ, ટ્રેન નંબર 19168 વારાણસી અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-ઉદયપુર-અસરવા થઈને દોડશે.
  • 17 સપ્ટેમ્બર, 2023ના રોજ ગોરખપુરથી ઉપડનારી ટ્રેન નંબર 19490 ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-ઉદયપુર-અસરવા થઈને દોડશે.
  • 18 સપ્ટેમ્બર, 2023ના રોજ, ટ્રેન નંબર 12917 અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અસારવા-ચિત્તૌરગઢ-રતલામ થઈને દોડશે.
  • 18 સપ્ટેમ્બર, 2023ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 04168 અમદાવાદ આગ્રા કેન્ટ સ્પેશિયલ અસારવા-ચિત્તૌરગઢ-રતલામ થઈને દોડશે.
  • 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ, ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ વડોદરા-અમદાવાદ-પાલનપુર-અજમેર થઈને દોડશે.
  • 18 સપ્ટેમ્બર, 2023ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ અસારવા-ચિત્તોડગઢ-રતલામ થઈને દોડશે.
  • 18 સપ્ટેમ્બર, 2023ના રોજ ગાંધીનગરથી દોડતી ટ્રેન નંબર 19309 ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ અસારવા-ચિત્તોડગઢ-રતલામ થઈને દોડશે.
  • સપ્ટેમ્બર 18, 2023ના રોજ, ટ્રેન નંબર 12955 મુંબઈ સેન્ટ્રલ-જયપુર એક્સપ્રેસ વડોદરા-અમદાવાદ-પાલનપુર-અજમેર થઈને દોડશે.
 • 18 Sep 2023 04:20 PM (IST)

  લુણાવાડા શહેરમાં વાસીયા તળાવની પાળ તૂટી

  • મહીસાગરના લુણાવાડા શહેરમાં આવેલ વાસીયા તળાવની પાળ તૂટી
  • શહેરમાં 2 દિવસમાં 14 ઇંચ વરસાદ વરસતા જળ બંબાકાર
  • વાસીયા તળાવ ભારે વરસાદમાં છલોછલ ભરાયું હતું
  • તળાવની પાળ તુટતા પાણી રોડ પરથી વહીને બાજુની દીવાલ તોડી રસ્તા પર પહોંચ્યા
 • 18 Sep 2023 04:11 PM (IST)

  અદાણી-હિંડનબર્ગ મામલે નવી એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

  હવે અદાણી હિંડનબર્ગ કેસમાં (Adani Hindenburg Case) સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે તપાસ માટે નવી નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. ફાઈનાન્સ, લો અને શેરબજાર સાથે સંકળાયેલા એવા લોકોને આ કમિટીમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. અનામિકા જયસ્વાલ વતી સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં ઓપી ભટ્ટને કમિટીમાં સામેલ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

 • 18 Sep 2023 03:51 PM (IST)

  Monsoon 2023 : વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12,444 લોકોનું કરાવાયુ સ્થળાંતર

  Monsoon 2023 : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના (Rain) પગલે જન જીવન પ્રભાવિત થયુ છે.છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવાયુ છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી 617 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ આ માહિતી આપી છે.

 • 18 Sep 2023 03:37 PM (IST)

  યોગી આદિત્યનાથ અચાનક બહેરા-મૂંગાની શાળામાં પહોંચ્યા

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગોરખપુરમાં તેમના રોકાણ દરમિયાન હુમાયુપુર સ્થિત સરકારી બહેરા અને મૂંગા શાળામાં ભણતા બાળકોને મળવા પહોચ્યા હતા. સીએમ યોગીને તેમની વચ્ચે જોઈને મૂંગા અને સાંભળવાની ક્ષતિગ્રસ્ત બાળકોની ખુશીની કોઈ સીમા રહી ન હતી. બાળકોનો આ દિલધડક ઉત્સાહ જોઈને સીએમ યોગી પણ ભાવુક થઈ ગયા અને ત્યાં પહોચીને બાળકોને ગળે લગાવ્યા હતા.

 • 18 Sep 2023 03:06 PM (IST)

  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો

  Monsoon 2023 : ગુજરાતમાં સપ્ટેમ્બર માસના ચોમાસાના રાઉન્ડમાં જળાશયોમાં (water reservoirs) પાણીની સારી એવી આવક થઈ છે. રાજ્યની મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જળસંગ્રહ થયો છે તો 90 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા ડેમ હાઈ એલર્ટ પર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) પણ છલોછલ ભરાઇ ગયો છે.

