Breaking News: અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વાસી જમવાનું આપતા 200 થી વધુ વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો- જુઓ Video
Ahmedabad: અમદાવાદની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને વાસી જમવાનુ અપાતા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. રવિવારના દિવસે વિદ્યાર્થીઓને સુકાઈ ગયેલા પાઉ અને ભાજીના નામે નામે નર્યુ પાણી અપાયુ હોવાનો વિદ્યાર્થીઓને આરોપ છે. અગાઉ પણ વિદ્યાર્થીઓને અપાતા ભોજનને લઈને સમરસ હોસ્ટેલ અનેકવાર વિવાદમાં આવી ચુકી છે.
Ahmedabad: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હંગામો કર્યો. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને વાસી ભોજન અપાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને 200 થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને જમવામાં વાસી ભોજન અપાયુ હતુ. જેમા વાસી, સુકાયેલા પાંઉ અને પાણીથી તરબોળ ભાજી આપવામાં આવી હતી.
સુકાઈ ગયેલા પાંઉ અને પાણીથી તરબોળ ભાજી અપાતા વિદ્યાર્થીઓમાં રોષ
વિદ્યાર્થીઓએ નીચી ગુણવત્તાના ભોજનનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે વાસી પાંઉ અને ભાજી તો ખાવાલાયક ન હતા પરંતુ જે રાઈસ બનાવ્યા હતા તે પણ કાચા હતા. તે પણ ખાઈ શકાય તેમ ન હતા. વિદ્યાર્થીઓએ જમ્યા વિના જ ભોજન કચરામાં ફેંકી દઈ હોબાળો મચાવ્યો હતો. મેસ સંચાલક પાસે વિદ્યાર્થીઓેએ નવુ ભોજન માગ્યુ હતુ. જો કે મેસ સંચાલકે બીજુ ભોજન આપ્યુ ન હતુ. જેના કારણે અકળાયેલા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. ઘટનાને પગલે હોસ્ટેલ સંચાલક અને રેક્ટરને બોલાવવામાં આવ્યા હતા.
અગાઉ પણ ખરાબ ભોજનને કારણે હોસ્ટેલ આવી ચુકી છે વિવાદમાં
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સંચાલિત આ હોસ્ટેલ વિદ્યાર્થીઓની ફી થી લઈ જમવા સહિતનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પ્રથમવાર નથી કે ભોજનને લઈને સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી હોય. અગાઉ પણ અનેકવાર હોસ્ટેલમાં ખરાબ જમવાનુ આપવાને લઈને હોસ્ટેલ વિવાદમાં આવી ચુકી છે. આ અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં પણ જમવામાં જીવાત હોવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીઓ ખરાબ ગુણવત્તાના ભોજનને લઈને અનેકવાર દેખાવ કરી ચુક્યા છે પરંતુ હજુ તેમા કોઈ સુધાર જણાતો નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો