Rain effect : આણંદના કહાનવાડી ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા, 50 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જુઓ Video
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
Anand : ઉપરવાસમાંથી ભારે વરસાદના (Rain) કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી (Mahisagar river) ગાંડીતૂર બની છે. જેના પગલે ખેડા જિલ્લાના 12 ગામ અને આણંદ જિલ્લાના લગભગ 20 ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે પછી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ છે. તમામ લોકોને સલામત બચાવી લેવાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