 • 18 Sep 2023 02:40 PM (IST)

  અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વાસી જમવાનું આપતા 200 થી વધુ વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

  Ahmedabad: અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને વાસી જમવાનુ અપાતા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. રવિવારના દિવસે વિદ્યાર્થીઓને સુકાઈ ગયેલા પાઉ અને ભાજીના નામે નામે નર્યુ પાણી અપાયુ હોવાનો વિદ્યાર્થીઓને આરોપ છે. અગાઉ પણ વિદ્યાર્થીઓને અપાતા ભોજનને લઈને સમરસ હોસ્ટેલ અનેકવાર વિવાદમાં આવી ચુકી છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

 • 18 Sep 2023 02:39 PM (IST)

  Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા

  નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

 • 18 Sep 2023 02:16 PM (IST)

  બોરસદના ગાજણા ગામે મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા, ઝાડ પર બેસવા લોકો મજબૂર

  રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બોરસદના ગાજણા ગામે મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા. જેમાં ગઈકાલે રાત્રેથી ઝાડ પર બેસેલા 13 લોકો ફસાયા છે. ઝાડ પર ફસાયેલા લોકોએ વીડિયો શેર કર્યો છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

 • 18 Sep 2023 02:03 PM (IST)

  ભારે વરસાદના કારણે ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ પર ફરી વળ્યા

  ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.

 • 18 Sep 2023 01:07 PM (IST)

  Padara Rain : પાદરાના ડબકા ગામે નદીના પાણી ફરી વળ્યા

  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં બારે મેઘ ખાંગા છે. જ્યાં વડોદરાના પાદરાના ડબકા ગામે ફસાયેલા લોકોને બચાવવાયા છે. ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા છે. જેમાં એક વૃદ્ધા અને મહિલા સહિત 4 લોકો ફસાયા હતા. જેમને સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી તમામ લોકોને બચાવાયા છે. આરોગ્ય વિભાગની ટીમે તમામનું ચેકઅપ કરીને જરુરી દાવાઓ આપી છે.

 • 18 Sep 2023 12:41 PM (IST)

  કોંગ્રેસે લોકસભામાં પોતાની સિદ્ધિઓ ગણાવી

  લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે, આ ગૃહે દેશને ઘણું આપ્યું છે. આ સદનમાં જ બેંકની સરકારીકરણ થયું છે. આ સદન જ આઈટી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યું છે. રાજીવ ગાંધી જ ડિજિટલ ઈન્ડિયા લાવ્યા હતા. પંચાયતી રાજ લાવનારા રાજીવ ગાંધી હતા. દેશમાં સામાજિક ક્રાંતિ લાવવાનું કામ રાજીવ ગાંધીએ કર્યું. માહિતીનો અધિકાર લાવવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું હતું. મનરેગા કાયદો લાવવાનું કામ કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સરકારના સમયમાં ખાદ્ય સુરક્ષા કાયદો લાવવામાં આવ્યો હતો.

 • 18 Sep 2023 12:38 PM (IST)

  મનમોહન સિંહ મૌન નહોતા, તેઓ કામ વધારે અને ઓછું બોલતા હતા – અધીર રંજન ચૌધરી

  પોખરણ સમયે વિદેશી દળોએ અમને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ અમે રોકાયા નહીં. અટલજીએ આખી દુનિયાને એક સંદેશ આપ્યો. એ પરમાણુ પરીક્ષણ પછી આપણા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા, તેને હટાવવાનું કામ આપણા મનમોહન સિંહજીએ કર્યું. જેમના પર ભાજપ મૌન રહેવાનો આરોપ લગાવતો હતો. તેઓ ચૂપ ન રહ્યા. જ્યારે 20મી કોન્ફરન્સ થઈ ત્યારે તેમણે કહ્યું કે તે આપણા દેશ માટે સારું છે. તેઓ ચૂપ ન રહ્યા, હકીકતમાં તેઓ બોલતા ઓછા અને કામ વધુ કરતા હતા.

 • 18 Sep 2023 12:35 PM (IST)

  લોકો માનતા હતા કે ભારત અંગૂઠા છાપ ધરાવતો દેશ છે’- ખડગે

  મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું, ‘બંધારણનો મુસદ્દો ઘડનારા સાત સભ્યોમાં સૌથી મહત્વની ભૂમિકા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની છે. એક માણસે બંધારણને મજબૂત કરવાનું કામ કર્યું, એક માણસે દેશને મજબૂત કરવાનું કામ કર્યું. કોંગ્રેસની સરકાર વખતે આવું બન્યું હતું. અમે મહેનત કરીને કમાયા છીએ, અમે તેને ગુમાવવા માંગતા નથી. ઘણા લોકો માનતા હતા કે ભારત અંગૂઠા છાપ ધરાવતો દેશ છે. અમને વારંવાર પૂછવામાં આવે છે કે અમે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું છે. અમે 70 વર્ષમાં લોકતંત્રને મજબૂત કર્યું.

 • 18 Sep 2023 12:31 PM (IST)

  દર વખતે અમને પૂછવામાં આવે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું – ખડગે

  ગૃહમાં બોલતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, દર વખતે અમને પૂછવામાં આવે છે કે અમે 70 વર્ષમાં શું કર્યું? ખડગેએ જવાબમાં કહ્યું કે અમે તે કર્યું જે તમે બધા આજે આગળ લઈ રહ્યા છો, અમે તેની શરૂઆત કરી છે. બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પણ કહ્યું કે દર વખતે અમને સવાલ કરવામાં આવે છે કે અમે કંઈ કર્યું નથી, જો ખરેખર એવું છે તો ઈસરો જેવી સંસ્થાઓ કોણે સ્થાપી? તેની સ્થાપના તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુ દ્વારા 1964માં કરવામાં આવી હતી.

 • 18 Sep 2023 12:27 PM (IST)

  જૂના ગૃહને વિદાય આપવી એ ભાવનાત્મક ક્ષણ છે: અધીર રંજન ચૌધરી

  કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આજે ભાવુક થવું સ્વાભાવિક છે. અમારા પૂર્વજો ચાલ્યા ગયા, અમે તેમને યાદ કરતા રહીશું. આજે જૂના ગૃહનો છેલ્લો દિવસ છે. મને સમજાતું નથી કે 75 વર્ષની અમૃતકાળ ક્યાંથી લાવીએ. ગૃહની પ્રક્રિયા ચાલી રહી છે અને ચાલુ રહેશે.

 • 18 Sep 2023 12:18 PM (IST)

  અમે અહીંથી નવા જોશ અને ઉત્સાહ સાથે જવાના છીએ : PM Modi

  આ એ જ ગૃહ છે, જ્યાં 4 સાંસદોવાળી પાર્ટી સત્તામાં હતી અને 100 સાંસદોવાળી પાર્ટી વિપક્ષમાં હતી… અમે અહીંથી નવા જોશ અને ઉત્સાહ સાથે જવાના છીએ. આપણે આ દીવાલોમાંથી જે પ્રેરણા અને વિશ્વાસ મેળવ્યો છે તે આપણી સાથે લેવો પડશે. જો આ ગૃહમાં નહેરુજીના વખાણ થશે, તો એવો કોઈ સભ્ય નહીં હોય જે તેના માટે તાળીઓ ન વગાડે. મને પૂરો વિશ્વાસ છે કે અમે તમારા માર્ગદર્શન હેઠળ નવી સંસદમાં જઈશું ત્યારે નવા આત્મવિશ્વાસ સાથે જઈશું. હું તમામ સભ્યોને વિનંતી કરીશ કે તેઓ તેમની મીઠી યાદો અહીં સાચવે, જેથી તે લાગણીઓ લોકો સુધી પહોંચે – PM મોદી

  (Credit Source : @tv9gujarati)

 • 18 Sep 2023 12:14 PM (IST)

  પીએમ મોદીએ કહ્યું- આ ગૃહમાં એક વોટથી ગઈ અટલજીની સરકાર

  જૂના ગૃહમાં પોતાના છેલ્લા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, આ ગૃહે ઈમરજન્સી જોઈ છે. આ ગૃહ દ્વારા વન નેશન વન ટેક્સનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ગૃહમાં ગરીબોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તે ગૃહ છે જ્યાં અટલજીની સરકાર એક વોટથી પડી હતી. આ ગૃહમાં ત્રણ રાજ્યોની રચના કરવામાં આવી હતી.

 • 18 Sep 2023 12:11 PM (IST)

  આ ગૃહમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા – PM Modi

  સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું, ‘આ ગૃહમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. GSTનો નિર્ણય અહીં લેવામાં આવ્યો હતો. અહીં કલમ 370 પર નિર્ણય લેવામાં આવ્યો હતો. ‘વન નેશન, વન ટેક્સ’નો નિર્ણય અહીં લેવામાં આવ્યો હતો.

 • 18 Sep 2023 12:07 PM (IST)

  નેહરુજીના શબ્દો પ્રેરણા આપે છે – PM Modi

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘નેહરુજીના શબ્દો પ્રેરણા આપે છે. નેહરુજીનો પડઘો પ્રેરણા આપે છે. અહીં નવા બંધારણ પર ચર્ચા થઈ. લોકશાહીના મંદિરને સલામ, કર્મચારીઓના યોગદાનને યાદ કરવામાં આવશે. ગૃહમાં બધાએ ફાળો આપ્યો.

 • 18 Sep 2023 12:05 PM (IST)

  પીએમ મોદીએ તમામ સરકારોનો કર્યો ઉલ્લેખ

  આ એ જ ગૃહ છે, જ્યાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એક સમયે બ્રિટિશ સલ્તનતને તેમની બહાદુરી અને વિસ્ફોટક શક્તિથી જગાડ્યું હતું. સરકારો આવશે અને જશે, પક્ષો બનશે અને બગડશે, પરંતુ આ દેશ રહેવો જોઈએ. પંડિત નેહરુના પ્રારંભિક મંત્રીમંડળમાં બાબા સાહેબનું ઘણું યોગદાન હતું. નેહરુજીની સરકાર દરમિયાન બાબા સાહેબે દેશને જળ નીતિ આપી હતી. આમડેકરજી કહેતા હતા કે દેશને ઔદ્યોગિક બનાવવો જોઈએ. કારણ કે તેનાથી દેશના દલિતોને ફાયદો થશે. શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશમાં પ્રથમ ઉદ્યોગ નીતિ આપી હતી. શાસ્ત્રીજીએ આ ગૃહમાંથી 65ના યુદ્ધમાં દેશના જવાનોનું મનોબળ વધાર્યું હતું.

 • 18 Sep 2023 12:01 PM (IST)

  પત્રકાર ભાઈઓ માટે પણ આ ગૃહ છોડવું એ ઈમોશનલ ક્ષણ : PM મોદી

  આજે જ્યારે આપણે આ ગૃહ છોડી રહ્યા છીએ, ત્યારે હું એવા પત્રકારોને પણ યાદ કરવા માંગુ છું જેમણે અહીં રિપોર્ટ આપ્યા છે, તેમની ક્ષમતા આંતરિક સમાચારો અને આંતરિક સમાચારો પહોંચાડવાની હતી, તેમના કાર્યને ભૂલી શકાય નહીં. સમાચાર ખાતર નહીં, પણ ભારતની વિકાસયાત્રા માટે તેમણે બધું જ ખર્ચી નાખ્યું, તેમને યાદ કરવાનો સમય છે – જે રીતે અહીંની દિવાલોની મજબૂતાઈ રહી છે, એવો જ અરીસો તેમની કલમમાં રહ્યો છે. ઘણા પત્રકાર ભાઈઓ માટે આજે આ ગૃહ છોડવું એ ઈમોશનલ ક્ષણ હશે – પીએમ મોદી

 • 18 Sep 2023 11:59 AM (IST)

  પીએમ મોદીએ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદને વ્યવસ્થિત રીતે ચલાવવામાં અસંખ્ય લોકોએ યોગદાન આપ્યું છે. લોકશાહીના આ ગૃહમાં આતંકવાદી હુમલો પણ થયો હતો. આ સંસદ પર નહીં પરંતુ આપણા આત્મા પર હુમલો હતો. દેશ આને ક્યારેય ભૂલી શકશે નહીં. હું તેમને પણ સલામ કરું છું જેમણે આતંકવાદીઓ સામે લડતી વખતે ગૃહને બચાવવા માટે છાતી પર ગોળીઓ ઝીલી હતી.

 • 18 Sep 2023 11:57 AM (IST)

  પીએમ મોદીએ પંડિત નેહરુથી લઈને મનમોહન સિંહ સુધીનો કર્યો ઉલ્લેખ

  વડાપ્રધાન મોદીએ સંસદીય ઈતિહાસમાં તેમના યોગદાન માટે જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહ સુધીના દરેકનો ઉલ્લેખ કર્યો. સરદાર પટેલથી લઈને લાલકૃષ્ણ અડવાણી સુધીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 • 18 Sep 2023 11:56 AM (IST)

  PMએ સંસદમાં કામ કરનારા લોકોનો આભાર માન્યો

  પીએમ મોદીએ કહ્યું, ગૃહનો અર્થ આ ખંડ નથી. આખા કેમ્પસમાં કોઈએ અમને ચા પીરસી હશે, કોઈએ આખી રાતના શરૂ રહેલા સત્રમાં કોઈને ભૂખ્યા રહેવા દીધા નથી…. મને ખબર નથી કે એવા કેટલા લોકો છે, જેમણે પર્યાવરણ બનાવવા, વ્યવસ્થા કરવામાં ફાળો આપ્યો છે. જેથી આપણે બધા સારી રીતે કામ કરી શકીએ, હું ખાસ કરીને તે બધાને નમન કરૂ છું.

 • 18 Sep 2023 11:54 AM (IST)

  PMએ કહ્યું- કોરોનાના સમયમાં પણ દેશનું કામ અટકવા દીધું નથી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનામાં પણ આપણા માનનીય સાંસદો કોરોનાના સમયમાં સંકટ સમયે પણ આ ગૃહમાં આવ્યા હતા. અમે રાષ્ટ્રનું કામ અટકવા દીધું નથી…. રાષ્ટ્રનું કામ અટકવું ન જોઈએ, દરેક સભ્યએ તેને પોતાની ફરજ તરીકે સ્વીકાર્યું. તેમણે કહ્યું કે સભ્યોએ સંસદને ચાલુ રાખી. પીએમએ કહ્યું કે કેટલાક લોકોનું ગૃહ સાથે મંદિર જેવું જોડાણ છે.

 • 18 Sep 2023 11:50 AM (IST)

  ગરીબનો દીકરો પણ સાંસદ બને, આ જ ભારતની લોકશાહીની તાકાત છે : PM મોદી

  જૂના સંસદ ભવનની અંદર સંસદના વિશેષ સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે દેશ આપણું આટલું સન્માન કરશે. ગરીબનો દીકરો પણ સાંસદ બને, આ જ ભારતની લોકશાહીની તાકાત છે. આજે દુનિયા ભારતમાં પોતાના મિત્રને શોધી રહી છે. સબકા સાથ, સબકા વિકાસે અમને જોડાયેલા રાખ્યા છે.

  (Credit Source : @tv9gujarati)

  (Credit Source : @tv9gujarati)

 • 18 Sep 2023 11:42 AM (IST)

  પીએમ મોદીએ કહ્યું કે-આ ગૃહ સર્વસમાવેશક રહ્યું છે, માતાઓ અને બહેનોએ પણ ગૃહનું ગૌરવ વધાર્યું

  જેમ જેમ સમય બદલાયો તેમ તેમ ગૃહનું માળખું પણ બદલાતું ગયું અને વધુ સમાવિષ્ટ બનતું ગયું. આ ગૃહમાં સમાજના દરેક વર્ગના પ્રતિનિધિઓ જોવા મળે છે. ગૃહની અંદર બધું જ છે, અહીં સમાજના દરેક વર્ગના લોકો છે. એક રીતે જોઈએ તો અહીંનું સંપૂર્ણ સમાવિષ્ટ વાતાવરણ લોકોની આકાંક્ષાઓને પ્રેરણા આપતું રહ્યું છે. શરૂઆતમાં મહિલાઓની સંખ્યા ઓછી હતી, પરંતુ ધીમે ધીમે માતાઓ અને બહેનોએ પણ આ ગૃહનું ગૌરવ વધાર્યું છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન સાડા સાત હજારથી વધુ પ્રતિનિધિઓએ બંને ગૃહમાં યોગદાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન લગભગ 600 મહિલા સાંસદોએ પણ યોગદાન આપ્યું છે. આ એ જ ગૃહ છે જેમાં 93 વર્ષના શફીકુર રહેમાનજી પણ યોગદાન આપી રહ્યા છે – PM મોદી

 • 18 Sep 2023 11:38 AM (IST)

  આખી દુનિયા ભારતમાં પોતાનો મિત્ર શોધી રહી છે : પીએમ મોદી

  આજે ભારતને ‘વિશ્વ મિત્ર’ તરીકે તેનું સ્થાન મળ્યું છે. આખી દુનિયા ભારતમાં પોતાનો મિત્ર શોધી રહી છે, તેનું મૂળ કારણ એ છે કે વેદથી લઈને વિવેકાનંદ સુધીનો ‘સબકા સાથ સબકા વિકાસ’નો મંત્ર આપણને બધાને દુનિયા સાથે જોડી રહ્યો છે. જ્યારે આપણે આ ઘર છોડીએ છીએ ત્યારે આપણું મન અને મગજ પણ લાગણીઓથી ભરાઈ જાય છે. અમારી બધી યાદો અહીં જોડાયેલી છે. આપણા બધાની સામાન્ય યાદો છે, તેથી આપણું ગૌરવ પણ તેની સાથે જોડાયેલું છે. આ 75 વર્ષમાં આપણે આ ગૃહમાં ઘણી ઘટનાઓ જોઈ છે… જ્યારે હું પહેલીવાર સાંસદ બન્યો અને પહેલીવાર જ્યારે હું સાંસદ તરીકે પ્રવેશ્યો ત્યારે મેં સ્વાભાવિક રીતે જ આ સંસદ ભવનમાં માથું નમાવીને નમન કર્યા હતા. આ લોકસભાના મંદિરેથી અભિવાદન કર્યું હતું. તે ક્ષણ મારા માટે અદ્ભુત હતી – PM મોદી

 • 18 Sep 2023 11:35 AM (IST)

  આ સંસદને વિદાય આપવી એ ખૂબ જ ભાવુક ક્ષણ : PM મોદી

  પીએમ મોદીએ કહ્યું, આ ગૃહને વિદાય આપવી એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. પરિવાર જૂનું ઘર છોડીને નવા ઘરમાં રહેવા જાય તો પણ ઘણી યાદો તેને હચમચાવી દે છે. જ્યારે આપણે આ ઘર છોડીએ છીએ ત્યારે આપણું મન પણ તે યાદોથી ભરાઈ જાય છે. મીઠા અને ખાટા અનુભવો થયા છે, થોડાક નડતરરૂપ પણ થયા છે… આ બધી યાદો આપણા બધાનો સમાન વારસો છે. આ ગર્વ પણ આપણા બધાનું સહિયારું છે.

 • 18 Sep 2023 11:33 AM (IST)

  G20 ની સફળતા કોઈ પાર્ટીની નથી, પરંતુ સમગ્ર દેશની છે – PM મોદી

  ચંદ્રયાન 3 ની સિદ્ધિની દેશ અને દુનિયા પર નવી અસર પડશે. આ ગૃહમાંથી હું ફરી એકવાર દેશના વૈજ્ઞાનિકોને સલામ અને અભિનંદન પાઠવું છું. આજે તમે સર્વસંમતિથી G20 ની સફળતાની પ્રશંસા કરી છે, હું તમારો આભાર વ્યક્ત કરું છું. G20 ની સફળતા એ આખા દેશની સફળતા છે, કોઈ પક્ષની નહીં પરંતુ સમગ્ર ભારત અને 140 કરોડ ભારતીયોની સફળતા છે. દેશની અલગ-અલગ સરકારોએ G20 મીટિંગનું ભવ્ય આયોજન કર્યું, જેની અસર સમગ્ર દેશ પર પડી. ભારતને એ વાત પર ગર્વ થશે કે જે સમયે ભારત G20નું પ્રમુખ બન્યું, આફ્રિકન યુનિયન G20નું સભ્ય બન્યું, આ ઐતિહાસિક છે – PM મોદી

 • 18 Sep 2023 11:29 AM (IST)

  પીએમ મોદીએ સંસદમાં કહ્યું- દરેક જગ્યાએ ભારતની ચર્ચા થઈ રહી છે

  સંસદના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક જગ્યાએ ભારતની ચર્ચા થઈ રહી છે. ચંદ્રયાન-3ની સફળતાથી સમગ્ર દેશ અભિભૂત છે. આમાં ભારતની સંભવિતતાનું એક નવું સ્વરૂપ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. તે આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ સાથે સંબંધિત છે. દેશ અને દુનિયામાં આની નવી અસર પડશે.

 • 18 Sep 2023 11:28 AM (IST)

  ભારતના ગૌરવની ચર્ચા આખા વિશ્વમાં : PM Modi

  G20ની સફળતા એક વ્યક્તિની સફળતા નથી, તે આખા દેશની સફળતા છે. ચંદ્રયાન 3ને લઈને પણ વાત કરી છે. ભારતના ગૌરવની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. : PM Modi

 • 18 Sep 2023 11:24 AM (IST)

  આ આગળ વધવાની તક છે -PM Modi

  દેશ માટે 75 વર્ષની સંસદીય સફરને ફરી એકવાર યાદ કરવાનો અને નવા ગૃહમાં પ્રવેશતા પહેલા તે પ્રેરણાદાયી ક્ષણો અને ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને આગળ વધવાની આ તક છે. આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ. આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે માન્યતા મળી. આ મકાન બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. આપણે ગર્વથી કહી શકીએ કે મારા દેશવાસીઓનો પરસેવો અને મહેનત આ ઈમારતના નિર્માણમાં લગાવવામાં આવી હતી – PM મોદી

 • 18 Sep 2023 11:23 AM (IST)

  લોકસભામાં PM Modiનું સંબોધન

  આપણે ઐતિહાસિક ભવનથી વિદાય લઈ રહ્યા છીએ, પરંતુ જૂનું સંસદ ભવન આવનારી પેઢી માટે પ્રેરણા બની રહેશે : PM Modi

 • 18 Sep 2023 11:17 AM (IST)

  G20ની સફળતા પર દેશને ગર્વ છેઃ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

  સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, ‘દેશને G20ની સફળતા પર ગર્વ છે. બેઠકમાં પરિવર્તનકારી નિર્ણય લેવાયો હતો. વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતને નવી ઓળખ મળી છે. ભારત વિશ્વમાં શાંતિનો અવાજ છે.’

 • 18 Sep 2023 11:15 AM (IST)

  ઓમ બિરલાએ G20 માટે પીએમ મોદીનો આભાર માન્યો

  લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘G20 ઈવેન્ટને સામાન્ય લોકો માટે ઈવેન્ટ બનાવવા માટે હું પીએમ મોદીનો આભાર માનું છું. 60 શહેરોમાં 200 થી વધુ બેઠકો યોજાઈ છે. વિશ્વભરમાંથી 42 પ્રતિનિધિમંડળ આવ્યા, આ G20 અદ્ભુત હતું. G20 નું ભારતનું પ્રમુખપદ સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી અને લોકો કેન્દ્રિત હતું. G20 મેનિફેસ્ટો સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો. આ ભારતમાં ભારતનું વધતું કદ દર્શાવે છે.

 • 18 Sep 2023 11:11 AM (IST)

  સ્પીકરે G20ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા

  વિશેષ સત્રની શરૂઆતમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ G20 સમિટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.

 • 18 Sep 2023 11:09 AM (IST)

  વિશેષ સત્રની કાર્યવાહી શરૂ

  વિશેષ સત્ર શરૂ થયું છે. લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદો આ દરમિયાન હંગામો કરતા જોવા મળ્યા હતા, જેના પર સ્પીકર ઓમ બિરલા તેમને સમજાવતા જોવા મળ્યા હતા.

 • 18 Sep 2023 11:06 AM (IST)

  વિશેષ શત્ર શરૂ થતાં જ થયો હોબાળો

  લોકસભાનું સત્ર શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે. લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ શાંત રહેવા અપીલ કરી રહ્યા છે.

 • 18 Sep 2023 10:49 AM (IST)

  સંસદ સત્ર: પીએમ મોદીની વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વરિષ્ઠ મંત્રીઓની બેઠક ચાલી રહી છે. સંસદની રણનીતિને લઈને બેઠક યોજાઈ રહી છે. પીયૂષ ગોયલ, પ્રહલાદ જોશી, નીતિન ગડકરી, નરેન્દ્ર તોમર અને રાજનાથ સિંહ સહિત અન્ય મંત્રીઓ હાજર છે.

 • 18 Sep 2023 10:37 AM (IST)

  લખનઉ : ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયત, ખેડૂતોની સભા

  ભારતીય કિસાન યુનિયન (BKU) એ આજે ​​મહાપંચાયત બોલાવી છે. તેમાં ભાગ લેવા માટે લખનૌના ઈકો ગાર્ડનમાં ખેડૂતો એકઠા થયા છે. BKU યુવા પ્રદેશ મહાસચિવ અતુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 2022 માં ભાજપે વચન આપ્યું હતું કે જો તે રાજ્યમાં સત્તામાં આવશે તો વીજળી મુક્ત કરવામાં આવશે, રખડતા પ્રાણીઓ પર નિયંત્રણ કરવામાં આવશે, બિયારણના ભાવમાં ઘટાડો કરવામાં આવશે અને શેરડીનું વ્યાજબી ચૂકવણી કરવામાં આવશે, પણ આવું ન થયું.. આ પ્રદર્શન આજે આખો દિવસ છે. આજે અમે સમગ્ર રાજ્યમાં પ્રદર્શનને લઈને આગળની રણનીતિ બનાવીશું.

 • 18 Sep 2023 09:51 AM (IST)

  ભારે વરસાદના કારણે ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ પર ફરી વળ્યા પાણી, રેલવે વ્યવહાર પ્રભાવિત

  ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.

 • 18 Sep 2023 08:54 AM (IST)

  કડાણા ડેમમાં પાણીની આવક માં ધરખમ વધારો, કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પોહચી, મહીસાગર જિલ્લાના 106 ગામોને અલર્ટ

  કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. કડાણા ડેમમાં 95% પાણીનો જથ્થો સંગ્રહિત છે. ડેમમાંથી રૂલ લેવલ મેન્ટેઈન કરવા છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમની જળ સપાટી 415 ફૂટ પોહચી છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી સતત મહીનદી માં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 3 લાખ 66 હજાર ક્યુસેક પાણીની સતત થઈ રહી છે આવક. મહીસાગર જિલ્લાના 106 ગામોને અલર્ટ કરાયા છે. નદી પ્રભાવીત થતાં રાબડીયા ગામના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાવામાં આવ્યું. વહીવટી તંત્ર અને પોલીસ પ્રસાશન ખડે પગે છે અને હજુ પણ સતત પડી રહેલા વરસાદને લઈ જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અન્ય જિલ્લાના કેટલાક ગામોને પણ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 • 18 Sep 2023 07:43 AM (IST)

  Breaking News: દક્ષિણ આફ્રિકામાં ભયાનક માર્ગ અકસ્માત, 20 લોકોના કરૂણ મોત

  Breaking News:  દક્ષિણ આફ્રિકામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. મૃતકો માઈનિંગ કંપની ડી બીયર્સનાં કર્મચારીઓ હોવાનું કહેવાય છે. દેશના ઉત્તરમાં લિમ્પોપો પ્રાંતના એક પરિવહન અધિકારીએ જણાવ્યું કે બસ દેશની સૌથી મોટી હીરાની ખાણોમાંની એક વેનેશિયા ખાણમાંથી કામદારોને લઈ જઈ રહી હતી. આ દરમિયાન બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.

 • 18 Sep 2023 07:33 AM (IST)

  પંચમહાલના શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર થયું ભૂસ્ખલન

  પંચમહાલના શહેરાથી પાનમડેમ જવાના માર્ગ ઉપર પ્રથમ વાર ભૂસ્ખલન થયાની વિગતો સાંપડી રહી છે. જોધપુર ગામ પાસે ડુંગરો વચ્ચેથી પસાર થતાં માર્ગ ઉપર પાણી સાથે માટી માર્ગ ઉપર ધસી આવી. ભારે વરસાદના કારણે માટી અને સાઈડમાં આવેલા વૃક્ષ ધરાશાયી થઈ રોડની બાજુમાં આવી ગયા હતા જો કે હાલ માર્ગ સાંકડો થવા સાથે વાહન વ્યવહાર ચાલુ છે પરંતુ વધુ વરસાદ પડે તો માર્ગ બંધ થાય તો માટી ખસેડવી પડે તેવી હાલત સર્જાઈ છે.

 • 18 Sep 2023 07:23 AM (IST)

  અરવલ્લી ન્યૂઝ: બાયડની શ્રીનાથજી સોસાયટીમાં પાણી ભરાયા, મોડાસા પાલિકા ફાયરની ટીમે અડધી રાત્રે 15 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા

  બાયડની શ્રીનાથજી સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિક તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યુ હતું. પાણી ભરતા સોસાયટીના નાના બાળકો સહિત 15 લોકો ફસાયા હતા જેને મોડાસા પાલિકા ફાયરની ટીમે અડધી રાત્રે 15 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

 • 18 Sep 2023 07:19 AM (IST)

  ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે NDRFની 10 ટિમો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત

  NDRFની 10 ટિમો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થઈ ગઈ છે. રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ભરૂચમાં ત્રણ, નર્મદામાં બે ટિમ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ રાજકોટમાં એક એક ટિમ તૈનાત અને નર્મદા વડોદરા ભરૂચના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF ખડેપગે કામ કરી રહી છે.અન્ય વિસ્તારો માં સ્ટેન્ડ બાય ટિમો જેમ જેમ મદદની જરૂર પડશે તે મુજબ કામગીરી કરશે

 • 18 Sep 2023 07:17 AM (IST)

  ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ અને ટ્રકનો અકસ્માત, બે લોકોના મોત, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રત

  ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ અને ટ્રકનો અકસ્માત સર્જાયો છે. ઘટનામાં અકસ્માતમાં બે લોકોના મોત, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રત થયા છે. ઈજાગ્રસ્તોને 108 દ્વારા ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જણાવવું રહ્યું કે ત્રણ કલાક માટે ભાવનગર અમદાવાદ હાઈવે બંધ કરાયો હતો

 • 18 Sep 2023 07:15 AM (IST)

  વણાકબોરી વિયર પર રેડ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું, કડાણા ડેમ માંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામા આવ્યું

  વણાકબોરી વિયર પર રેડ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કડાણા ડેમ માંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામા આવ્યું છે. વણાકબોરી વિયરની હાલની સપાટી 246 ફૂટ છે. ગળતેશ્વરના સરનાલ પાસે આવેલો ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો પુલ પાણીમાં ડૂબ્યો છે. વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

 • 18 Sep 2023 07:11 AM (IST)

  પંચમહાલ: જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો, 24 કલાકમાં અડધો ખાલી ડેમ સંપૂર્ણ ભરાયો

  જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો હોવાની વિગતો મળી રહી છે. ડેમ સંપૂર્ણ ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમ માંથી 17124 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો ડેમમાં હાલમાં 41994 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. ડેમના 4 દરવાજા ખોલીને પાનમ નદીમાં પાણી છોડાયું છે. ડેમના કેચમેન્ટ અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ સંપૂર્ણ ભરાયો છે. જણાવવું રહ્યું કે 24 કલાકમાં અડધો ખાલી ડેમ સંપૂર્ણ ભરાયો છે. 4 વર્ષ બાદ પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર જ્યારે હાલની સપાટી 127.35 મીટર છે. પાનમ ડેમ સંપૂર્ણ ભરાતા સિંચાઇ વિભાગ તેમજ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

 • 18 Sep 2023 07:07 AM (IST)

  Rain Breaking News : ભારે વરસાદના પગલે 5 જિલ્લાની શાળાઓમાં જાહેર કરી રજા, પાનમ ડેમ સંપૂર્ણ ભરાતા પાણી છોડાયુ

  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા ઘમરોળે છે. ત્યાં ભારે વરસાદના પગલે 5 જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દાહોદ, ભરુચ,છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ગઈ કાલે ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

 • 18 Sep 2023 06:49 AM (IST)

  Rain Breaking News : આજે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

  હવામાન વિભાગે વરસાદને ફરી આગાહી કરી છે. આજે સોમવારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં રહેશે આફતનો વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ રહેશે. જેમાં આજે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડે તેવી આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Published On - Sep 18,2023 6:43 AM

Follow Us:
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
g clip-path="url(#clip0_868_265)">